Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં નર્મદાની મુખ્ય લાઈનમાં ભંગાણ થતાં શહેરમાં પાણી વિતરણ ખોરવાશે

07 November



બે દિવસ સુધી ભુજને પાણી મળશે નહીં, જેથી શહેરીજનોને કરકસર પૂર્વક પાણી વાપરવા કરી અપીલ : પાણીની લાઈનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ 


ભુજ કચ્છઉદય : અહીંની નગરપાલિકા પાણી પુરવઠા યોજના નર્મદા પાણીની મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ પડેલ હોઈ આવનાર બે દિવસથી પાણીની લાઈનની મેઈન્ટેનન્સની કામગીરી યુદ્ધના ધોરણે પ્રગતિમાં છે. આ કામગીરી આગમી એક કે બે દિવસમાં પૂર્ણ થશે, જેથી ભુજ શહેરને મળતું નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી શકશે નહિ, જેના કારણે ભુજ શહેરમાં પાણી મળશે નહીં તેવું ભુજ નગરપાલિકાના વોટર સપ્લાયના ચેરમેન સંજયભાઈ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું હતુંવધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભુજ નગરપાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી, પાલિકાના પદાધિકારીઓ દ્વારા શહેરીજનોને પાણીનો કરકસરથી ઉપયોગ કરવાનો અનુરોધ કરવામાં આવે તેમજ મેઈન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયેથી પાણી સપ્લાય રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે તેવું ભુજ નગરપાલિકાની યાદીમાં 
જણાવાયું છે.

Comments

COMMENT / REPLY FROM