Trending News
સ્થાનિક સમાચાર

ભુજ આઈટીઆઈ ખાતે ૧૦ નવેમ્બરના રોજગાર ભરતીમેળો યોજાશે

07 November


ભુજ - કચ્છઉદય : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, કચ્છ અને આઈટીઆઈ, ભુજના સંયુક્ત ઉપક્રમે તા. ૧૦ નવેમ્બરના  સોમવારના રોજ સવારે ૧૦ કલાકે આઈટીઆઈ ભુજ, લેવા પટેલ હોસ્પિટલ પાછળ, ભુજ ખાતે એપ્રેન્ટિસ તથા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતીમેળામાં એસએસસી, એચએસસી, આઈટીઆઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો ભાગ લઈ શકે છે. જેમાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતા ઉપસ્થિત રહેશે. આ ભરતીમેળામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો અને બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવું તેવુ રોજગાર અધિકારી ભુજની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.
--------

Comments

COMMENT / REPLY FROM