Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉમાં SMC  ત્રાટકી : કરોડોનો દારૂ મુંદરા-ગજોડ પટ્ટામાં અનોપના કયા સાગરીતે જ મંગાવ્યો હતો?

06 November

કચ્છ બોર્ડર રેન્જના કડક-તટસ્થ આઈજીશ્રી કરાવે તપાસ



વિજિલન્સ એ ત્રાટકીને પકડેલો જંગી દારૂનો જથ્થો મુંદરા આવતો હોવાનો થયો છે ખુલાસો : 
પુના જેવા કુખ્યાત બુટલેગરના ઈશારે અનોપની ગેંગે જ વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની છે ચર્ચા : પુનો જેલમાં છે, અનોપ પર પાસા થયેલા છે, ઉપરાંત પણ પશ્ચિમ કચ્છમાં દારૂની થાય છે મોટી રેલમછેલ?



વહીવટદાર વિજય મહેરબાન તો અનોપની લીકર ટોળકી પહેલવાન : અનોપના ઝડપાઈ જતા તેના કયા સાગરીતે ‘‘હિંમત’’ કરી અને દારૂના નેટવર્કની જવાબદારી સંભાળી? : વહીવટની રકમની લેનદેન કરવા કાળા કલરની સ્કોર્પીયો કાર ભુજના કયા આંગડીયામાં આવે છે? જાણકારોમાં ચર્ચા


ત્રગડી-માંડવી પટ્ટાના બુટલેગર ‘યુવરાજ’નો છ કરોડથી વધુનો દારૂ પકડાયો અને તેને પણ જેલ હવાલે થવાની સ્થિતી આવી? તેમાં ખરેખર કાર્યવાહી થઈ છે કે પછી ભ્રષ્ટ ખાખીના અમુક વહીવટદારો અને લીકરકીંગે યુવરાજની દવા કરી અને માંડવી-ત્રગડી-અબડાસા લાઈનમાં પોતાના કોઈ બુટલેગરને ગોઠવી લીધો?


ગાંધીધામ : સરહદી કચ્છ જિલ્લામાં એકતરફ કેન્દ્ર અને ગુજરાત સરકાર તમામ પ્રકારની સાવચેતીઓ દાખવી અને કાયદો વ્યવસ્થા સજજ રહે તે માટે ખુદ આંટાફેરાઓ કરી રહ્યા છે ત્યારે બીજીતરફ જાણે કે, કયાંક ને કયાંક જેઓની પ્રાથમિક જવાબદારી બની રહી છે તેવુ સ્થાનિક પોલીસતંત્ર એક યા બીજી રીતે છાશવારે અહી ઉંધતુ જડપાવવા પામી રહ્યુ હોવાની સ્થિતી ટુંકાગાળામાં જ બનતી જોવા મળી રહી છે. દિવાળી પહેલા પશ્ચીમ કચ્છમાં દારૂના મોટા વકરી ચુકેલા નેટવર્ક પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડીઓ ત્રાટકી અને ખુલાસાઓ કરી સ્થાનિક પોલીસની લાપરવાહી છત્તી કરી હતી, તો હવે જાણે કે દીવાળી બાદ પૂર્વ કચ્છમાં એસએમસી દારૂના વકરી ગયેલા સડ્ડાને ખુલ્લો પાડીરહી હોય તેમ ટુંકાગાળામાં એસએમસીએ બે અલગ અલગ મોટા દરોડાઓ પાડી અને દેશી-અંગ્રેજી દારૂના હાટડાવાળાઓમા ફફડાટ ફેલાવી દીધો છે. 
તાજેતરમાં જ એસએમસીની ટીમ દ્વારા ભચાઉ પાસે આવેલી એક હોટેલમાંથી બે કરોડથી વધુનો મુદામાલ સહિત દારૂનો જંગી જથ્થો કબ્જે કર્યો છે અને આ દારૂનો જથ્થો મુંદરા લઈ જવાતો હોવાની પ્રાથમીક વાત સામે આવવા પામી રહી છે. ત્યારે કહેવાય છે કે, મુંદરા પટ્ટામાં આ દારૂનો જથ્થો વાગડ પટ્ટાના પુનાના ઈશારે અનોપ કે જેની સામે તાજેતરમાં જ પાસા થવા પામ્યા છે તેના સાગરીત ટોળકીએ જ મંગાવેલો હતો. જો આ વાત સાચી હોય તો ખુબજ ચિંતાજનક કહેવાય. પુનો જેલમાં બેઠો છે, અનોપને પાસા થઈ ગયા છે ઉપરાંત પણ કરોડોનો દારૂ તેઓ ઠાલવી જ રહ્યા હોય તે સરહદી કચ્છને માટે કેટલુ ઉચિત કહેવાય? કચ્છ બોર્ડર રેન્જના તટસ્થ અને કડક રેન્જ આઈજીશ્રી આ બાબતે તપાસ કરાવે કે મુંદરા તરફ આવતો આ દારૂનો જથ્થો હકીકતમાં કોણે મંગાવેલો હતો? કયાં ઠલવાવાનો હતો? જો તપાસ તટસ્થ થશે તો અનોપના સાગરીતો અને ફોલ્ડરીયાઓનો જ નામ સામે આવશે? પુનો અનિલ પંડયા પાસેની લાઈનથી દારૂ મંગાવી રહ્યો છે, પુનો ખુદ ખુબજ ચકચારમા આવી ગયો હોવાથી તેણે ગાડી દીઠ કમીશન પર અનોપને દારૂની લાઈન આપી દીધી હતી, હવે અનોપ પણ દબોચાઈ ગયો છે ત્યારે અનોપે પોતાના બે સાગરીતોને આ નેટવર્ક સંભાળવા આપી દીધુ છે. અનોપના કયા સાગરીતે આટલી મોટી હિમંત કરી છે? તે પણ તપાસ કરવી જોઈએ. એટલુ માત્ર જ નહી પણ જાણકારો કહે છે કે ખાખીનો વહીવટદાર વિજય મહેરબાન તો અહી દારૂના બુટલેગરો પહેલવાન જ બનીને બેઠ છે? આવા મોટા કટીંગ પેટેના વહીવટ વિજય જ સંભાળી રહ્યો હોવાનુ ચર્ચાય છે. તે તરફ પણ વક્રદ્રષ્ટી કરવાની જરૂર છે.



...........


પૂર્વ કચ્છમાં કોની મીઠીનજર થી ઠલવાય છે કરોડોનો દારૂ?

૧ જ દિવસમાં કરોડોનો જથ્થો પકડાયો, એ પણ એસએમસીએ પકડયો, 
સ્થાનિક ભ્રષ્ટ વહીવટદારીની બલીહારી-હપ્તાખાઉ નીતીથી જે દારૂનો જથ્થો નીકળી જતો હશે તેનો આંક તો કયાં જતો હશે? કોણ કરાવશે આ બધી તપાસ?


ગાંધીધામ : પૂર્વ કચ્છમાં સ્ટેટ મોનીટરીંગ સેલ-વિજિલન્સની ટુકડીને અમદાવાદ-ગાંધીનગરમાં બેઠા બેઠા મસમોટા દારૂના કચ્છમાં ચાલતા નેટવર્કની ખબર પડી રહી છે પરંતુ સ્થાનિકે ખાખીધારીઓ આટઆટલા મોટા દારૂના જથ્થાઓ પકડવા બાબતે અજાણ જ રહી જાય છે? હાલમાં પણ ભચાઉની એક હોટલના પાર્કીગ વિસ્તારમાથી બે કરોડથી વધુનો મુદામાલ દારૂ સાથે કબ્જે કરાયો છે ત્યારે જાણકારો સવાલ કરી રહ્યા છે કે એક જ દીવસમાં બે કરોડનો દારૂનો જથ્થો પકડાયો? આ આંક નાનો કહેવાય? સ્થાનિકમાં ખાખીધારીઓ શું કરી રહ્યા છે? કેમ આટલા મોટા દારૂની ખેપની સ્થાનિકના પોલીસતંત્રને ખબર ન પડી? જયારે એસએમસી ત્રાટકી છે તે બાદ વિવિધ વિસ્તારોમાં દારૂ સદંતર બંધ કરવો કે પછી બે-ચાર લાખના જથ્થા પકડયાના છુટ્ટાછવાયા કેસો કરવામા આવ્યા છે પરંતુ આ પહેલા સ્થાનિકનાઓ કયાં ગયા હતા?  એસએમસી પકડે છે તેનો અર્થ કે પૂર્વ કચ્છમાં દારૂ મોટા પાયે ઠલવાય જ છે? તો પછી જે અહીથી નીકળી ગયો, ઠલવાઈ ગયો, તે દારૂની રકમનો આંક કેટલો હશે? આવા ધંધાઓ પૂર્વ્‌ કચ્છમાં કોની મીઠીનજર હેઠળ ચાલી રહ્યા છે? હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જાગૃત બનવાની જરૂર છે અને તપાસ કરવી જ ઘટે.

Comments

COMMENT / REPLY FROM