ગાંધીધામના ડિઝલ દાણચોર અમિત-ભ્રષ્ટ PI ગેંગ માટે રઢ પણ ગઈ-રસ્સો પણ ગયોનો તાલ’
પીપાવાવ વાળા જહાજમાં રીએકસપોર્ટ ની લટકતી તલવાર
પાપાવાવમાં એમએચઓની આડમાં પ્રતિબંધિત કાર્ગો લવાયાની ઘટનામાં હવે જહાજના ડેમરેજથી બચવાની ડિઝલ દાણચોર ટોળકીમાં દોડધામ મચી હોવાની ચર્ચા : લાંબા સમયથી પીપાવાવ પર વેશલ્સ તપાસ હઠેળ પડયુ હોવાથી ડેમરેજનો પડી રહ્યો છે મોટો ફટકો : પ્રતિબંધિત કાર્ગોને કાઢવાના અમિત ટોળકીના મોટાભાગના અધમપછાડાઓ રહ્યા છે વિફળ, જો રીએકસપોર્ટ થાય તો કરોડોની કમાણી કરી લેવાના અભરખાં અમિત ટોળકીના રહી જાય અધુરા, સાથોસાથ આ વેશલ્સ જે પરવાના પર લવાયુ હશે તે
પણ સ્થગિત થઈ જાય, બેનામી ડિઝલ ચોરીની હાલતુરંત નેટવર્ક જ તુટી જાય : જાણકારોનો સુચક ઈશારો
ગાંધીધામ : માઈક્રો હાઈડ્રા કાર્બનનું ડીકલેર કરી અને તેની આડમાં ડિજલ પ્રતીબંધિત રીતે આયાત કરનારી દાણચોર અમિતઆણી ટોળકી અને તેની સાથે ભ્રષ્ટ પીઆઈની સંડોવણીઓ હાલમાં સંકુલના વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રમાં ભારે ચર્ચામાં રહેવા પામ્યો છે. અમિતને મુંદરામાં તો ડીઝલ દાણચોરીમાં પકડી અને તેની સામે લાલઆંખ ભરી કાર્યવાહી કરી દેવાતા એમએચઓની આડમાં દાણચોરી કરવાની આદત ધરાવતો આ શખ્સ કંડલા-પીપાવાવ-હજીરા સહિતના બંદરો પર પોતની આ દાણચોરીના હથકંડા અજમાવવા ગયો હતો પરંતુ જાણે કે કસ્ટમના ચીફ કમીશ્નરશ્રીએ અમિત જેવાઓ પર બાજ નજર રાખી હોય તેમ તેના સીધા કે પરોક્ષ સંડોવણી ધરાવતા પીપાવાવ-કંડલા-મુંદરા સહિતના બંદરો પર તગડો માલ અટકાવી દીધો છે અને ફટકો પાડી દીધો છે.
જો કે, બીજીતરફ આદત અનુસાર અમિતે પણ કસ્ટમના ભ્રષ્ટ તત્વોની છટકબારીઓથી લઈ અને કઈક પ્રયાસો અથવા તો કહી શકાય કે અધમપછાડાઓ અટકી ગયેલો મુદામાલ છોડાવી લેવાના હથકડાઓ અજમાવ્યા છે પરંતુ અધિકારીઓની કડકાઈ સામે અમિત ેગંગ હવે ફિક્કી જ પડી રહી હોવાની સ્થિતી સર્જાતી જોવાય છે.
કહેવાય છે કે, પીપાવાવમા જે જહાજ અટકી ગયુ હતુ તેમાં ડયુટી પેનલ્ટી ભરીને માલ રીલીઝ કરવાની માંગ કસ્ટમ કક્ષાએ ફગાવી દેવાઈ છે અને આ કાર્ગોને પ્રતિબંધિત કાર્ગોની જ સુચીમાં હોવાનુ કહી દીધુ છે. જાણકારો કહે છે કે, અમિતનો માલ તો અટકી જ ગયો છે, તેને સંકુલમાથી કે અન્યત્રથી જેઓની પાસે કાળાના ધોળા કરવાના નામે જે રકમો આ કન્સાઈનમેન્ટસમાં રોકી હતી તે બધાના નાણા પણ ફસાઈ ગયા છે, જાગૃતી આવી જતા અને ખુલ્લો પડી જતા સ્થાનિકે પણ પોલીસ-ડીએસઓ કક્ષાએ પણ કાર્યવાહી થતી નીકળી ગયેલ માલ વેચવો પણ અટકી ગયો છે, આમ સાણસામાં આવી ગયેલ અમિત પર હવે બાકી રહેતુ હતુ તો જે વેશલ્સમાં આવા માલ લાવ્યો તે વેશલ્સના માલીકો પણ મોટા પાયે દબાણ કરી રહ્યા છે અને ડીઝલ કે એમએચઓની સામે જે કાર્યવાહી કરવી હોય તે કરે, વેશલ્સ ફ્રી કરે, તેવી માંગ કરી રહ્યા છે. બીજીતરફ વેશલ્સના ડેમરેજ પણ તોતીગ ચડી રહ્યા છે જે અંતે તો અમિત-ભ્રષ્ટ પીઆઈ ટોળકી પર જ આવવાના છે. કહેવાય છે કે, હવે અમિત વેશલ્લસ માલિક તરફથી મુંબઈમાં મોટા ગજાના વકીલોને રાખી અને ગમે તેમ કરી અને વેશલ્સ ફ્રી થાય તે માટે અધમપછાડા કરી રહ્યો છે. આ ચર્ચાઓના પગલે જાણકારો એમ પણ કહે છે કે, પીપાવાવ વાળા પ્રકરણમાં હવે ગમે તે ઘડીએ રીએકસપોર્ટનો પણ આદેશ સત્તાવાર વછુટી શકે છે. આમ જો થાય તો અમિત આણી ટોળકીની ડીઝલ દાણચોરીમાં કમર જ હાલતુરંત તો તુટી જાય તેમ કહેવાય છે.
............
અમિતના વેશલ્સ અટકયા, પણ મુંદરા CSF માં પડેલા
કન્ટેનરોને પગ આવ્યા? માલની ડીમાન્ડ કે, ગોઠવણો થઈ?
મુંદરામાં કસ્ટમના જ ભ્રષ્ટ અધિકારી અજીત સિન્ડીકેટ દ્વારા મંગાવાયેલા અને લાંબા સમયથી અટકી ગયેલા કન્ટેઈનરો હાલમાં કલીન થઈ ગયાની છે ચર્ચા : કમિશ્નરશ્રી શૈની ધ્યાન આપે, જો કલીન જ કરી દેવાના હતા તો આટલો લાંબા સમય અટકાવ્યા કેમ?
ગાંધીધામ : એમએચઓની આડમાં મોટાપ્રમાણમાં ગેરકાયદેસર રીતે ડિજલ મુંદરા બંદરથી ઠલવાતુ રહેતુ હતુ પરંતુ અહી કસ્ટમના કમિશ્નર તરીકે શ્રી સૈની આવ્યા તે બાદ ધડાધડ લાલઆંખ ભરી કાર્યવાહી કરવામા આવતા અહી કન્ટેઈનરો પણ અટકાવાયા હતા. જેમા મુંદરાના એક વેરહાઉસમાં પણ પ૦થી વધુ જેટલા કન્ટેઈનરો આવા જ અટકાવી તપાસ હેઠળ લઈ લેવાયા હતા અને લાંબા સમયથી તે કન્ટેનરઈો અટકાવી રખાયા હતા. તે પછી મુંદરા-કંડલા-પીપાવાવ-હજીરા સહિતમાં અમિત આણી ટોળકીના જહાજો પણ અટકાવાયા હતા. આ જહાજો અટકી ગયા, માલ બ્રેક થઈ ગયો,એટલે જાણે કે તેની ડીમાન્ડ ખુબ વધી ગઈ હેાય તેમ એકતરફ પીપાવાવ-મુંદરામાં તપાસ ચાલી રહી છે તો બીજીતરફ મુંદરામાં અટકાવાયેાલ ૧૦૦થી વધુ કન્ટેઈનરોને પગ આવી ગયા હોય તેમ કલીનચીટ મળી જવા પામી ગઈ છે અને બજારમાં ડીમાન્ડની સામે માલ ઓછો હતો એટલે તગડા ભાવે ઓછો માલ કાઢી નાખવો તેવા ઈરાદો કસ્ટમના અધિકારીઓ સાથે કોઈ ગોઠવણીઓ થઈ છે કે કેમ? તપાસ થવી જોઈએ કે ફરી ફરીને મુંદરા ગોઠવાઈ ગયેલા કસ્ટમના કયા ભ્રષ્ટ બાબુ અજીતની મીઠીનજર હેઠળ આ સિન્ડીકેટ અહી વકરી જવા પામી છે. ? ગાંધીધામથી મુંદરા સુધી તેમાં કોણ કોણ સંડોવાયેલા છે? માલનીડીમાન્ડ કામ કરી ગઈ કે પછી કોઈ મોટુ તગડું સેટીંગ?
................
ડે.સીએમશ્રી-ગૃહમંત્રીશ્રી કચ્છમાં :
શું આ ભ્રષ્ટ PI મુદ્દે ઉધડો લેવાશે ખરો?
ગાંધીધામ : આજ રોજ ડે.સીએમ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. બે દીવસ તેઓનો કચ્છમાં પડાવ રહેવાનો છે. આવા સમયે ડીઝલની ગેરકાયદેસર દાણચોરી ઉપરાંત અનેકવિધ બેનામી ધંધાઓમાં કાળા હાથ કરનાર ભ્રષ્ટ પીઆઈ પાછલા અમુક સમયથી ભારે ચર્ચામાં રહેલા છે. શું હવે ઉચ્ચ અધિકારીઓ આ ભ્રષ્ટ પીઆઈ બાબતે ઉધડો લેશે ખરા? અથવા તો આ ભ્રષ્ટ પીઆઈ મુદે કોઈના ઉધડા લેવાશે ખરા? તેવા સવાલો હવે તેજ બની ગયા છે.

Comments