મેન ઈન એકશન : ચેરમેન સુશીલકુમારસીંગ ડીપીએ-કંડલાને નંબર ૧ પોર્ટ બનાવવા સજજ : મધરાત સુધી પોર્ટમાં રહ્યા હાજર
કચ્છઉદયની સાથે ચેરમેનશ્રીએ કરી ખાસ વાતચીત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં જ મુંબઈ મેરીટાઈમ વીકમાં જે કડલા બંદરના ભરપેટ વખાણ સ્થિર-વિકાસ બાબતે કર્યા તેનો યશ જેઓને જાય છે તેવા ચેરમેનશ્રી સુશીલકુમારે કાર્ગો હેન્ડલીંગના આગામી લક્ષ્યાંક ૧૭૦ એમએમટીને સિદ્ધ કરવા બાબતે આદરેલી જાત જહેમત અંગે કરી મનછુટી વાતચીત
કંડલા પોર્ટ આત્મનિર્ભર ભારતનો સાચો-સચોટ દાખલો બેસાડવા સૌનો સાથ-સૌનો વિકાસ-સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના સુત્રને ચરીતાર્થ કરવા માટે દીવસ-રાત એક કરી અને અમારી ટીમ સાથે તમામ જરૂરી પગલાઓ સંકલન સાધીને લેવામાં આવી રહ્યા છે, ગત રોજ રાત્રીના મે પોર્ટ વિસ્તારની ત્રણ વાગ્યા સુધી અલગ અલગ રીતે સરપ્રાઇજ વિઝિટ કરી છે, તેમાં કાર્ગો હેન્ડલીંગની દ્રષ્ટીએ જયા જયા નાની-મોટી અડચણો સામે આવી છે તેને લઈને અમે અનેકવીધ પગલાઓ લઈ રહ્યા છીએ, તેથી નિર્ધારીત ૧૭૦ એમએમટીનો લક્ષ્યાંક ચોકકસથી પ્રાપ્ત કરી દેખાડીશું : શ્રી સુશીલકુમારસીંગ(ચેરમેનશ્રી કંડલા)
ગાંધીધામ : દેશના મહાબંદરોમાં તાજેતરમાં જ ૧પ૦ એમએમટી ઐતિહાસીક કાર્ગો હેન્ડલ કરી અને દેશ-દુનીયામાં નવા સીમાચીહ્ન સર્જનાર ડીપીએ-કંડલા મહાબંદર અને તેના ચેરમેનશ્રી સુશીલકુમારસિંગની પીઠ વિશ્વના સર્વાદીક લોકપ્રીય જનનાયક તથા દેશના યશસ્વી સવાયા કચ્છી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાંજ મુંબઈ મધ્યે ઈન્ડીયા મેરીટાઈમ વીક દરમ્યાન થબથબાવી હતી, તે ડીપીએના ચેરમેનશ્રી સુશીલકુમાર તેમની ટીમ સાથે ડીપીએ-કંડલા બંદરને નંબર વન પોર્ટ બનાવવાની દીશામાં સંકલ્પબદ્ધ હોવાની વધુ એક દાસ્તાંન સામે આવવા પામી રહી છે. ડીપીએ ચેરમેનશ્રી સુશીલકુમારસિગ દ્વારા ડીપીએ કંડલાને નંબર વન પોર્ટ બનાવવા માટે કાર્ગો હેન્ડલીંગ વધારવાની દીશામાં પ્રાથમીકતા આપી રહ્યા છે. અને તે જ બાબતે ગત રોજ રાત્રીના ત્રણ વાગ્યા સુધી તેઓ ખુદ પોર્ટ વિસ્તારમાં સરપ્રાઇજ ચેકીગ કરી અને કાર્ગો હેન્ડલીંગને લગતા જેટજટેલા પણ નાના મોટા પ્રશ્નો રહેલા છે તે તમામ બાબતે રૂબરૂ અવગત થયા છે અને તેઓ આ સમસ્યાઓના ધડાધડ નિરાકરણની દીશામાં પણ આજથી જ કામે લાગી ગયા હોય તેમ સબંધીત સ્ટાફને સુચનાઓ આપી સંકલન સાધી કાર્યવાહી કરાવી રહ્યા છે.
આ બાબતે ડીપીએ કંડલાના ચેરમેન શ્રી સુશીલકુમાર દ્વારા કચ્છઉદયને આપેલી ખાસ મુલાકાતમાં કહ્યુ હતુ કે, ડીપીએ કંડલાનો ઉલ્લેખ મેરીટાઈમ વીકમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદીજી દ્વારા જાહેર મંચથી કરવામા આવ્યો છે તે કાર્ગો હેન્ડલીંગની સિદ્ધી અમારી સમગ્ર ટીમને આભારી છે. ડીપીએને બે અલગ અલગ એવોર્ડ પ્રાપ્ત થયા છે તેમાં પણ ચેરમેનશ્રીએ આખીય ટીમને અભિનંદન આપ્યા હતા. વધુમાં તેઓએ કહ્યુ હતુ કે, અમારે અહીથી અટકવાનુ નથી, આગામી સમયમાં ૧૭૦ મેટ્રીક ટન કાર્ગો અમારે હેન્ડલ કરવાનો લક્ષ્યાંક સિદ્ધ કરાયો છે. પારાદીપ પોર્ટથી વર્તમાન સમયે અમે પોણા બે એમએમટી જેટલો જ કાર્ગો હેન્ડલીંગમાં પાછળ છીએ. પારાદીપ પોર્ટને પાછળ છોડી અને ડીપીએ કંડલાને આગળ વધારવાની દીશામા પોર્ટ યુજર્સ, પોર્ટના અધિકારી-કર્મચારીઓ તથા કામદારો સૌ સાથે મળીને એકજુટ રાઉન્ડ ધી કલોક કામ કરી રહ્યા છીએ અને તે ચોકકસથી પરીણામ સ્વરૂપે લક્ષ્યાંક સિદ્ધ કરવામાં મદદરૂપ થશે તેવો વિશ્વાસ ચેરમેનશ્રીએ દાખવ્યો હતો. ચેરમેનશ્રીએ કહ્યુ હતુ કે, તેઓ ગત રાત્રીએ પોર્ટ વિસ્તારમાં ત્રણ વાગ્યા સુધી જાત રૂબરૂ મુલાકાતે હતા. તેઓએ અહી થઈ રહેલી કામગીરીની સમીક્ષાઓ કરી છે. જયા જયા જે જે વિભાગોમાં પ્રશ્નો લાગ્યા છે તેના ઝડપી નિરાકરણની દીશામાં પણ પગલા લેવાઈ રહ્યા હોવાનું શ્રી
સુશીલકુમારસીંગે આ તબક્કે કહયુ હતુ. વેરલ્સનો ટર્ન અરાઉન્ડ ટાઈમ ઘટે તે માટે સતત પ્રયત્નશીલ છે. આમ થશે તો કાર્ગો હેન્ડલીગ ચોકકસથી વધશે. અધિકારીઓ રાત્રીના મોનીટરીગ કરશે, તેનો ખાસ ઓર્ડર કરેલો છે, સ્ટીવડોર્સ ઉપરાંત કામદારોને પણ કામ કરવામાં થતી અડચણોને જાણી છે, તેના નિકાલની દીશામાં પણ કામગીરી શરૂ કરી દેવાઈ છે. કામદારોને વધુ અસરકારક
રીતે કામ કરી શકે તે દીશામાં અમે પગલા લઈશુ.
પોર્ટ યુજર્સની સાથે પણ સંકલન વધારે કેમ કરી શકાય તે અંગે પણ કમીટી બનાવવા સહિતનો વીચાર કરી રહયા છીએ.
...............
ચેરમેનશ્રી સુશીલકુમારની કરૂણતાના ફરી દર્શન :
કામદારો માટે અનેકવિધ સેવાઓ કરાવી શરૂ
ગત રોજ રાત્રીના ચેરમેનશ્રીની જાત મુલાકાત બાદ આજથી અનેકવીધ સુવીધાઓનો કરાવ્યો આરંભ
ગાંધીધામ : ચેરમેનશ્રી સુશીલકુમાર જેટલા વાયબ્રન્ટ અને સરકારના હિતોને જાળવવામાં કડકકાઈ કરતા રહે છે તેટલી જ કરૂણતા પણ તેમના હદયમાં રહેલી હોવાની પ્રતિતિ ગત રોજ ફરીથી થવા પામી ગઈ છે. ચેરમેનશ્રીએ ગઈકાલે પોર્ટ વિસ્તારમાં જાત મુલાકાત કરી હતી અને ત્યાં કામદારોને જ સમસ્યાઓ સતાવતી હતી તેનો તેઓએ ત્વરિત નીકાલ જ કરી દીધો છે. પોર્ટ પર જેટી ન. ૧૩થી ૧૬ની વચ્ચે ચાલવાનુ ધણુ થાય છે, કામદારોને ચાલવુ ન પડે તે માટે આજથી બસ સેેવાઓ અહીથી શરૂ કરવામા આવી છે. આ ઉપરાંત પોર્ટના જ ખર્ચે કામદારોને હેલ્મેટ, ફાલેરોસેન્ટ જેકેટ બધુ જ નિશુલ્ક વિતરણ કરવામા આવ્યુ છે. એ પછી પ્રાઈવેટ વર્કર હોય કે અન્ય કોઈ તમામને ફ્રી ઓફ કોસ્ટ અપાઈ ચૂકયા છે. આ ઉપરાંત કામદારોને ચાય-નાસ્તો કરવાની દીશામાં એક શેલ્ટર જેવુ બનાવવામા આવી રહ્યુ છે જેમાં તેઓ સારી રીતે બેસી શકે છે. આ ઉપરાંત કામદારોને પૈસા ઓછા મળી રહ્યા હોવાની વાતને ધ્યાને લઈ અને તેઓ એ બાબતે પણ ઘટતું કરાવવા કટીબદ્વ જ હોવાનુ કચ્છઉદય સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ.
.................
ચેરમેનશ્રીએ ૪૦ અધિકારીઓનો નાઈટ સિફટ-મોનીટરીંગનો
કર્યો ઓર્ડર : ૧ હાજર ન મળતા શો કોઝ નોટીસની ફટકાર..
રાત્રીના સમયે રાઉન્ડ ધી કલોક લોડીગ-અનલોડીંગમાં કયાંય પણ બ્રેક ન આવે, સારી રીતે લોડીંગ થાય, અધુરાશો હોય તો તે જ સમયે પૂર્ણ કરી શકાય તે માટે ૪ર અધિકારીઓને રાત્રીના મોનીટરીંગ કરવા , પોર્ટ વિસ્તારમાં ફરતા રહેવાની મળી તાકીદ : ચેરમેનશ્રીની ગત રોજની સરપ્રાઈઝ ચેકીંગમાં ગેરહાજર અધિકારીની સામે લાલઆંખ
ગાંધીધામ : ચેરમેનશ્રી સુશીલકુમાર ડીપીએ કંડલાને નંબરવન પોર્ટ બનાવવા જાત મહેનત કરી રહ્યા છે. તેઓએ ગત રોજ રાત્રીના ૩ વાગ્યા સુધી પોર્ટ વિસ્તારની મુલાકાત લીધી છે. પોર્ટ વિસ્તારમાં કાર્ગો હેન્ડલીગમાં કોઈ પણ પ્રકારની સમસ્યાથી કામગીરી અટકે નહી તે જોવાની દીશામાં ચેરમેનશ્રીએ નવુ કદમ ઉઠાવ્યું છે. તેઓએ ઈન્જીનીયર કક્ષાના ૪ર જેટલા અધિકારીઓનો ઓર્ડર કરી દીધો છે અને તેમાં રાત્રે વિવિધ વિભાગના આ અધિકારીઓએ પોર્ટ વિસ્તારમાં ખડેપગે તૈનાત રહેવાનુ છે. મોનીટરીંગ કરવાનુ છે, કોઈ કામગીરીમં વિક્ષેપ ન આવે, ખુટતી જરૂરીયાતો સંકલન કરી પુરી કરવાની રહેશે. બે માસ સુધી આ પ્રકારની ઝુંબેશ પોર્ટમાં ચાલશે. ચેરમેનશ્રીએ અધિકારીઓની ડયુટી વધારી દીધી છે. જરૂર જણાશે તો બે માસ બાદ આ ઓર્ડર એકસટેન્ડ પણ થઈ શકે છે. જે તે અધિકારીઓ હકીકતમાં આદેશ અનુસાર રાત્રીના સમયે કામ કરે છે કે નહી તેનુ સુપર ચેક કરવા માટે ચેરમેનશ્રી સુશીલકુમાર ખુદ સરપ્રાઇજ વિઝિટ કરી રહ્યા છે. ગત રોજ તેઓએ કરેલી આંચિતી મુલાકાતમાં એક અધિકારી ગેરહાજર મળ્યા હતા તેમને આજે સવારે જ શો કોઝ નોટીસ ફટકારી અને પુછાણું લઈ લેવામા આવ્યુ છે. આ મુજબની કામગીરીથી કાર્ગો હેન્ડલીંગમાં ચોકકસથી સુધારો થવા પામશે.
....................
ડીપીએ પ્રશાસન-પોર્ટ ઉપભોકતાઓ વચ્ચે સંકલન વધારવા કમિટીની રચના વિચારાધીન
ગાંધીધામ : ડીપીએ પ્રશાસન અને કંડલા પોર્ટ યુજર્સની વચ્ચે કાઈ મિસ કોમ્યુનીકેશન ન સર્જાય, અથવા તો સંકલનના અભાવના લીધે પોર્ટ યુજર્સના કોઈ વિષયો પાછા ન ઠેલાય તે જોવાની દીશામાં પણ ચેરમેનશ્રીએ પહેલ કરી હોવાનુ સામે આવ્યુ છે. આ માટે પોર્ટ પ્રશાસન તથા પોર્ટ યુજર્સની એક કમિટી બનાવવાનું વીચારણા હેઠળ છે. જેમાં ટ્રેડવાળાઓ પોતાનાકોઈ મુદાઓ હોય તો રજુ કરી શકે અને તેનો ત્વરિત ધોરણે નિકાલ થઈ શકે તેવા હેતુથી આ કમીટીનું ગઠન કરવામાં આવશે.
.................
સીઆઈએસએફની પણ સમસ્યાઓનો કરી દેવાશે ટુંકમાં નિકાલ
ગાંધીધામ : ચેરમેનશ્રી સુશીલકુમાર ગત રોજ રાત્રીના પોર્ટ વિસ્તારની ઓંચિતી મુલાકાતે પહોચ્યા ત્યારે તેઓ સીઆઈએસએફની કેબીનો પણ રૂબરૂમાં જોઈ હતી અને ત્યા ટેબલ-ખુરશી બધું કોલસાની ભુક્કીથી ભરોયેલુ તેઓને જોવા મળી આવ્યુ હતુ. જે બાબતે પણ પાણીનો છંટકાવ અને સફાઈ સહીતની સુચનાઓ તેઓદ્વારા આપવામાં આવી છે. દરેક સિફટમાં આ કેબીનોમં પાણીનો છંટકાવ કરવાની સુચના અપાઈ હતી. આ ઉપરાંત નેટ કનેકટીવીટીની પણ સમસ્યા જોવા મળી હતી તે બાબતે પણ ઝડપથી ઘટતું કરવાની દીશામાં જરૂરી વિભાગોને ચેરમેનશ્રી દ્વારા સુચના આપવામાઆવી છે.
.....................
ટ્રાફિક ડીપાર્ટમેન્ટમાં અધીકારીઓ વચ્ચે ગેંગવોર ડામવો છે જરૂરી
એકતરફ ચેરમેનશ્રી મહામહેનત કરી કાર્ગો હેન્ડલીંગના વોલ્યુમને વધારવા પ્રયત્નશીલ છે, ત્યારે બીજીતરફ પોર્ટના ટ્રાફીક વિભાગના જ અમુક અધિકારીઓ એકબીજાને શીંગણા ભરાવવામાં જ પડયા છે વ્યસ્ત, જેથી કાર્ગો હેન્ડલીંગના આંકડાઓને પણ થઈ રહી છે આડઅસર
ગાંધીધામ : ડીપીએ કંડલામાં એકતરફ ચેરમેનશ્રી કાર્ગો હેન્ડલીંગ માટે મહેનત કરી રહ્યા છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, બીજીતરફ આ જ વિભાગના ટ્રાફીક ડીપાર્ટમેન્ટ કે જેમાં કાર્ગો હેન્ડલીંગને લગતી મોટી જવાબદારી રહેલી હોય છે તેના અમુક અધિકારીઓ વચ્ચે રીતસરની ગેંગવોરની સ્થિતી ચાલી રહી છે. જેના થકી કયાંક ન કયાંક કાર્ગો હેન્ડલીંગ ક્ષમતાને પણ આડઅસર થવા પામી રહી છે.

Comments