ભુજની ભાગોળે બે કિલો ગાંજા સાથે બે યુવક પકડાયા
રેજન્ટા હોટલથી નળ સર્કલ જતા રોડ પર ચાની લારીની બાજુમાં કરાઈ કાર્યવાહી
ભુજ - કચ્છ ઉદય : શહેરની ભાગોળે માધાપર હાઈવે પર એસઓજીએ કાર્યવાહી કરી બે કિલો ગાંજા સાથે બે યુવકને ઝડપી લીધા હતા. તેઓ સામે બી-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ બાબતે મળતી વિગતો મુજબ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, રેજન્ટા હોટલથી નળ સર્કલ જતા રોડ પર ગણેશ કાંટાની સામે ચાની લારીની બાજુમાં બે યુવકો ઊભા છે તેઓ પાસે ગાંજો છે. જે બાતમીના આધારે દરોડો પાડી જીઆઈડીસી રોડ પર આવેલી સંજયનગરીના આફતાબ ઉર્ફે ભાભા રમજુ મમણ અને ગીતા માર્કેટની બાજુમાં રહેતા મુસ્તાક ઉર્ફે બીટ્ટુ અબ્દુલ સુમરાને ઝડપી લેવામાં આવ્યા હતા. ૧.૯પ૭ કિલો ગાંજો કિંમત રૂા.૯૭,૮પ૦ તથા પ,પ૦૦ ના બે મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા. બન્ને સામે બી-ડિવિઝન પોલીસમાં એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં પીઆઈ કે.એમ. ગઢવી સાથે સ્ટાફના નરેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, મયૂરસિંહ ઝાલા, રઘુવીરસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, ભાવેશભાઈ ચૌધરી, દિનેશભાઈ ચૌધરી જોડાયા હતા.

Comments