Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની શાળાઓના ૪ લાખ વિદ્યાર્થીઓએ વંદે માતરમ્‌ ગીતનું કર્યું ગાન

07 November



ભુજ - કચ્છઉદય : ભારતની આઝાદીમાં મોખરાનું સ્થાન ધરાવતાં બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલ રાષ્ટ્ર ગીત ‘વંદે માતરમ્‌’ ની રચનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યની સાથે કચ્છની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક શાળાઓમાં રાષ્ટ્ર ગીત ગાઈને ભારતની ઉન્નતિ અર્થે  શપથ લેવામાં આવવ્યા હતા. સમગ્ર જિલ્લામાં ચાર લાખથી વધારે વિદ્યાર્થીઓ તેમજ ૫૦ હજાર કરતાં વધારે વાલીઓમાં રાષ્ટ્ર જાગરણ સમા કાર્યક્રમમાં હોંશભેર સહભાગી બન્યા હતા. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા આર.ડી. વરસાણી હાઈસ્કુલ ભુજ ખાતે, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ભુજની લાલન કોલેજ ખાતે તેમજ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા  નખત્રાણાની ટી. ડી. વેલાણી હાઇસ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. 
---

Comments

COMMENT / REPLY FROM