Trending News
સ્થાનિક સમાચાર

વરસામેડીના મકાનમાંથી પીતળના વાસણો સહિત ઘરવખરી ચોરાઈ 

08 November



વાંઢિયાના સબ સ્ટેશનમાંથી કેબલ તફડાવાયો : શિરાયામાં જેસીબીમાંથી મોબાઈલની ઉઠાંતરી 

ભુજ - કચ્છ ઉદય : જિલ્લામાં અલગ અલગ ત્રણ સ્થળોએ ચોરીની ઘટના સામે આવી છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ અંજાર તાલુકાના વરસામેડી ગામે આવેલ સાગર રેસિડેન્સી સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો હતો. ફરિયાદી મહેશભાઈ શિવશંકરભાઈ પ્રસાદના જણાવ્યા પ્રમાણે કોઈ ચોર ઈસમે તેમના ઘરના મેઈન દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કરી પીતળના વાસણો, ઈલેકટ્રીક શગડી, ચાર સાડી, ત્રણ ડ્રેસ મળી કુલ રર,પ૦૦ ના મુદ્દામાલની ચોરી કરી હતી. જે અંગે અંજાર પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. 
આ તરફ ભચાઉ તાલુકાના વાંઢિયા સીમમાં વેસ્ટાસ કંપનીના રર૦ કેવી સબ સ્ટેશનમાંથી ચોરી કરવામાં આવી હતી. ફરિયાદી હુશેનભાઈ વલીમામદભાઈ ત્રાયાના જણાવ્યા પ્રમાણે ચોર ઈસમે જંગી સીમમાં આવેલ સબ સ્ટેશનના ગોેડાઉનમાં પ્રવેશ કરી ૪પ હજારના વાયરની ચોરી કરી હતી જે અંગે ગામના દેવજી કમાભાઈ આહિર, વિજય કમાભાઈ કોલી, દીપક નાગશીભાઈ કોલી સામે શંકા વ્યક્ત કરવામાં આવી હતી. સામખિયાળી પોલીસે તપાસ હાથ ધરી છે. દરમિયાન મુન્દ્રા તાલુકાના શિરાચા સીમ વિસ્તારમાં વેસ્ટ પોર્ટની બાજુમાં એમપીએલ કંપનીના પોકેટ-૧ ગેટ પાસે જેસીબીમાંથી મોબાઈલ ચોરાયો હતો. ફરિયાદી ઝરપરાના ધનરાજ પતરામલ ગઢવીના જણાવ્યા પ્રમાણે તેમનો ૩પ હજારનો વીવો કંપનીનો મોબાઈલ રાખવામાં આવ્યો હતો. જેની ચોરી થઈ હતી. જેથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 

Comments

COMMENT / REPLY FROM