Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા-પાણીપત પાઈપલાઈનમાં આડેસર પાસેની તેલચોર જાવેદ ટોળકી સામે ગુજસીટોક-દેશદ્રોહની જ  કરો લાલઆંખ 

12 November

પૂર્વ કચ્છ એસપી-ઉચ્ચ અધિકારીઓ ગાફેલ ન રહે




તેલ પાઈપલાઈનમાં આયોજનબદ્ધ રીતે કાણા પાડી અને ચોરી કરનાર અસગર ગેંગ સામે પોલીસતંત્ર કેમ વામણું? : આઈઓસીએલના અધિકારીએ ફરીયાદ કરી તે બાદ તેલચોરો મામલે થયો છે ખુલાસો : પોલીસતંત્રને આટલી આયોજનબદ્ધ રીતે ચાલતી ચોરી મામલે કેમ ગંધ ન આવી? તેલચોરી કરવી, પાઈપલાનઈમાં ભંગાણ પાડવા તે કોઈ ગણતરીની મીનીટોનું કામ તો છે નહી..તેલચોરી કર્યા બાદ હેરફેર માટે માનવશ્રમ, વાહનોનો મોટો રહેતો હોય છે ધમધમાટ, છતા કેમ પોલીસ રહી ગઈ અંધારામાં?


એકતરફ ગુજરાત રાજયના ડે.સીએમ-ગૃહમંત્રી ૩૦-૩૦ આઈપીએસના કાફલાને સરહદી કચ્છના છેવાડાના ગામડાઓમાં પડાવ નખાવી કાયદો-વ્યવસ્થાને જાળવવા પ્રયાસો કરે છે, ખુદ રાત-દીવસના ઉજાગરા કરે છે, અને બીજીતરફ દેશની મિલ્કતો પર આ દેશદ્રોહીઓ તરાપ મારી રહ્યા છે..!


રાષ્ટ્રીય સંપત્તી સમાન IOCL પાઈપલનઈમા ભંગાણ પાડવુ તે આયોજનબદ્ધ ષડયંત્રનો જ ભાગ ઘણી અને આ તેલચોરી ટોળકી સામે ગુજસીટોકની કલમો લગાડી જ શકાય છે, જરૂર છે ઈચ્છાશકિતની?


અણુબોમ્બ સમાન તેલ પાઈપલાઈનોમાં જીવના જોખમે પણ ચોરી કરવાના ઈરાદો આડેધડ ભંગાણ કરનારાઓ થકી કયારેક કચ્છ આખાયમાં સલામતી-સુરક્ષાનો મોટો સવાલ ઉભો થઈ જશે? 


ખાટલે મોટી ખોટ :  IOCL મેનેજરે ફરીયાદ કરી, તે પહેલા કેટકેટલી વાર આવી રીતે ભંગાણ પાડી દેવાયુ? તેલની ચોરી કરી સપ્લાય કોને કરવામા આવે છે ચોરાઉ તેલર્?ૈંંઝ્રન્ની પાઈપલાઈન જયાથી પસાર થાય છે તેવા વાડી-ખેતરોમાં આ તેલની સલામતી-સુરક્ષા માટેની કેમ કોઈ ચોકકસ વ્યવસ્થાઓ નથી કરાતી? :  IOCL મેનેજરે ફરીયાદ કરી, તે પહેલા કેટકેટલી વાર આવી રીતે ભંગાણ પાડી દેવાયુ? તેલની ચોરી કરી સપ્લાય કોને કરવામા આવે છે ચોરાઉ તેલ? આઈઓસીએલની પાઈપલાઈન જયાથી પસાર થાય છે તેવા વાડી-ખેતરોમાં આ તેલની સલામતી-સુરક્ષા માટેની કેમ કોઈ ચોકકસ વ્યવસ્થાઓ નથી કરાતી?

ર૦ ફુંટ ઉંડી જમીનમાં લાઈન ખોદીને તેલચોરી બિન્ધાસ્ત કરતા હોય અને તેની પોલીસને ખબર ન પડે..તેમાં શું સમજવું?



ગાંધીધામ : કચ્છાં મુંદરા-કંડલા જેવા મહાકાય બંદરો આવેલા છે. અને અહીથી દેશની અનેકવિધ કિંમતી ચીજવસ્તુઓની આયાત નિકાસ થાય છે. પોર્ટ પર આવતી કેમીકલ-ઓઈલ માટે મહત્વપૂર્ણ પાઈપલાઈનનું નેટવર્ક વીકસાવાયુ છે પરંતુ દેશની સંપત્તી સમાન આ ઓઈલની પાઈપલાઈન પર સમયાંતરે તેલચોર ગેગ દ્વારા તેલચોરીના ગંભીર પ્રકારના કારનામાઓને આયોજનબદ્ધ રીતે જ અંજામ આપવામા આવતો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. કંડલા-ભટીંડા તથા મુંદરાથી પાણીપત સુધી જતી આ ઓઈલની પાઈપલાઈન પણ તેલચોર ગેંગ પોતાના બદ ઈરાદાઓ પાર પાડવાને માટે સતત હથકંડાઓ અજમાવતી રહે છે. 
દરમ્યાન જ તાજેતરમાં જ આઈઓસીએલના મેનેજર દ્વારા મુંદરાથી પાણીપત જતી પાઈપલાઈનમાં મોટા ધડાકાઓ થઈ શક તેમ જણતા હોવા છતા આડેસર પાસે જાવેદ અને અસગર જેવા શખ્સઓ ભંગાણ પાડી અને તેલચોરીની ઘટનાને અંજામ આપ્યો હાવેાની ફરીયાદ નોાવી છે. આ ફરીયાદને હકીકતમાં પૂર્વ્‌ કચ્છ પોલીસતંત્ર, એસપીશ્રી સહિતનાઓએ ખુબજ ગંભીરતાથી લેવાની જરૂર છે. જેના બદલે હાલમાં આ તપાસમાં કોઈ મોટી હલચલ એક યા બીજા કારણોસર જોવા મળી રહી નથી જે સમગ્ર કચ્છ જિલ્લાની સલામતી અને સુરક્ષા માટે એક મોટો પડકાર અને હોનારતને આામંત્રણ આપવા સમાજ બની રહેશે. જાણકારો કહી રહ્યા છે કે, પાઈપલાઈન તેલચોરીની જે પ્રક્રીયા અહી ચાલતી હતી તે કોઈ ભુલ નથી થઈ, ઈરાદાપૂર્વક જ અહી કારસો રચાયો છે તે સ્પષ્ટ દેખાય છે. અને તેલ-ઓઈલ ભારતની રાષ્ટ્રીય સંપત્તી સમાન જ ગણી શકાય  તેમ છે. માટે આ પ્રકરણમાં જેમની સામે નામજોગ ફરીયાદ થઈ છે તેવા અસગર તથા જાવેદ    ગેંગને પકડી અને તેની સામે નાની સુની નહી પરંતુ દેશદ્રોહ તળેની જ કાર્યવાહી કરવી જોઈએ. તેની સાથોસાથ ગુજસીટોકનો જે કાયદો ગુજરાત સરકારે અમલી કર્યો તેની કલમો પણ આ શખ્સો સામે લગાવી જ જોઈએ. કહેવાય છે કે, આ પ્રકરણમાં જાવેદ મુખ્ય સુત્રધાર છે. જાવેદને પકડી તેના કડક રીમાન્ડ લેવામા આવશે તો ઘણુ બધુ બહાર આવવા પામી શકે તેમ છે. હવે જોવાનુ રહ્યુ છે કે, પોલીસ આ કિસ્સાને હકીકતમાં ગંભીરતાથી લઈ અને ધાક બેસાડતી કાર્યવાહી કરે છે અને આખાય પ્રકરણના મુળીયા ઉલેચે છે કે પછી આગે સે ચલી આ રહી વાળી જ કરે છે?

...........



જાવેદ-અસગર ટોળકીએ જેસીબી-ટ્રાન્સપોર્ટેશનું
કામ કોને સોપ્યુ હતુ?



ગાંધીધામ : આડેસરમાં પાઈપલાઈમાં તેલચોરી કરાતી હતી તો તે કોઈ ગણતરીના સમયનું તો કામ જ નથી. પાઈપલાઈન છે તે પાંચ-સાત ફુંટ નીચે હોય છે, તેને જો હાથેથી ખોદવા જાય તો સમય લાગી જાય એટલે જેસીબી સહિતના ઓર્ડરે અપાયા હશે, આ ઉપરાંત જેસીબીથી ખાડા કરી અને ભંગાણ પાડયા બાદ પાઈપલાઈનમાથી તેલ ચોરી તેની હેરફેર કરવા વાહનોની પણ જરૂર પડે તો આ વાહનો એટલે કે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાઓ કોણ કરવાનુ હતુ? ચોરાઉ ઓઈલની હેરફેરમાં ટ્રાન્સપોર્ટેશ કોનુ હતુ? તે સિવાય કલાંપ એટલે કે ભંગાણ પાડી અને પાઈપલાઈનમાં ઓઈલ બંધ કરવા માટે જે જોઈએ તે કલાંપ કયાથી આવ્યા? તેની વયવસ્થાઓમાં કોણ હતુ? આ બધા જ નામો બહાર આવે તો જ આવી ઘટનાઓ અટકશે.

..........



જાવેદ ગેંગને પાઈપલાઈનવાળી જમીન દેખાડનાર કોણ?
રોકાણકાર તરીકે કોણ હતુ? બધું જ આવવુ જોઈએ બહાર




જમીન ખરીદવા પાછળનો ખેલ શું હતો? કેવા ઈરાદે જમીન ખરીદી? : જો પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરશે તો આ કેસમા ગાંધીધામથી લઈ અને સાંતલપુર સુધીની ગોઠવણીઓનો ખુલાસો થશે



ગાંધીધામ : તપાસનીશ અધિકારીએ આ પ્રકરણમાં ઉંડા ઉતરીને જોવુ જોઈેએ કે, જાવેદ-અસગરના નામે જ જે-તે જમીન બોલે છે? પાઈપલાઈન અહીથી પસાર થાય છે તે જમીનઆ બન્નેને દેખાડી કોણે? કેવા ઈરાદાથી અહી જમીન લેવાઈ અને પાઈપલાઈન તેલચોરી કરી આવનારી રકમનું રોકાણ કયાં કરવાન ઈરાદો સમાયેલો હતો? આ આખુય માસ્ટર પ્લાન કોણે ઘડયું?

......


ચોરાઉ તેલ કચ્છ-ગુજરાત બહાર કોને સપ્લાય થતુ હતુ ?


ગાંધીધામ : જાવેદ-અસર ટોળકી દ્વારા આડેસર પાસે પાઈપલાઈનમાથી જે તેલ કાઢવામા આવતુ હતુ તે સપ્લાય કયાં કરવામા આવતુ હતુ? કચ્છમાં કે સ્થાનિકે આસપાસમાં જો આ ઓઈલ સપ્લાય કરવામા આવે તો હોબાળો મચી જાય, ખબર પડી જાય, એટલે કયાંક ને કયાક આ ઓઈલ ગુજરાતની બહાર તો સપ્લાય કરવામાં ન હોતુ આવતુ ને? ચોરાઉ માલ ખરીદનારાઓ કોણ કેાણ છે? તે બધાયના નામ પણ આ પ્રકરણમાં લાવવા જોઈએ બહાર.

........


ખંડણી-ડીઝલચોર-અપહરણ કરનાર જાવેદ કોના જોરે ગયો છે ફાટીને ફુલેકે ?


ગાંધીધામ : પોલીસ તત્રએ આડેસર પાસેની આ પાઈપલાઈન તેલચોરીની ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ. તેમાં જે બે નામો દેખાડયા છે તે પૈકીનો એક જાવેદ અગાઉ પણ વિવિધ ગુનાઓમાં ચકચારી રહેલો હોવાનુ મનાય છે. અપહરણ-ખંડણી-ડીઝલચોરી સહિતના ગુનાઓમાં આ જાવેદ ચકચારી રહેલ છે. આ જાવેદને છાવરે છે કોણ? ખંડણી-અપહરણ-ડીઝલ સહિતનાઓમાં બિનધાસ્ત આ જાવેદ કોના જોરે આટઆટલો ફાટીને ફુલેકે ગયો છે? તે પણ તપાસ થવી જોઈએ. જાવેદ અગાઉ ઝોનમાં સોપારી દાણચોરીના કિસ્સાઓમાં પણ ભારે ચકચારમાં રહી ચૂકયો હોવાનુ મનાય છે. 

...........

Comments

COMMENT / REPLY FROM