નખત્રાણા તાલુકાના પૈયા ગામે પરદેશી દુર્લભ પક્ષી કુહુકંઠ જોવા મળ્યુ
ભુજ - કચ્છ ઉદય : કોમન કુકુ પક્ષી જે કોયલ ની પ્રજાતિનું એક પક્ષી છે જે કચ્છમાં ચોમાસા દરમિયાન યુરોપથી માઈગ્રેશન કરીને આવે છે આવે છે. જે પક્ષી ખોરાકમાં ચોમાસામાં થતી ઇયળો જેમાં ખાસ કરીને રુવાટી વારી ઇયળો ખોરાક તરીકે લેશે અને તે બીજી કોયલની જેમ જ પોતે ક્યારેય માળો બનાવતી નથી અને બીજા પ્રજાતિના પક્ષીઓના તૈયાર માળામાં ઈંડા મૂકી દેશે અને બીજા પક્ષીના આશ્રિત પોતાને ઈંડાને છોડી દે છે જેમાં ખાસ કરીને પીપીટ પક્ષીઓ વાર બ્લર પક્ષીઓ જેના ઈંડા કોમન કુકુ પક્ષીના ઈંડા જેવા દેખાવમાં હોય છે જેથી આ પક્ષીઓને ખ્યાલ નથી આવતો કે મારા ઈંડા છે કે બીજા કોઈ પક્ષીના એટલે તેનો ઉછેર પોતાના બચ્ચા સમજીને જ કરે છે
ખાસ કરીને કચ્છમાં જુલાઈ ઓગસ્ટમાં આવે છે સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી રોકાય છે અને નવેમ્બરમાં બીજા બધા પક્ષીઓનો આગમન થાય તે સમયમાં તે અહીંયા થી આફ્રિકા તરફ જવા નીકળી પડે છે
આ પક્ષી વધારે પડતો એક અથવા બે ની સંખ્યામાં જોવા મળે છે બીજા પક્ષીઓની જેમ બહુ ઓછા જોવા મળે છે તેનો અવાજ ખૂબ જ મધુર જે કુહુ કુહુ તરીકે સાંભળવા મળે છે જે પક્ષી આપણા નખત્રાણા તાલુકાના પૈયા ગામના વાડી વિસ્તારમાં ઓક્ટોબર મહિનામાં જોવા મળેલ છે તેવું વન વિભાગ નખત્રાણા-કચ્છ ના વન રક્ષક ધીરજભાઈ વાઘેલા એ માહીતી આપતા જણાવ્યુ હતુ

Comments