બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત ઓરિએન્ટેશન એન્ડ સેન્સિટાઈઝેશન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ગાંધીધામ - કચ્છઉદય : ભચાઉના તાલુકાના મોરગર ખાતે“બેટી બચાવો બેટી પઢાવો” યોજનાના અન્વયે જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ “ઓરિએન્ટેશન એન્ડ સેન્સિટાઈઝેશન” જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ગામના સરપંચ રાજેશભાઈ બત્રા દ્વારા ઉપસ્થિત તમામનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કો-ઓર્ડિનેટર ફોરમબેન વ્યાસ દ્વારા મહિલાઓને વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, કન્યા શિક્ષણ તેમજ સાયબર સેફ્ટી વિશે જાગૃતતા લાવવાના હેતુથી મહત્વપૂર્ણ માહિતી અપાઈ હતી. મોબાઈલ ફોનનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ભાવનાબેન દ્વારા સેન્ટર અંગે માહિતગાર કરવામાં આવ્યું હતું. આઈ.સી.ડી.એસ.ના મુખ્ય સેવિકા તારાબેન ઠક્કરે પોષણ તેમજ અલગ અલગ યોજાના અંગે માહિતી આપી હતી. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનાં કાઉન્સિલર પ્રવિણાબેન દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇન કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે ઉપયોગી થાય છે તે અંગે માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગના મિલનભાઈ રમણાસરે આરોગ્ય સંબંધિત માહિતી આપી હતી. સંચાલન બાલિકા પંચાયતના સભ્ય ખુશીબેન બત્રા દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસરે હાજર તમામ મહિલાઓ અને કિશોરીઓને મહિલાલક્ષી યોજનાઓ અંગેના પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ, કિશોરીઓ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન દિપ્તીબેન ઠક્કર, વર્ષાબેન બાંભણિયા, ક્રિષ્નાબેન ભુડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
----

Comments