Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં ખાંડચોરીના નેટવર્કનો પર્દાફાશ : અંતે  સંજય દેવીપુજક(ટાઈગર) દબોચાયો : પોલીસ મુળીયા ઉલેચશે?

11 November

અબ આયા ઉંટ પહાડ કે નીચે..!


કાર્ગો વિસ્તારમાંથી ૩૦૦૦ કીલ્લો ખાંડના જથ્થા સાથે સંજય ગણપત દેવીપુજકની પોલીસે કરી ધરપકડ : ગુનો નોધી આગળની તપાસનો ધમધમાટ : ચોરાઉ જથ્થાની હેરફેર કરનાર ટાઈગરની ટોળકીમાં ફેલાયો ફફડાટ



મારો કોઈ વાળ પણ વાંકે ન કરી શકે, હું બધાયને ટોપ ટુ બોટમ હપ્તા આપું છુ, કહેનાર ભંગાર-ઘંઉ-ચોખા-ચોરને પૂર્વ કચ્છ એસપીશ્રીએ કાયદાનું કરાવી દીધું ભાન 


ખાટલે મોટી ખોટ : ચોરાઉ ખાંડ લાવ્ય કયાંથી? કેટલા સમયથી કરતો હતો ચોરી? ખાંડ સિવાય અન્ય કઈ કઈ વસ્તુઓ આધાર પુરાવા વિનાની ટાઈગર કરી રહ્યો છે હેરફેર? ખાખીમાંથી ટાઈગરની સાથે કોની કોની છે ભાગબટાઈ? કેટલાને ટાઈગર આપતો હતો સેકસન? તપાસ તટસ્થ થાશે તો ઘણુ બધુ બહાર આવશે?



રેલવે પોલીસતંત્ર પણ કેમ અંધારામાં? રેલવેમાં આવતી ખાંડ સહીતની વસ્તુઓના રેકમાં આ બની બેઠેલ ટાઈગર ટોળકી આગળ ઢોરોના ટોળા ગોઠવી દે અને બાદમાં રેલ ધીમી થાય એટલે તેની ટોળકી રેકમાથી માલની સિફતપૂર્વક ચોરી કરી લેતી હોવાની ધરાવે છે મોડસ ઓપરેન્ડી.., આ બાબતે રેલવે પોલીસ-જીઆરપીએફ-આરપીએસ સહિતનાઓએ પણ દાખવી જોઈએ સતર્કતા


ગાંધીધામ  - કચ્છઉદય :ઃ પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ શહેર-સંકુલમાં ચોરાઉ ચીજવસ્તુઓની હેરફેરને લઈને અમુક તત્વો સમયાંતરે ચર્ચાનુ કારણ બનતા રહેતા હોય છે. જે પૈકીના અમુક તો સતત મુછોને તાવ દઈને કહેતા ફરતા રહે છે કે મારૂ કોઈ કાંઈ બગાડી નહી શકે, હુ બધાયને સાચવુ છુ, આવા પૈકીના જ એક તત્વને પૂર્વ કચ્છ એસપીએ કાયદાનુ પાઠ ભણાવી દીધો હોવાનો ઘટનાક્રમ સામે આવવા પામી રહ્ય છે. 
આ બાબતે પૂર્વ કચ્છ પોલીસમાથી જ મળતી માહીતી અનુસાર પૂર્વ કચ્છ પોલીસના બી ડીવીઝન મથકને મળેલી બાતમીના આધારે તપાસ કરતા કાર્ગો ઝૂપડપટ્ટી વિસ્તારમાંથી ૩૦૦૦ કીલ્લો જેટલી ખાંડ આધાર-પુરાવા વિનાનો ૩ ટનનો જથ્થો જેની કિમંત ૧ કીલ્લોના રપ રૂપીયા લેખે ૭પ હજાર થવા પામી રહી છે તે કબ્જે કરી છે. અને બીએનએસની કલમ ૧૦૬ મુજબ મુદામાલ કબ્જે કરી બીએનએસની કલમ ૩પ(ર) મુજબ એક શખ્સની અટક કરવામા આવી છે. કાર્ગો ઝૂપડપટ્ટીના જ રહેવસી સંજય ગણપતભાઈ દેવીપુજક ઉર્ફે ટાઈગર ઉ.વ.૩૩ની ધરપકડ કરવામા આવી છે. આ બાબતે આગળની તપાસ અમરસિંહ ઠાકોર કરી રહ્યા છે. ખાંડ તથા આરોપીઓને પકવાની કામગીરીમાં રમણભાઈ ભીમાવત, સરેશભાઈ પીઠીયા, પુષ્પરાજ ગોહીલ, અરવિંદ ગંગર, મુકેશ રાઠવા, રવિ પરમાર સહિતનાઓ જોડાયા 
હતા. 


........


એસપીશ્રીની સમયસુચકતા સરાહનીય : 
સ્થાનિકે તો કાર્યવાહી કરવામાં લાજનો તણાયો ધૂમટો.!

ટાઈગરના ચોરાઉ માલ-જથ્થાના અડ્ડા બાબતે સ્થાનિકે, એલસીબી સહીતમાં ફોન કરાયા પરંતુ કોઈએ કાર્યવાહીની તસ્દી ન લીધી, ના છુટકે એસપીશ્રીને જાણ કરવામા આવતા તાબડતોડ સફળ દરોડો પડાયો


ગાંધીધામ :પૂૃર્વ કચ્છના એસપીશ્રી સાગર બાગમાર કાયદો વ્યવસ્થાને સજજડ રાખવા માટે સદાય ખડપેગે રહેતા હોય છે. જાણકારો કહી રહ્યા છે કે, ટાઈગરના અડ્ડા પર ચોરાઉ ખાંડનો તગડો જથ્થો પડયો છે જેને પકડવા માટે મુદામાલ સાથે તે જસમયે સ્થાનિક ખાખીધારીઓ તથા એલસીબી સહીતમાં ફોન કરાયા હતા પરંતુ ટાઈગરના નામની લાજ કાઢતા હેાય તેમ કોઈએ કાર્યવાહી કરવાની તસ્દી જ ન લીધી પરંતુ નાછુટકે એસપીશ્રીને આ બાબતે જાણ કરવામા આવતા તેઓએ તરત જ કડક સુચનો આપતા મને કમને ટાઈગરના અડ્ડા પર સફળ દરોડો પાવામાં આવ્યો હોવાનુ કહેવાય છે.


..............

આ ટાઈગર પર કયા ‘ઈશ્વર’ના છે આર્શીવાદ?

ટાઈગરની સાથે ખાખીના કયા કયા પલળેલા તત્વોની છે ભાગબટાઈ? ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો ઘણુ બહાર આવશે


ગાંધીધામ : ટાઈગરની ખાંડ આધાર પુરાવા વિનાની પકડાઈ છે ત્યારે અહી સવાલ એવો પણ થાય છે કે બિનધાસ્ત આ રીતે ટાઈગર ચોરાઉ ચીજવસ્તુઓની ખુલ્લેઆમ હેરફેર કરી રહ્યો છે તો તેના પર કયા ઈશ્વરના આર્શીવાદ રહ્યા છે. ખાખીમાથી ટાઈગરની સાથે કોણ  ભાગબટાઈમાં રહેલા છે? કારણ કે આ રીતે ખાખીની સીધી કે પરોક્ષ મદદગારી કે સંડોવણી વિના ચોરી થઈ શકે નહી?


................


ટાઈગરના મોબાઈલ ફોનની એફએસએલ તપાસણી કરાવો


ગાંધીધામ : ગાંધીધામ સંકુલમાં ચોરાઉ ચીજવસ્તુઓની હેરફેરનુ ોટુ નેટવર્ક બનાવી બેઠલ ટાઈગર કેટલો ફાટીને ફુલેકે ગયો છે કે હવે તો બિનધાસ્ત આ ચોરીની વસ્તુઓ ગોડાઉનોમાં રાખી અને વેપલો કરી રહ્યો છે. ત્યારે હાલમાં જયારે તેની સામે ફરીયાદ થવા પામી છે તો આ ટાઈગરનો મોબાઈલ ફોન એફએસએલ તપાસણી અર્થે મોકલાવે જોઈએ. ઘણો બધો રેકોર્ડ બહાર આવશે. ટાઈગર કયા કયા ભ્રષ્ટ વહીવટદારોની સાથે સાંઠગાંઠ ધરાવે છે, કોની છત્રછાયા તેના પર રહેલી છે? કોને કેટલા હપ્તાઓ શેના પેટે આપી રહ્યો છે? તેની ગેંગમાં કોણ કોણ છે? સહિતના ઘણા ખુલાસા થવા પામી જશે. 


..............

મનપા કમિશ્નરશ્રી ગુરવાણી કરે વક્રદ્રષ્ટી : 
ટાઈગરના મોટા વાડાનું દબાણ તોડો..!


જો ચકાસણી કરવામ આવશે તો આ વાડામાં 
પાણી-લાઈટના જોડાણો પણ ગેરકાયદેસર જ મળી આવશે : પોલીસ-પીજીવીસીએલના અધિકારીઓ કેમ અહી ત્રાટકતા નથી?

ગુનેગારોની ગેરકાયદેસર સંપત્તી પર બુલડોજર ફરે છે, તો આ બની બેઠેલ ટાઈગરની આવી મિલ્કતો  પર પોલીસની કાર્યવાહી કયારે? હવે તો પોલીસ ચોપડે જ ચડી જવા પામો છે, હવે પોલીસ તેના ગેરકાયદેસર બાંધકામો દુર કરાવશે કે નહી?



ગાંધીધામ : પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરમાં દબાણો ઐતિહાસીક રીતે તુટી રહ્યા છે, તો પછી આ ટાઈગરના નેશનલ હાઈવે પર કરેલા દબાણો કેમ તોડવામાં નથી આવતા? જાણકારો કહી રહ્યા છે કે,આ ટાઈગર નેશનલ હાઈવે પર વાડાના નામે મોટુ દબાણ કરીને બેઠો છે. આ અંગે ગાંધીધામ મનપા કમિશ્નરશ્રી સહીતનાઓએ ત્રાટકવાની જરૂર છે? આ દબાણોના ઠામો પર જ તે ચોરાઉ માલ સંગ્રહ કરીને રાખી રહ્યો છે.





 

Comments

COMMENT / REPLY FROM