Trending News
સ્થાનિક સમાચાર

અબડાસાના ખાનાયમાં ર.૬પ લાખનો દારૂ પકડાયો

05 November



દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી સ્કોર્પિયો કબજે કરાઈ : આરોપી હાજર ન મળ્યો

ભુજ - કચ્છ ઉદય : પૂર્વ કચ્છના ભચાઉમાં એસએમસીએ દરોડો પાડ્યા બાદ સમગ્ર કચ્છ જિલ્લાના પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હોય તેમ એક બાદ એક શરાબના કેસો શોધવામાં આવી રહ્યા છે. અબડાસા તાલુકાના ખાનાયમાં દરોડો પાડી ર.૬પ લાખનો શરાબ કબજે કરવામાં આવ્યો હતો. 
આ બાબતે મળતી વિગતો મુજબ એલસીબીએ ખાનાયમાં સોઢા કેમ્પ ખાતે દરોડો પાડ્યો હતો. જેમાં રવિરાજસિંહ ઉર્ફે રવી કલુભા સોઢા અને કાનુભા સતીદાનસિંહ સોઢા હાજર મળી આવ્યા ન હતા. રવિરાજના કબજાના મકાનમાં તપાસ કરતા આંગણામાં રાખેલ શરાબ મળી આવ્યો હતો. જેમાં દારૂની નાની-મોટી પ૬૪ બોટલ તેમજ બિયરના ૩૧ર ટીન મળી કુલ ર,૬૪,૯૬૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ સ્કોર્પિયો ગાડી નં.જીજે૧ર - ડીએસ - પ૯પ૯ કબજે કરવામાં આવી હતી. રેડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યા ન હતા. એલસીબીએ મુદ્દામાલ કબજે કરી નલિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે. 

 

Comments

COMMENT / REPLY FROM