Trending News
સ્થાનિક સમાચાર

આદિપુરમાં સ્પાની આડમાં દેહ વ્યાપરનો ધંધો પકડાયો 

11 November



૩ મહિલાઓને મુકત કરાવાઈ 

ગાંધીધામ - કચ્છઉદય : પૂર્વ કચ્છના ગાંધીધામ સંકૂલમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપરના ધંધાનો પર્દાફાશ કરાયો હતો. આ બાબતે મળતી વિગતો મુજબ આદિપુરમાં મૈત્રી રોડ પર દિપ કલા કોમ્પલેક્ષમાં મીજીક સ્પામાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં ત્રણ ભારતીય મહિલાઓ રાખી પોતાના આર્થિક ફાયદા માટે દેહ વ્યાપારનો ધંધો કરાવાતો હતો. દેહ વ્યાપારના ધંધા માટે સ્પામાં આવતા ગ્રાહકો પાસેથી ૧પ૦૦ મસાજ ફી લઈ સ્પાના નામે મહિલાઓ સાથે શરીર સુખ માણવાની સવલત આપવામાં આવતી હતી. ગ્રાહક મહિલાને જેટલા રૂપિયા આપે તેના અડધા રૂપિયા કમીશન પેટે લઈ લેવામાં આવતા હતા. પોલીસે મૂળ દિલ્હીના સ્પા સંચાલક મંજુ જીતરામ લોહારની ધરપકડ કરી આદિપુર પોલીસમાં ગુનો દાખલ કરાવી તપાસ હાથ ધરી છે. 

Comments

COMMENT / REPLY FROM