Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રામાં વડાલાની સીમમાં વાડીમાંથી ૪.૩૧ લાખનો દારૂ-બીયર પકડાયો 

06 November


એલસીબીએ દરોડો પાડી યુવકની અટકાયત કરી 

ભુજ - કચ્છ ઉદય : પશ્ચિમ કચ્છ જિલ્લા વિસ્તારમાં એલસીબીએ દરોડો પાડી દારૂ ઝડપી પાડ્યો હતો. મુન્દ્રા તાલુકા વિસ્તારમાં ટીમ હતી ત્યારે બાતમી મળી કે, વવાર ગામે નર્મદા કેનાલથી વડાલા ગામ તરફ જતા કાચા રસ્તા પર વડાલા ગામની સીમમાં આવેલ માણશીભાઈ ગઢવીની વાડીમાં દારૂ રાખવામાં આવ્યો છે. જેથી દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપી વવારનો રતન સુમાર બારોટ હાજર મળી આવ્યો હતો. તેના કબજાની સ્વિફટ ગાડી નં.જીજે૧ર - સીડી - ર૯૯પ મા દારૂ ભરેલો હતો. આ દારૂ સગેવગે થાય  તે પહેલા ઝડપી લેવામાં આવ્યો હતો. ગાડીમાંથી દારૂની નાની-મોટી ૪ર૦ બોટલો તેમજ બીયરના પર૮ ટીન મળી કુલ ૪,૩૦,૯૪૪ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. રતનની અટકાયત કરવામાં આવી છે. વવારનો ભરત રતન ગઢવી હાજર મળી આવ્યો ન હતો. મુન્દ્રા મરીન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

Comments

COMMENT / REPLY FROM