નખત્રાણા તાલુકાના મથલના જંગલ વિસ્તારમાં જોવા મળ્યુ ચિંકારા પ્રાણી
"નર ચિંકારાના શીંગડા ખૂબ જ મોટા દેખાવમાં હોય છે જ્યારે માદા ના શીંગડા થોડા નાના હોય છે"
ભુજ - કચ્છ ઉદય : દેશલપર (ગુંતલી) Indian gazelle ચિંકારા ચિંકારા જે રણ વિસ્તાર તેમજ કાંટાળા જંગલ તેમજ ડુંગરાળ વિસ્તારમાં જોવા મળતું એક હરણ કુળનો પ્રાણી છે રણ વિસ્તારમાં અને શુષ્ક વિસ્તારમાં રહેવા માટે અનુકૂળ છે ખૂબ જ ડરપોક પ્રાણી છે થોડોક પણ ડર જેવું મેસેજ થતા તે ખૂબ જ ઝડપથી દોડીને ભાગી જાય છે તે 80 km પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે જે ચોમાસાની સિઝનમાં પોતાનું બચ્ચાને જન્મ આપે છે તે સમયમાં ખોરાક ભરપૂર માત્રામાં મળી રહે અને બચ્ચાનો ઉછેર કરી શકે જેમાં નર ના શીંગડા ખૂબ જ મોટા દેખાવમાં હોય છે જ્યારે માદા ના શીંગડા થોડા નાના હોય છે ચિંકારા સમૂહમાં રહેવા માટે જાણીતું છે જે બની શકે ત્યાં સુધી ઝુંડમાં જોવા મળે છે તેની મળ બકરીની મળ જેવી જ પણ થોડીક સાઇઝમાં નાની હોય છે જેથી સહેલાઈથી ઓળખી શકાય છે કે અહીંયા આસપાસ ચિંકારા નો વસવાટ છે તે નીલગાયની જેમ જ પોતાના દરરોજના રસ્તા ઉપર એક જ જગ્યાએ પોતાનું મળ કરે છે કચ્છના હરેક તાલુકામાં ચિંકારા જોવા મળી જાય છે.હાલ માં થોડા સમય નખત્રાણા તાલુકાના મથલના જંગલ વિસ્તાર જોવા મળેલ જે વન વિભાગ નખત્રાણા-કચ્છ ના કેમેરામા માં તસવીર કેદ થઈ હતી જેની વિસ્તૃત માહીતી સહીત વન રક્ષક ધીરજભાઈ વાઘેલાએ યાદી માં જણાવેલ હતુ
....................

Comments