Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં ‘સર’ની કામગીરીમાં લીંપાપોત્તી : ઘરોઘર જવાના બદલે BLO એ ચલાવી ઘરની ધોરાજી?

06 November



ગાંધીધામના ઓસ્લો વિસ્તાર પાસે સેકટર એકથી ત્રણ-ચારના વિસ્તારોમાં ઘરોઘર જવાના બદલે બીએલઓ એક જ જગ્યાએ બેસીની કામગીરી કરતા વિવાદ છંછેડાયો 


સ્પેશ્યલ રીવીઝનલ મતદાર યાદી તૈયાર કરવાની ઈસીના આદેશની શું કરવામાં આવી ઐસીતૈસી? કોણ જવાબાદર? કોણે આ મુજબની આપી મંજુરી? સરકારી વિભાગમાંથી આ પ્રમાણે ગોઠવણો કોના આદેશથી કરાઈ? જો આવી જ રીતે સરની કામગીરી થઈ શકતી હોય તો તે આખાય કચ્છમાં કેમ આ મુજબ કરવામાં ન આવી? શું બીએલઓને તાલીમમાં સરકારી જવાબદાર અધિકારીઓએ આ જ શીખવાડયું છે?


ચૂંટણી શાખા ડે.કલેકટરશ્રી કરાવે કડક 
તપાસ : ગાંધીધામ મામલતદારશ્રી હજુય દિવાળીની રજાઓ અને મીઠાઈ આરોગવાના જ મુડમાં છે કે શું? સર જેવી અતિ મહત્વપૂર્ણ કામગીરીમાં આ મુજબની લાપરવાહી કેવી રીતે ચાલે? કે પછી તેઓની મંજુરીથી જ બીએલઓએ ઘરોઘર જવાના બદલે 
ઘરની ધોરાજી ચલાવી દીધી છે?



ગાંધીધામ : એકતરફ બીહાર વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન આજ રોજ ચાલી રહ્યુ છે અને દેશમાં સર્વ પ્રથમ બિહારમાં સર લાગુ પડયા બાદ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જ સત્તાવાર પ્રેસ યોજી અને ગુજરાતના ૧ર રાજયોમાં સરની કામગીરીનો આરંભ કરવાનો આદેશ માર્ગદર્શિકા સાથે આપી દીધો છે. ગુજરાતમાં સરની કામગીરી કરવા માટે જરૂરી માળખુ અને બીએલઓને તાલીમ સહિતની વ્યવસ્થાઓ કરવામા આવી હતી. જે અનુસંધાન બીએલઓને ઘરોઘર જઈ અને સર-સ્પેશ્યલ રીવીઝનલ મતદાર યાદી તૈયાર કરવાના સ્પષ્ટ આદેશ આપેલા છે. જે કામગીરીનો કચ્છમાં પણ આરંભ થવા પામી ચૂકયો છે. પરંતુ જાણે કે, શરૂઆતથી જ વિવાદમા રહેલી સરની કામગીરીમાં કયાંક ને કયાંક બીએલઓ પોતાની મનસ્વી રીતીનીતીઓ-નીયમો ઘડી કામગીરી કરી રહ્યા હોય તેવો એક કિસ્સો ગાંધીધામમાં સામે આવવા પામી ગયો છે. 
આ મામલે મળેલી વિગતો અનુસાર શહેરના ઓસ્લો વિસ્તારની પાસેના સેકટર એકથી ચાર સુધીના વિસ્તારમાં ફાળવાયેલા બીએલઓને ઘરોઘર કામગીરી કરવા જવાના બદલે કોઈ એક ચોકકસ સ્થળ શોધી અને ત્યાં જ ટેબલ-ખુરશીઓ રાખી અને સર માટેની પ્રક્રીયાઓ શરૂ કરી દીધી હતી. ખરેખર આ રીતે બીએલઓ દ્વારા જો કામગીરી કરવામા આવી હોય તો તે ઉચિત ગણાય ખરી? અને જો ઉચિત ગણાય તો પછી આખાય કચ્છ-ગુજરાતમાં આવી વ્યસ્થાઓ કેમ લાગુ કરવામાં ન આવી? બીએલઓ બચાવમાં કહી રહ્યા છે કે સ્થાનિક ઓગવાનો સાથે સંકલન કરીને આ કામગીરી કરવામા આવી છે? જો એમ 
પણ કદાચ થઈ શકતુ હોય તો તાલીમ દરમ્યાન બધા જ બીએલઓને કેમ આવુ માર્ગદર્શન આપવામાં ન આવ્યુ? કચ્છ આખાયમાં આવા સંકલન ન કરાયા? અહી જાણકારો કહી રહ્યા છે કે ચુંટણી એ રાષ્ટ્રીય હિતની પ્રવૃતી-કામગીરી છે. તેમાં કેન્દ્રીય કક્ષાએથી ઘડાયેલી નીતીઓ અનુસાર જ ફરજીયાત સૌને અનુસરવાનુ રહેતુ હોય છે. તો પછી આ રીતે ઘરોઘર જવાના બદલે એક જ સ્થળ પર બેસીને કાર્યવાહી કરી કેન્દ્રીય ચૂંટણી પંચ-કચછ કલેકટરશ્રી સહીતનાઆના આદેશની એસીતૈસી કયા આધારે અહી કરવામાં આવી છે? આવા અનેક સવાો ઉભા થવા પામી રહ્યા છે. જોવાનુ રહ્યુ કે, આ બાબતે તપાસ કરવામાં આવશે અને અન્યો પણ આગામી દીવસોમાં સરની કામગીરીમાં લીંપાપોત્તી કરતા અટકે તે માટે કોઈ શિક્ષાત્મક પગલા પણ લેવાશે કે પછી સબ સલામત હેના તાલે ઢાંકપીછોડો જ કરી લેવાશે?

Comments

COMMENT / REPLY FROM