Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ એ ડીવીજન પો.સ્ટે. વિસ્તારમાંથી વિદેશી દારૂનો કેસ શોધી કાઢતી પૂર્વ કચ્છ એલસીબી

11 November



ગાંધીધામ : પૂર્વ કચ્છ એલ.સી.બી ની ટીમ એ ડીવીજન પો.સ્ટે. વિસ્તા૨માં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક સીલ્વર કલરની નંબર પ્લેટ વગ૨ની ઇનોવા ગાડીમાં ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શીવમ નરેંદ્રસિંહ જાડેજા રહે,ભચાઉ વાળો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ભચાઉથી ગાંધીધામ તરફ આવી રહેલ છે. જે બાતમી આધારે એલ.સી.બી.ની ટીમ નેશનલ હાઇવે ઉપર વોચમાં હતી તે દરમ્યાન એક નંબર પ્લેટ વગ૨ની ઈનોવા આવતી જોવા મળેલ જે ગાડીને એલ.સી.બી.ની ટીમ દ્રારા રોકવાનો પ્રયાસ કરતા ગાડીનો ચાલક ભારે ટ્રાફિકનો લાભ લઈ ગાડી મુકીને નાશી ગયેલ જે ઇનોવા કારની એલ.સી.બી.ટીમ દ્રારા તપાસ કરતા તેમાંથી પ્રોહી મુદ્દામાલનો જથ્થો મળી આવેલ જે પ્રોહી મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે એ ડીવીજન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. હાજર ન મળી આવેલ આરોપીઓમાં (૧) ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શીવમ નરેંદ્રસિંહ જાડેજા રહે,ભચાઉનો સમાવેશ થાય છે. પોલીસે  ૫૦૦ એમ.એલ.બીયરના ટીન નંગ-૧૦૫૬ કિ.રૂ. ૨,૩૨,૩૨૦/-, નંબર પ્લેટ વગરની ઈનોવા કાર જેની કિં.૫,૦૦,૦૦૦/-, મળી  કુલ મુદામાલ-૭,૩૨,૩૨૦/-નો કબ્જે કરી એ ડીવી પો.સ્ટે. ગુ.૨.નં. ૧૫૪૧/૨૫ પ્રોહી.કલમ-૬૫(એ),૬૫(ઈ), ૯૮(૨),૧૧૬ની કલમો તળે ગુનો દાખલ કરેલ છે. આ કામગી૨ી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે..

Comments

COMMENT / REPLY FROM