Trending News
સ્થાનિક સમાચાર

કંડલા પોલીસ મથક પટ્ટામાં દેશી-અંગ્રેજીના દારૂના અડ્ડા પુરજોશમાં ધમધમ્યા...!

02 November

ભ્રષ્ટ મહેન્દ્ર મહેરબાન તો બુટલેગરો પહેલવાન.!






વહીવટદાર મહેન્દ્રસિંહ કોણ? તુણા બાય પાસ રોડ પર દાઉદ પર આ મહેન્દ્રના ૪ હાથથી મોટો 
દેશીનો અડ્ડો શરૂ : તેરાપંથ કંપની પાસે હુસેન- જીરો પોઈન્ટ પર રજાક,  મીઠાપોર્ટ આદુ, રેવલે ઝૂપડપટ્ટી વિસ્તારમાં કારો મંઢો, શાંતી મારવાડી, સાજીદ, ફાતમા સહિતનાઓને અપાઈ ગઈ લીલીઝંડી : ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે કે કંડલા પીઆઈશ્રી અજાણ છે કે પછી થઈ રહ્યા છે આંખ આડા કાન?

શું એજન્સીની રાહ જોવાય છે કે, ગાંધીનગરથી આવીને રેડ કરે ? : એલ.સી.બી જરા લાલઆંખ કરે :
બટલેગર ફાટીને ફલેકે ચડે તે પોલીસને પણ દાદ ન દે તેવા મજબત ન બનાવો...!


ગાંધીધામ : ગુજરાત રાજયમાં દારૂબંધી માટે રાજય સરકાર દ્વારા નીત નવા કાયદાઓ અમલી બનાવવામા આવી રહી છે. રાજયમાં આ પ્રકારની અસામાજીક બદી વકરતી અટકે તે માટે કડક જોગવાઈઓ કરવામા આવી રહી છે પરંતુ બીજીતરફ છેવાડાના કચ્છમાં એશીાયના સૌથી મોટા બંદર ધરાવતા કંડલાના પોલીસ મથકના વિસ્તારમાં કયાંક ને કયાંક ભ્રષ્ટ વહીવટદારોની કટકી-હપ્તાખાઉ નીતીઓના લીધે ઠેર ઠેર દેશી-અંગ્રેજી દારૂના અડ્ડાઓ ફુલીફાલી રહ્યા હોવાની ચકચાર સામે આવવા પામી રહી છે.ગુજરાત સરકાર દારૂબંધી લાગુ કરી રહી છે તો બીજીતરફ અમુક બની બેઠલા ભ્રષ્ટ ખાખીધારીઓ દ્વારા જ દારૂબંધીને ગુજરાતમાં દારૂ બદી બનાવી દીધી હોય તેમ કાયદાન લીરે લીરા રૂપીયાની અવેજીમાં ઉડાડવામા આવી રહ્યા હોવાનુ જણાય છે. જાણકારો કહી રહ્યા છે કે, પાછલા અમુક સમયથી પૂર્વ કચ્છના કંડલા પોલીસ મથક વિસ્તારમાં પણ મહેન્દ્રસિંહ બની બેઠેલા વહીવટદારની બલિહારીથી બુટલેગરોને બખ્ખા થઈ જવા પામયા છે. જાણકારો ઉમેરી રહ્યા છે કે મહેન્દ્ર મહેરબાન તો બુટલેગર પહેલવાનવાળી સ્થિતી અહી સર્જાઈ ગઈ છે. મહેન્દ્ર કહેતો ફરે 
છે કે, તમારે જે દારૂ વેચવો હોય, જયા અને જેટલો વેચવો હોય તે વેચો, બસ એકમાત્ર મને સાચવો, તમારો કોઈ વાળ પણ વાંકો નહી કરે. આવા સમયે ચર્ચા થાય છે કે, જે રીતે આ વિસ્તારમાં દારૂ પકડાતો પણ નથી તે જોતા તો કયાંકને કયાંક મહેન્દ્ર વહીવટદાર દ્વારા ચલાવાતી આ શેખી સાચી પણ જણાઈ રહી છે. કહેવાય છે કે, 
કંડલાપોલીસ મથક વિસ્તારમાં તુણા બાય પાસ રોડ પર દાઉદનો મોટા પાયે દેશી-અંગ્રેજીનો પોઈન્ડ ધમધમી ઉઠયો છે. કંડલામાં તો મહેન્દ્ર મહેરબાન તો બુટલેગર પહેલવાન થવા પામી જાય છે. આ દાઉદ પર કયા મહેન્દ્રની રહેમ નજર રહેલી છે? તપાસ કરો તો ઘણુ બધુ બહાર આવવા પામી શકે તેમ છે. ઉપરાંત તેરાપંથ કંપનીની આસપાસમાં હુસેન, કંડલા જીરોપોઈન્ટ પાસે રજાક, મીઠાપોર્ટ આસપાસમાં આદુ અને રેલવે ઝૂપડાઓમાં તો કારો મંઢો, શાંતી મારવાડી, સાજીદ, અને ફાતમાના પોઈન્ટ ધૂમ ડીમાન્ડ હોય તેમ દીવસ રાત અહી દારૂપ્યાસીઓ-સાંગુડીઓની લાઈનો જ લાગેલી હોય છે. આટઆટલા મોટા પાયે અહી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા હોવા છતા કાર્યવાહી ન થવી અથવા તો કંડલા પોલીસની નિષ્ક્રીયતા સામે જાણકારોમાં સવાલો ઉભા થવા પામી રહ્યા છે.

 

Comments

COMMENT / REPLY FROM