Trending News
સ્થાનિક સમાચાર

ભુજના ન્યુ સ્ટેશન રોડ પર બિલ્ડિંગમાંથી પટકાતા આધેડનું મોત 

12 November



પારસનાથ બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન 



ભુજ - કચ્છઉદય : શહેરના ન્યુ સ્ટેશન રોડ પર આજે બપોરે બિલ્ડિંગમાંથી પટકાતા આધેડનું મોત થયું છે. પારસનાથ બિલ્ડિંગ પરથી મોતની છલાગ લગાવાઈ હતી. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ આજે બુધવારે બપોરે ૧ર વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. રાતરાણી નજીક આવેલ પારસનાથ બિલ્ડિંગ પરથી પટકાતા ગંભીર ઈજાઓ થવાના કારણે આધેડનું મોત થયું હતું. બનાવને પગલે સ્થાનિક 
વેપારીઓ ભેગા થઈ ગયા અને ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. તબીબે મૃત જાહેર કરતાં સબવાહીની બોલાવાઈ હતી. હાલ દેહને જી.કે. જનરલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી બનાવ સ્થળ કોર્ડન કરી આસપાસમાં કેમેરાના આધારે તપાસ હાથ 
ધરી છે.


..........


હતભાગી અંજારથી ગુમ થયા હતા 

સુત્રોના જણાવ્યા પ્રમાણે હતભાગી ૪૪ વર્ષિય વિમલભાઈ વસંતરાય પંડ્યા મૂળ નારણપરના રહેવાસી છે. ગત ૯મી તારીખે અંજારના શ્યામ સુંદર હોસ્પિટલમાંથી ગુમ થયા હતા. જે બાબતે અંજાર પોલીસમાં ૧૧મી તારીખે ગુમનોંધ પણ દાખલ કરવામાં આવેલી છે. તેઓ કોઈને કહ્યા વગર નિકળી ગયા હતા. પરિવારજનો શોધખોળ કરતા હતા. ત્યારે આ બનાવ સામે આવ્યો છે. હતભાગી અહીં કઈ રીતે પહોંચ્યા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. 

..........

 

Comments

COMMENT / REPLY FROM