અંજારમાં વ્યાજખોર પિતા-પુત્રએ યુવકને માર મારી ફોન લૂંટી લીધા
છરી વડે હુમલો કરી ઈજા પણ પહોંચાડાઈ
અંજાર - કચ્છ ઉદય : શહેરમાં ચિત્રકૂટ સર્કલ પાસે આવેલી ઓફિસે યુવાનને માર મારી ફોન લૂંટી લેવામાં આવ્યા હતા. જે અંગે ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદી આદિપુરમાં રહેતા અમીતભાઈ જયંતીલાલ ઠક્કરના જણાવ્યા પ્રમાણે તેઓ કન્ટ્રકશનનું કામ કરતા હોઈ પૈસાની જરૂરિયાત પડતા પ્રદીપસિંહ જાડેજા પાસેથી ૩ ટકા વ્યાજે રપ લાખ લીધા હતા. ચાર મહિનાથી પરિસ્થિતિ સારી ન હોવાથી વ્યાજ આપી ન શકતા પ્રદીપસિંહે ફોન કરી રૂપિયાની ઉઘરાણી કરી ત્રાસ આપી ૧૦ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ લાગશે તેમ કહ્યું હતું. બાદમાં ગત રોજ ચિત્રકૂટ સર્કલ પાસે ફરિયાદીની ઓફિસે પ્રદીપતસિંહ તેમનો દીકરો મીતરાજ, ત્રણ અજાણ્યા ઈસમો આવ્યા અને અમારા પૈસા કેમ નથી આપતો ? તેમ કહીં ગાળો આપી ટેબલ પર પડેલો ફરિયાદીનો ૧.ર૦ લાખનો અને ઓફીસમાં કામ કરતા સાવનભાઈનો ૧પ હજારનો મોબાઈલ લૂંટી લીધો. બાદમાં ગાળો આપી ધોકા વડે માર માર્યો અને મીતરાજે છરી મારવા જતા ખંભામાં ઈજાઓ થઈ હતી. મિતરાજ જતા જતા ધમકી આપી ગયો કે, મારા પૈસા કાલ સુધીમાં આપી દેજે નહીં તો કાલે પુરો કરી દઈશ. જે અંગે અંજાર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Comments