ડીપીએને નંબર વન પોર્ટ બનાવવાની શ્રી સુશીલકુમારસિંગની કોઠાસૂઝ ભરી મહેનત પર કોણ કરી રહ્યું છે પાણીઢોળ?
ડીપ ડીપ્રેશનથી વરસાદ વરસી રહ્યો છે, આવી સ્થિતીમાં જે કોમાડીટી-વસ્તુઓને નુકસાન થાય તેવા જહાજના લોડ-અનેલોડ કરવા જોઈએ કે પછી વરસાદમાં નુકસાની જે વસ્તુઓની ન થાય તેવા જહાજ? નુકસાની વાળા જહાજ લોડ-અનલોડ કરાય તો કાર્ગો વોલ્યુમ પણ ચોકકસથી ઓછો જ આવવાનો છે ને? એકતરફ ચેરમેન કાર્ગો વધારવાની જહેમત કરી રહ્યા છે, બીજીતરફ અધિકારીવર્ગ અંધેરરાજની સ્થિતી સર્જી આડેધડ નિર્ણયો લેતા હોવાનો જાણકારોમાં ઠલવાઈ રહ્યો છે બળાપો
વરસાદ પડે છે તે વખતે લોડ અનેલોડ બંધ થઈ જાય છે, લોડીંગ થાય તે દીશામાં પગલા લેવા જોઈએ..
ચેરમેનશ્રી મુંબઈમાં ડીપીએ-કંડલાના ભાવિ વિકાસના રોડમેપ પર ચર્ચાઓ કરી રહ્યા છે, રાત-દિવસ અથાગ મહેનત કરી અને ઐતિહાસીક કાર્ગો હેન્ડીંગના લક્ષ્યાંકો સિદ્ધ કરી રહ્યા છે, જયારે તેમની ગેરહાજરીમાં તાબાનો સ્ટાફ-અધિકારીઓ જાણે કે તદન વિપરીત દીશામાં જ જતા હોય તેવો થઈ રહ્યો છે તાલ
અગાઉથી વરસાદની આગાહી મળી જતા હોવા છતા વધુ માલ લોડ અનલાડે થાય તેવી રીતે વિચારીને જહાજોને જેટી પર લગાવવા ફેરબદલવા જોઈએ પણ આવા સારા વિચાર ચેરમેનશ્રીની ગેરહાજરીમાં અન્ય કોઈ અધિકારીઓને કેમ આવતા નથી? શું પોર્ટને નંબર વન નથી બનાવવું? : ટ્રાફિકની બર્થિંગ મીટીંગ થાય છે તેમાં પણ પોર્ટનો વિકાસ થાય તેવો નિર્ણય લેવો જોઈએ અને ઝડપથી આગળ વધે તે માટે વિચારવું જોઈએ
ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના એક એવા ડીપીએ-કંડલા પોર્ટમાં ચેરમેન પદે જયારથી સુશીલકુમારસિંગ મુકાયા છે ત્યારથી પોર્ટના વિકાસને નવી પાંખો જ મળી જવા પામી હોય તેમ વિવિધ ક્ષેત્રે ઐતીહાસીક સિદ્ધીઓ હાંસલ થવા પામી રહી છે. કંડલા પોર્ટ કાર્ગો હેન્ડલીંગમાં પણ નવા કીર્તીમાન સિદ્ધ કરી જ ચુકયું છે અને તેમાં ચેરમેનશ્રીની દિર્ઘ દ્રષ્ટી ભરી વિઝનરી લીડરશીપ જ કારગત નીવડી રહી છે તેમ કહેવુ પણ અસ્થાને નહી કહેવાય.
ચેરમેન કંડલા પોર્ટનો કાર્ગો વધુને વધુ સિદ્ધ કરાવવા સક્ષમ ભગીરથ પ્રયાસો રાત દીવસની ટીમવર્ક સાથે મહેનત કરીરહ્યા છે, હાલમાં પણ તેઓ મુંબઈમાં ઈન્ડીયા મેરીટાઈમ વીકમાં ભાગ લેવા પહોચેલા છે ત્યારે બીજીતરફ જાણે કે, તેઓ અને ડે.ચેરમેનશ્રી નિલાભ્ર દાસ ગુપ્તાની ગેરહાજરીમાં ડીપીએ-કંડલા પોર્ટનું કોઈ ધણીધોરી જ ન હોય તેવો તાલ થવા પામી ગયો છે. આ બાબતે જાણકારોમાં ગણગણાટ થવા પામી રહ્યો છે કે, દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા ખાતે ચેરમેન સુશીલકુમાર સિંહ્રના કાર્ગો લક્ષ્યાંક સામે તેમના જ તાબા હેઠળના અમુક બની બેઠેલા અધીકારીઓના અણઘણ આવડત વિનાના નિર્ણયોના લીધે કયાંક ને કયાંક ફટકો પડી રહ્યો છે. દીનદયાફ્ર
પોર્ટ ઓથોરિટી, કંડલા દેશના અગ્રણી પોર્ટ તરીકે વિકસાવવા માટે ચેરમેન સુશીલકુમાર સિંહ દ્વારા મહ્રત્ત્વાકાંક્ષી પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે ૨૦૨૪-૨૫માં ૧૫૦.૧૬ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને રેકોર્ડ સ્થાપિત કર્યો હ્રતો અને આગામી વર્ષ માટે ૧૭૦ સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમ છતાં, હાલની
પરિસ્થિતિમાં કેટલાક આંતરિક અને પર્યાવરણીય પડકારો ઊભા થયા છે.આ સ્થિતીએ અધિકારીવર્ગે જે કેુનેહનો ઉપયોગ કરવો જોઈએ તે ચેરમેનશ્રીની ગેરહાજરીમાં કયાંક ને કયાંક ઉણપ વર્તાઈ રહી હોવાનુ જોવાઈ રહ્યું છે. હાલના સમયમાં ગુજરાતના કચ્છ વિસ્તારમાં ડીપ ડિપ્રેશનના કારણે ભારે વરસાદ થઈ રહ્યો છે.આવા વાતાવરણમાં એવી કોમોડીટીના વેસલ્સને લોડ/અનલોડ કરવું જોઈએ કે જેને વરસાદી નુકસાન ન થાય. અગાઉના અધિકારીઓ આવા સંજોગોમાં સંવેદનશીલ માલને હ્રોલ્ડ પર રાખવાની નીતિ અપનાવતા હ્રતા. પરતુ હાલમાં ચેરમેન મુંબઈમાં હોવાને કારણે સ્થાનિક અધિકારીઓ દ્વારા “લાકડાની તલવાર” જેવી નીતિ અપનાવીને જોખમભર્યા વેસલ્સને લઘાડવામાં આવી રહ્યા છે.
પરિણામે, માલને નુકસાન થવાની શક્યતા વધી રહ્રી છે, જે પોર્ટના કાર્ગો હેન્ડલીગના લક્ષ્યાંક અને પ્રતિષ્ઠા માટે હાનિકારક બની શકે છે.આવા નિર્ણયોથી કાર્ગો વોલ્યુમ ઘટી શકે છે, જે પોર્ટના કુલ હ્રેન્ડલિંગ પર સીધો અસર કરશે. એકતરફ ચેરમેન સુશીલકુમાર સિંહે પોર્ટને દેશનું નંબર વન પોર્ટ બનાવવા માટે ૫૭,૦૦૦ કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડની યોજના ઘડી છે, જેમાં શિપબિલ્ડિંગ અને ગ્રીન ફ્યુઅલ પર ભાર મૂકવામાં આવ્યો છે.પરંતુ, જો સ્થાનિક સ્ટાફ ચેરમેનના દિશા વિરુદ્ધ
પગલાં ભરે છે, તો આ લક્ષ્યાંક સિદ્ધ થવામાં વિલંબ કે વિફળતા આવી શકે છે. હકીકતમાં વર્તમાન સમયે વરસાદી મોસમમાં સંવેદનશીલ માલ માટે હોલ્ડ નીતિ અમલમાં લાવવી
જોઈએ.જે માલને વરસાદમાં નુકસાન થઈ શકે તેવી ભીતી છે તેવા જહાજને હાલમાં હોલ્ડ પર રાખી અને નુકસાન ન થાય તેવા જહાજના લોડીગ-અનલોડીંગને પ્રાથમિકતા આપવી જોઈએ. આમ થવાથી માલની નુકસાની પણ ઓછી થશે અને કાર્ગો વોલ્યુમમાં પણ પ્રમાણમાં ઘટાડો નહી આવે.

Comments