પૂર્વ કચ્છમાં દારૂના ધમધમતા નેટવર્ક પર SMC ની લાલઆંખ : ભચાઉ પાસે પાર્કીંગપ્લોટમાં ૧.૮પ કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો
શાબાશ છે એસએમસીની ટીમ ગલચર સાહેબને..!
ગાંધીધામ બી ડીવીઝન વિસ્તારમાં મીઠીરોહર પાસેની દેશીની ભઠ્ઠી પર એસએમસી ત્રાટકયાની હજુ તો તપાસ ચાલી જ રહી છે ત્યાં ભચાઉ પાસે ફરી વિજિલન્સે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડતા ખળભળાટી : કુલ્લ મુદામાલ ર.૧૧ કરોડનો ઝડપાયો
બજરંગ આઈમાતા હોટેલના પાર્કીગ વિસ્તારમાં દરોડો : ર શખ્સો દબોચાયા-૪ ફરાર
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં દારૂના ધમધમતા નેટવર્કની સામે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રીતસરની ધોંષ જ બોલાવાઈ રહી હોય તેવો વર્તારો સામે આવવા પામ્યો છે. હજુ તો ગાંધીધામ બી ડીવીઝન વિસ્તારમાં આવતા મીઠીરોહરમાં દેશીના મોટા અડ્ડા પર એસએમસી ત્રાટકી તેની તપાસ ચાલી રહી છે ત્યાં તો ભચાઉમાથી દોઢ કરોડથી વધુની રકમના મુદામાલ સાથે દારૂના ધમધમતા અડ્ડા પર વિજિલન્સની ટીમે સપાટો બોલાવી દીધી છે. આ મામલે વિજિલન્સ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામા આવેલી વિગતો અનુસાર આજ રોજ તારીખ : ૦૪/૧૧/૨૦૨૫ ભચાઉ તાલુકા, બજરંગ આઈ માતા હોટલના પાર્કિંગ વિસ્તારમાં એસએમસી (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા પ્રતિબંધ કાયદા હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અને અહીથી પ્રતિબંધ કાયદાની કલમો ૬૫(છ)(ઈ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(મ્) તથા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૧(૨)(હ્વ), ૧૧૧(૩), ૧૧૧(૪), ૨૩૮ હેઠળ ગુનો નોંધાયો છે. વદેશી દારૂની ૧૭,૫૫૪ બોટલ જેની કિમંત ૧,૮૫,૯૪,૮૦૩/ થવા પામી રહી છે. આ કાર્યવાહી એસ.વી. ગલચર (ઁજીૈં, જીસ્ઝ્ર) ના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવી હતી.એસએમસી દ્વારા આ મોટી કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર ધંધાને મોટો આંચકો લાગ્યો છે.
..................
દારૂ નીચે જણાવેલ પંજાબની ડિસ્ટિલરીમાંથી બનાવેલ હોવાનું બહાર આવ્યું છે
•ઁ PERNOD RICARD INDIA PVT. LTD. મોહાલી (પંજાબ) • OM SONS MARKETING PVT . LTD. બઠિંડા (પંજાબ) • ADS SPIRITS PVT. LTD. મોહાલી (પંજાબ) • BATERA BREWERIES DISTILLERIES PVT. LTD . રોપર (પંજાબ)
.......................
પૂર્વ કચ્છના અમુક પાર્કીંગ પ્લોટ બન્યા છે
અસામાજીક પ્રવૃતીઓના અડ્ડા..!
જો સરપ્રાઇજ ચેકીંગ થાય, તો તેલચોરી-બાયોડીઝલ-ડિજલની ચોરીઓ આ પાર્કીંગ પ્લોટમાં જ મોટા પ્રમાણમાં થાય છે : સીસીટીવી ફુટેજ પાર્કીંગ પ્લોટમાં કરાવો ફરજીયાત
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં કંડલા બંદરના હિસાબે ઠેર ઠેર હાઈવે પર પાર્કીંગ પ્લોટ ફુલ્યા ફાલ્યા હોવાની સ્થિતી છે. ગાંધીધામ શહેર વિસ્તારમાં પોલીસે કડકાઈ કરી હોવાથી હવે આવા અમુક પાર્કીંગ પ્લોટ અસામાજીક પ્રવૃતીઓના અડ્ડા બની ગયા હોવાની સ્થિતી બની છે. પાર્કીંગ પ્લોટમાં ગાડીઓ સીધી આવી જાય, ત્યા દારૂ-ડ્રગ્સ, તેલ, ડિઝલ સહિતી ચીજવસ્તુઓ હેરાફેરી બિનધાસ્ત થઈ રહી છે. તેનુ એક મોટું નેટવર્ક વકરી ચૂકયુ હોવાનુ મનાય છે. અહી મોટી ગાડીઓ સીધી પાર્કીંગના નામે આવી જાય, નાના નાના યુટીલીટી-બોલેરા જેવા વાહનોમાં કટીંગ કરી લેવાય, કોઈ બહારથી આવે તો તેની પર નજર રાખવા પાર્કીંગના ગેટ પર જ માણસો ગોઠવી દે, જે અદર કોઈ નવાને આવવા જ દેતા હોતા નથી એટલે બિનધાસ્ત આ પાર્કીંગમાં બેનામી ધંધાઓ ધમધમી રહ્યા છે. આવા અમુક પાર્કીંગ પ્લોટની સામે એસપીશ્રી તેમની ટીમ મારફતે કડક તવાઈ બોલાવે તે ખુબજ જરૂરી બની રહ્યુ છે.
.....................
પકડાયેલા આરોપી : ૨
• પુખરાજ ડુંગરારામ ભાટી (રહે. ભાટલા ખારવા, જી. બાલોતરા, રાજસ્થાન) ડ્રાઈવર • અશોક પ્રગારામ મેઘવાલ (રહે. ભાટલા ખારવા, જી. બાલોતરા, રાજસ્થાન) ક્લીનર
..................
• ઝડપાયેલ વાહન : ૧ (કિંમત ૨૫,૦૦,૦૦૦/-) • મોબાઇલ : ૧ (કિંમત ૫,૦૦૦/-) • રકમ : ૩,૬૩૦/- • કુલ મુદામાલ કિંમત : ૨,૧૧,૦૩,૪૩૩/-
.........
માલ મુન્દ્રા પહોંચાડવાનો હતો
આ માલ મુન્દ્રા ખાતે પહોંચાડવાનો હતો તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ડ્રાઈવર અને ક્લિનરને મુન્દ્રા પહોંચી કોને આપવો ? તેનું લોકેશન આપવાના હતા. બન્ને જણા હાઈવે હોટલ પર વાહન પાર્ક કરી આરામ ફરમાવતા હતા ત્યારે શરાબ ઝડપાઈ ગયો હતો.
...............
ફરાર આરોપી : ૪
• અનિલ જગદીઅપ્રસાદ પંડ્યા (રહે. ફતેહપુર, સીકર, રાજસ્થાન) -મુખ્ય સપ્લાયર • અજાણ્યા વ્યક્તિ - અનિલ પંડ્યાનો પાટિયાલા,
પંજાબમાં સેવક • બલ્કર ટેન્કર નં. RJ09GA9037 નો માલિક
• મુન્દ્રા (કચ્છ) ખાતે રહેનાર અજાણ્યો વ્યક્તિ - રિસીવર
..........................
ભચાઉમાંથી હવે કોનો તપેલો ચડશે?
દોઢ કરોડનો દારૂનો જથ્થો હોટલના પાર્કિંગ પટ્ટામાં હેરફેર થતો હોય અને તેની જાણ સ્થાનિક પોલીસને ન હોય તે બને ખરૂ?
ગાંધીધામ : ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હજારો અને લાખો નહી પણ પોણા કરોડના દારૂના જંગી જથ્થાને વિજિલન્સે પકડી પાડયું છે. આવા સમયે સવાલ થાય છે કે હોટલના પાર્કીગમાં આટલો મોટો દારૂનો જથ્થો ખડકાઈ ગયો હોય અને તેની હેરફેરની ખબર સ્થાનિકે પોલીસને ન હોય તેવુ બને ખરૂ? વિજિલન્સે રેઈડ કરી જંગી જથ્થો પકડયો છે ત્યારે હવે સ્થાનિક કેાનો તપેલો ચડશે તેવી ચર્ચાઓ તેજ બની છે.

Comments