Trending News
સ્થાનિક સમાચાર

સુન્ની મુસ્લિમ સમાજના ધર્મગુરૂને આવકારવા  કચ્છના મુસ્લિમ સમાજમાં ઉત્સાહ

06 November



ગાંધીધામ : વિશ્વના સુન્ની મુસ્લિમ સમાજના મઝહબી રહનુમા (ધર્મગુરૂ) સૈયદ હાસીમ અલ ગીલાની (યુકે) (સૈયદ અબ્દુલ કાદીર જીલાની જેને મોટાપીર તરીકે પણ ઓળખાય છે) તેમના ૧૮મી પેઢીના વંશજ પૌત્ર છે  સજ્જાદાનશીન આગામી તા.૧૧-૧૧ના ત્રણ દિવસના કચ્છના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેમને આવકારવા સમગ્ર મુસ્લિમ સમાજમા અનેરો ઉત્સાહ છે. તેમની સાથે સૈયદ મઝહર અબ્બાસ બાવા કાદરી સૈયદ યાસીન બાપુ કાદરી (અમદાવાદ) તથા ઈકબાલ મેમણ, વસીમ નવીવાલા, એજાજ મેમણ, બયતુલા ચીશ્તી (મુંબઈ) પણ સાથે આવી રહ્યા છે. 
કચ્છના મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ પોતાની યાદીમાં જણાવેલ કે, તેમણે સૈયદ મઝહર અબ્બાસ બાવાને વિનંતી કરેલ કે, સૈયદ હાસીમ અલ ગીલાની પધારે અને મુફ્તિ એ આઝમ કચ્છ સૈયદ હાજી અહમદશા બાવા (ર.અ.)ની મઝાર પર ચાદર પોશી તથા દુવા કરે અને તેમના પરીવાર સાથે મુલાકાત કરે જેનો લાભ તમામ કચ્છના મુસ્લિમ સમાજને મળે જે અનુસંધાને આમંત્રણને સ્વીકારી સૈયદ હઝરત હાસીમ અલ ગીલાની સાહેબ કચ્છ આવી રહ્યા છે. તેઓ તા. ૧૧-૧૧ના મુંબઈથી ભુજ વિમાન માર્ગે આવશે. ત્રણ દિવસનો રોકાણ હોટેલ રેડીશન ખાતે ગાંધીધામ રહેશે. તા. ૧૨ના સાજે ૫ વાગે હઝરત મખદુમ ઈબ્રાહીમ બાવા તથા સૈયદ હાજી અહમદશા બાવા (માડવી સલાયા)ની મઝાર પર ચાદરપોશી કરી દુવા કરશે. 
મુફ્તિ એ આઝમ કચ્છના પરીવાર સૈયદ અમીનશા બાવા તથા તેમના ભાઈઓ સાથે મુલાકાત કરશે. પ્રોગ્રામને સફળ બનાવવા મુસ્લિમ અગ્રણીઓ હાજી જુમા રાયમા, સૈયદ અનવરશા બાવા, સૈયદ તાલીમ હુશેન, દાઉદ બોલીયા, મહમદ આગરીયા, આદમ પઢીયાર, હુશેન આગરીયા, રફીક બારા, હાજી ઈસ્માઈલ જુસબ આગરિયા, દીનમહમદ રાયમા, સાદીક રાયમા, રમજુ કુભાર, ફતેમામદ રાઉમા સહિત જહેમત ઉઠાવી રહ્યા છે. આવનાર મહેમાન અરબી તથા અગ્રેજી ભાષા જાણતા હોઈ દુભાસીયા તરીકે હાજી જુમા રાયમાના પુત્ર હાજી શબીર રાયમા તેમની સાથે રહેશે. સૈયદ હાસીમ અલ ગીલાની અંજાર ખાતે નીર્માણાધીન એચ.આર. હોસ્પીટલની સાઈડ પર મુલાકાત કરી દુવા કરશે. 
અખીલ કચ્છ સુન્ની મુસ્લિમ હીત રક્ષક સમીતીના પ્રમુખ સલીમ જતે જણાવ્યું હતુ કે, શેખ સૈયદ હાસીમ અલ ગીલાની કચ્છ પધારી રહ્યા છે ત્યારે સમગ્ર સુન્ની મુસ્લિમ સમાજ વતી આવકારૂ છું તેમની રૂહાની ફૈઝનો લાભ  લોકોને મળશે. ઈતેહાદુલ મુસ્લોમીન હીંદના અધ્યક્ષ મહમદ આગરીયાએ જણાવેલ કે, સમગ્ર વિશ્વના સુન્ની સમાજના ધર્મગુરુ આવતા હોઈ સમગ્ર કચ્છમાં અનેરો ઉત્સાહ છે તેમને આવકારુ છું તથા તેમના આગમન સુન્ની મુસ્લિમ સમાજ માટે એક ગર્વની વાત છે. તેઓ તા.૧૪/૧૧ના સવારે ભુજથી વિમાન માર્ગે પરત મુંબઈ જશે તેવુ મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ જણાવ્યું છે.
----

Comments

COMMENT / REPLY FROM