કચ્છના યુવાનોને આપત્તિ વ્યવસ્થાપન અંગે તાલીમ અપાઈ
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપનની સજતા વધારવા અને સ્થાનિક સ્તરે સ્વયંસેવકોનું મજબુત માળખું ઉભું કરવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા યુવા આપદા મિત્ર સ્કિમ અંતર્ગત જિલ્લાના પ્રથમ બેંચના ૩૭ જેટલા યુવા આપદા મિત્રોને એડીઆરએફ સેન્ટર-૩, મડાણા, પાલનપુર ખાતે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ શિબિરમાં આપત્તિ વ્યવસ્થાપન વિષયની માહિતી ઉપરાંત ભૂકંપ, પૂર, વાવાઝોડું, ત્સુનામિ, ફાયર સેફ્ટી જેવી કુદરતી - માનવ સર્જીત આપત્તિઓ અને આ આપત્તિઓ સામે આત્મરક્ષણ કઈ રીતે મેળવવું તેમજ અન્યોને આવી પરિસ્થિતિઓમાંથી કઈ રીતે બચાવી શકાય તે અંગેની તાલીમ આપવામાં આવી હતી તથા મૂળભૂત શોધ અને બચાવ, સમુદાય આધારીત પ્રાથમિક સારવાર, સીપીઆર જેવા મહત્વના વિષયોથી પણ તાલીમાર્થીઓને અવગત કરવામાં આવ્યા હતા.
----------

Comments