Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ યુનિવર્સિટી દ્વારા વિધાર્થીઓને ડીજીલોકર એબીસી આઈડી અને એમએડી અંગે અવગત થવા અપીલ

11 November



ભુજ - કચ્છ ઉદય : કચ્છ યુનિવર્સિટી, ભુજ દ્વારા વિધાર્થીઓને ભારત સરકારની ડિજિટલ શિક્ષણ પહેલ  ડીજીલોકર, એકેડમીક બેંક ઓફ ક્રેડીટ (એબીસી આઈડી) અને  નેશનલ એકેડેમીક ડીપોજીટરી (એમએડી) વિશે અવગત થવા તથા તેનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
ભારત સરકારની ડીજીટલ ઈન્ડીયા મીશન  અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી - ૨૦૨૦) અંતર્ગત શરૂ કરાયેલા આ ઉપક્રમો દ્વારા વિધાર્થીઓને પોતાના શૈક્ષણિક દસ્તાવેજો અને ક્રેડિટ્‌સ ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત રાખવાની સુવિધા મળે છે. ડીજીલોકર એ એક સરકારી સુરક્ષિત ઓનલાઇન પ્લેટફોર્મ છે, જ્યાં વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટ, ડિગ્રી તથા અન્ય શૈક્ષણિક દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપે સંગ્રહિત રાખી શકે છે. આ દસ્તાવેજો સરકારી રીતે પ્રમાણિત (વેરીફીએબલ) હોવાથી દરેક શૈક્ષણિક અને નોકરી સંબંધિત પ્રક્રિયામાં ઉપયોગી બને છે.
એકેડેમીક બેંક ઓફ ક્રેડીટસ (એબીસી આઈડી)એ વિદ્યાર્થીઓ માટેનું અનન્ય ડિજિટલ એકાઉન્ટ છે, જેમાં વિવિધ સંસ્થાઓમાંથી મેળવેલા શૈક્ષણિક ક્રેડિટ્‌સ જમા રાખી શકાય છે. કોલેજ કે યુનિવર્સિટી બદલાય ત્યારે આ ક્રેડિટ્‌સ નવી સંસ્થામાં ટ્રાન્સફર કરી શકાય છે.
નેશનલ એકેડેમીક ડીપોજીટરી પ્લેટફોર્મ છે, જેમાં યુનિવર્સિટીઓ પોતાના વિદ્યાર્થીઓના પ્રમાણપત્રો ડિજિટલ સ્વરૂપે અપલોડ કરે છે. એનએડી હવે ડીજીલોકર સાથે સંકલિત હોવાથી વિદ્યાર્થીઓ પોતાનાં દસ્તાવેજો સીધા ડીજીલોકર મારફતે જોઈ શકે છે. મહત્વ પૂર્ણ બાબત એ છે કે જે વિદ્યાર્થીઓએ હજી સુધી પોતાનો એબીસી આઈડી જનરેટ કર્યો નથી અથવા તેને ડીજીલોકર સાથે લિક કર્યો નથી, તેમની ડીગ્રી તથા માર્કશીટ સબંધિત માહિતી (ડેટા) ડીજીલોકરમાં અપલોડ થઈ શકશે નહીં. તેથી બધા વિદ્યાર્થીઓએ તાત્કાલિક પોતાનો એબીસી આઈડી સક્રિય કરીને ડીજીલોકર એકાઉન્ટ સાથે લિંક કરવું.
જરૂરી છે. આ માટે આધાર કાર્ડ મુજબનું નામ તથા મોબાઈલ નંબર હોવો સરકાર દ્વારા ફરજીયાત કરાયેલ છે. આ પ્રક્રિયા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ તથા કુલસચિવ ડો. અનિલ ગોરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્ય માટે પરીક્ષા નિયામક ડો. તેજલ શેઠ, સિસ્ટમ એન્જિનિયર ડો. અમર મહેતા, પ્રોગ્રામર સોયબ સોમા સહિત કમ્પ્યુટર વિભાગ અને પરીક્ષા વિભાગના કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
કચ્છ યુનિવર્સિટી દ્વારા તમામ વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના એબીસી આઈડી અને ડીજીલોકર એકાઉન્ટ તાત્કાલિક સક્રિય કરે, જેથી તેમના શૈક્ષણિક દસ્તાવેજો સુરક્ષિત રીતે ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ રહે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં યુનિવર્સીટી દ્વારા ૩૫૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓનો ડેટા ડીજી લોકરમાં મૂકી દેવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૧માં ભારત સરકાર દ્વારા એબીસી (એકેડેમિક બેંક ઓફ ક્રેડીટ)ને અમલમાં મુકવામાં આવ્યું તથા વર્ષ ૨૦૨૧-૨૨ બાદના તમામ વિદ્યાર્થીઓ માટે એબીસી આઈડી (અપર આઈડી)ભારત સરકારની વેબસાઈટ ફરજીયાત કરવામાં આવ્યું હતું. એબીસી આઈડી બન્યા બાદ વિદ્યાર્થીએ કચ્છ યુનિવર્સીટી દ્વારા અપાયેલ વિધાર્થી લોગીન માં આ માહિતી અપડેટ કરવા ફરજીયાત છે.
-----

Comments

COMMENT / REPLY FROM