રાપર તાલુકા સંકલન સમિતિની બેઠકમાં વિવિધ પ્રશ્નો ચર્ચાયા
રાપર-કચ્છઉદય : રાપર તાલુકા મામલતદાર કચેરીના પ્રાંગણમાં આવેલ રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભાખંડ ખાતે રાપર તાલુકા સંકલન સમિતિની બેઠક ભચાઉ પ્રાંત અધિકારી જે .આર.ગોહિલના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં તાલુકા મામલતદાર એચ.બી.વાઘેલા, નાયબ મામલતદાર બી.કે.કોરાટ સહિતના અધિકારીઓ અને સંકલન સમિતિના સભ્યોની ઉપસ્થિતમાં બેઠક મળી હતી.
સણવા ગામે ૧૧ કેવી લાઇન રહેણાંક વિસ્તારમા નીકળે છે જે બહાર રોડ બાજુ સિફ્ટ કરવી, વન વિભાગ દ્વારા પોતાની હદ નક્કી કરવી જેથી ખેડુતોને, માલધારીને તકલીફ ન પડે, આડેસર ૯૯ કેવી સબ સ્ટેશનનુ કામ ૨ વર્ષથી અટકેલુ છે તો તાત્કાલિક પુર્ણ કરવા, ભીમાસર મોડા સબ સ્ટેશન હેઠળના દાસ ફીડર, હરી ફીડર, હીંગળાજ ફીડર અને રબારકા ફીડરમાં ફેઝનું ઉદઘાટન કર્યા છતાં ફેજ બંધ છે જે શરૂ કરવા, ગેડી ગામથી ફતેહગઢ જવા માટે જુના રસ્તો છે તે ગેડીથી ૬ કીમી ફતેહગઢ થાય, કાચો માર્ગ છે. વચમાં આવતી નદીમાં મોટા ભુંગળા નાખવામાં આવે તો નાના સાધનો જઇ શકે, સરાણ જળાશય યોજના અંતર્ગત મૌવાણા -શિવગઢના સ.ન ૭૬૩ તથા ૭૬૩/૨ માંથી નર્મદા પાઇપલાઇન પસાર થયેલ છે.જેનુ કામ પુર્ણ’ થઇ ગયેલ છે. પરંતુ વળતર મળેલ નથી, થોરીયારી ગામના વિજપોલ તેમજ વિજ વાયરીંગ બદલવા અંગે, નર્મદા કેનાલ દ્વારા પેટા કેનાલ શરૂ કરવા, બાલાસરી ગામે પીવાના પાણીની તકલીફ, આડેસર ગામે ગટરના પાણીના યોગ્ય નિકાલ રવ મોટી ગામે જુના જર્જરીત વાયર તથા થાંભલાઓ બદલવા બાબતે રજુઆતના સંદર્ભે પીજીવીસીએલ બાલાસર દ્વારા કેંદ્ર સરકારની આરડીએસએસ સ્કીમ હેઠળ રાપર તાલુકાના તમામ ખુલ્લા વાયરોની જગ્યાએ અને જુના બેચ કેબલની જગ્યાએ નવા એલટી એરીયલ બંચ કેબલ નાખી આપવામાં આવશે તેમજ વીજ પોલ પણ બદલી આપવામાં આવશે. તેમ જણાવવામાં આવેલ જે બાબતે ઇમરજન્સી હોય તેવા થાંભલા તાત્કાલિક બદલવા તેના માટે સ્કીમની રાહ જોવી નહી તેવી સુચના અધ્યક્ષ દ્વારા આપવામાં આવી હતી.
બાદલપર (પિછાણા) સરણેશ્વરવાંઢમાં જ્યોતિગ્રામ વિજ પુરવઠો પુરો પાડવો. જેમાં સઇથી બાદલપર સુધીની નવી દરખાસ્ત કરવા માટે સુચના આપવામાં આવી હતી. ૬૬ કેવી આડેસર લાઇનનું કામ છેલ્લા એક વર્ષથી કામો પુર્ણ થયેલ નથી, શંકરવાડી વિસ્તારમાં મેન રોડ પર આવેલ દુધેશ્વર મહાદેવ મંદિર પાસેની જ્ગ્યામાં પેવર બ્લોક તથા કોમન ટૉયલેટ બાથરૂમની સુવિધા, ફતેહગઢ ગામે ભોજનારી ડેમથી પાટીયા સુધીના અંદાજે ૭૦૦ એકર જમીન ભોજનારી ડેમથી નાલી દ્વારા ખેડતોને સિંચાઇ માટે પાણી મળતું હોય છે જેમાં દર વર્ષ વરસાદના કારણે નાલી ખુલી હોવાથી પુરાઇ જતા ખેડુતોને અંદાજે ૪૦૦૦૦૦ સ્વ ખર્ચે કરી સફાઇ કર્યા બાદ પાણી મેળવી સકતા હોય છે માટે આયોજન કરવું,
તાલુકાની વિવિધ વાંઢોમાં જ્યોતિગ્રામ કનેક્શન આપવા બાલાસર ડીવીઝન ઓફીસ રાપર ખાતે ચાલુ થવા અંગે રજુઆત કરવામાં આવી,
વેરસરા ગામે ૩૦-૪૦ વર્ષ જુના વિજ વાયર તથા વિજ પોલ બદલવા બાબતે રજુઆત થયેલ જેના જવાબમાં ના.કા.ઈ.બાલાસરા દ્વારા રાપર તાલુકાના તમામ ગમોમાં એલટી એરીયલ બંધ કેબલ નાખવા માટે સર્વેની કામગીરી ચાલુ છે જે અંતર્ગત વેરસરા ગામના ખુલ્લા વાયરોની જગ્યાએ અને જુના બેચ કેબલની જગ્યાએ નવા એલટી એરીયલ બંચ કેબલ નાખી આપવામાં આવશે તેમજ વીજ પોલ પણ બદલી આપવામાં આવશે. તેમ જણાવવમાં આવ્યુ હતું જેમાં થી લગભગ તમામ પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવા માટે સબંધિત વિભાગના અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી. યોજાયેલ બેઠક કાર્યપાલક ઈજનેર સ્ટેટ મયંક શાહ, કલ્પેશ કારલીયા, હાર્દિક બગા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામતભાઇ વસરા, ડેપો મેનેજર જે.બી.જોશી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુશેન જીએજા, વિસ્તરણ અધિકારી ભરતભાઇ શ્રીમાળી, ડો .જી.એમ.પ્રજાપિ,ત એન.બી.પંપાળીયા, વિનુભાઈ થાનકી, કે.આર.ચાવડા, ઈશ્વર ડાભી, મયૂર મકવાણા, અજયસિંહ ઝાલા, બી.પી.બાંભણીયા, મહેશ સુથાર, આશિષ ગૌસ્વામી, કિશોર મહેશ્વરી, મદુભા વાઘેલા, અરવિંદ ભાટીયા, અમરશી મોરી, નટવર રાવલ, મંજુલાબેન ચૌધરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા બેઠકમા મોટાભાગના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
------

Comments