Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ યુનિવર્સિટીમાં ફર્ટીલાઇઝર કોટિંગ ઉપરનું સંશોધન કાર્ય શરૂ થશે

10 November



ભુજ - કચ્છઉદય : ખેતીમાં ખાતરની માંગને ધ્યાને લઈને સામાન્ય રીતે ફર્ટિલાઈઝર સેક્ટરમાં ઇનોવેશન પર નવા વિચારોને આમંત્રણ આપવામાં આવે છે અને નેનો યુરિયાને ખાતર નિયંત્રણ આદેશ ૧૯૮૫માં કામ ચલાઉ રીતે સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય અર્થતંત્રમાં ખાતર પરના કોટિંગનું, ખાસ કરીને નીમ કોટિંગ યુરિયાનું નોંધપાત્ર યોગદાન છે. પરંતુ નીમ કોટિંગ માટે વિશાળ પ્રમાણમાં લીંબુડીના તેલની જરૂરિયાત રહે છે. જેથી ખર્ચમાં પણ વધારો થાય છે. તથા આ અન્ય ખાતર જેવા કે કોસ્કેટ ખાતર માટે પણ કોટિંગ મટીરીયલની ખુબ જ જરૂરિયાત છે.
કચ્છ યુનિવર્સિટીના રસાયણ શાસ્ત્ર ભવનમાં એસોસિએટ પ્રોકેસર ડો. વિજય રામના માર્ગદર્શનમાં ફર્ટીલાઇઝર કોટિંગ ઉપરનું સંશોધન ટૂંક સમયમાં શરૂ થશે. ડો. વિજય રામ જણાવ્યું હતું કે, એક કન્સલ્ટન્સી પ્રોજેક્ટ છે, જેમાં રસાયણ શાસ્ત્ર ભવન, કચ્છ યુનિવર્સિટી, ભુજ અને ટ્રાન્સવજ૫ ફટીકેમ લિમિટેડ, કંડલા વચ્ચે સંશોધન પ્રક્રિયા અને જરૂરી ટ્રાયલ્સ લેવામાં આવશે. આ માટે જુનિયર રિસર્ચ ફેલો માટે જાહેરાત બાહ્ય પાડવામાં આવી હતી, જેના માટે વિવિધ જિલ્લાઓમાંથી અરજીઓ પ્રાપ્તન્ થઈ છે. ટૂંક સમયમાં જુનિયર રિસર્ચ ફેલોની નિમણુંક પણ કરવામાં આવશે.
ખેડૂતોને સસ્તા ભાવે ખાતરો મળવા માટે સરકારને નોંધપાત્ર નાણાં ખર્ચવાં પડે છે. ૨૦૨૫-૨૬ના બજેટમાં યુરિયા સબ્સિડીઓ માટે રૂા. ૧.૧૯ ટ્રિલિયનની કાળવણી કરવામાં આવી છે, જે ખાતર સબસીડીઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે. યુરિયાના ભાવને સ્થિર રાખવામાં મદદ કરે છે, જે ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવે છે. જો કે, ભારત હજુ પણ યુરિયા અને ખાતર ઉત્પાદન માટેના કાચા માલમાં આયાત પર આધારિત છે, જે દેશના અર્થતંત્ર માટે એક પડકાર બની રહ્યો છે. ખાતર કોટિંગ અંગે સંશોધન કરવાના કરારમાં, મુખ્ય ઉદ્દેશ્ય ખાતરના હેન્ડલિંગ અને ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન થતી ધૂળના કારણે થતા નુકસાનને ઘટાડવો છે. સંશોધનથી ખેડૂતોને ખાતરના હેન્ડલિંગ ખર્ચમાં ઘટાડો થશે. આથી ખેડૂતોને નવા ખાતરના ઉપયોગમાં ઘટાડો થઇ શકે છે, જેનું પરણામરૂપ સરકારને સબ્સિડીઓમાં નોંધપાત્ર બચત થશે, જે દેશના કૃષિ બજેટ પર સકારાત્મક અસર કરશે.
સંશોધન પ્રોજેક્ટથી ખેડ્‌તોને વધુ અસરકારક અને આર્થિક રીતે સસ્તી ખેતી કરવાની તક મળશે, જેનાથી તેઓ વધુ પ્રોડક્ટિવ અને નફાકારક બની શકશે. આ અભિગમને કારણે સમગ્ર દેશના કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવામાં મદદ મળશે, અને દેશના અર્થતંત્રમાં સુધારો લાવશે. સંશોધન કરાર સાથે વિદ્યાર્થીઓને નવી તક અને ઉધોગ સાથેનો સહકાર પ્રાપ્ત થશે, જે કૃષિ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ લાવશે.
સંશોધન કાર્ય કરી રહેલા એસોસિએટ પ્રોફેસર ડો. વિજય રામને કુલપતિ ડો. મોહનભાઇ પટેલ, રજિસ્ટ્રાર ડો અનિલભાઈ ગોર, આઈ ક્યુ એસીના ડાયરેક્ટર પ્રોફેસર ડો. કશ્મીરા મેહતા, આર એન્ડ ડી ડિપાર્ટમેન્ટના ડો. ગૌરવ ચૌહાણ દ્વારા એક પુસ્તક આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

Comments

COMMENT / REPLY FROM