Trending News
સ્થાનિક સમાચાર

મનપા કમિશ્નરશ્રીનું ગાંધીધામ સંકુલની સુવિધા વધારવાની દીશામાં પ્રથમ ડગ : પાર્કીંગ પ્લોટનું કાલે થશે લોકાર્પણ

01 November

વેપારીઓને રાહત : ટ્રાફીક અડચણો દુર થશે : સ્વચ્છતાની દીશામં પહેલ






મનપા બન્યા બાદ સંકુલને શું મળ્યું? નવા કમિશ્નરશ્રી આવ્યા બાદ પણ દબાણો દુર કરવાની દીશામાં જ માત્ર અપાય છે સતત ધ્યાન..? આવા પ્રજાજનોના મેળાને મનપા તંત્રએ ભાંગ્યુ : દબાણો દુર કરી અને આપેલા વચનોની પૂર્તિ કરાઈ શરૂ : વેપારીઓએ કરેલા દબાણો હટાવી અને કમિશ્નરશ્રીએ આપેલા વચન અનુસાર પાર્કીંગ પ્લોટ બનાવી દીધા અને આવતીકાલે થશે આ સુવિધાનું લોકાર્પણ : સંકુલના વેપારીવર્ગ સહિતનાઓમાં ખુશીની લહેર


ડીપીએ-કંડલા પોર્ટના ચેરમેનશ્રી સુશીલકુમારસિગએ સંકુલમાં પોર્ટ હસ્તકના ખુલ્લા પડેલા અને દારૂ-ડ્રગ્સના વેપલાના અડ્ડા બની ગયેલા પ્લાટેમાં સાફ-સફાઈ કરાવી કમ્પાઉન્ડ હોલ બનાવી અને નગરને સ્વચ્છ બનાવવામાં મનપાતંત્રને કરી દીધી છે આગોતરી સરાહનીય મદદ




ગાંધીધામ : પૂૃર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધમા શહેરને મહાનગરપાલીકાનો દરજજો મળ્યો તે બાદ પણ જાણે કે આ શહેર-સંકુલ નગરપાલિકા કરતા પણ ખરાબ સમયકાળમાં ચાલી રહ્યુ હોય તેવી જ સ્થિતી સર્જાયેલી હતી. પરંતુ અહી જયારથી કમિશ્નર પદે શ્રી મનીષ ગુરવાણીની નિમણુક થવા પામી છે ત્યારથી જ અહી સંકુલને મળવા પાત્ર સુવીધાઓ મામલે ગ્રાઉન્ડ લેવલ પર કામ થતુ જોવા મળી રહ્યું છે. મનપા કમિશ્નરશ્રીએ કાર્યભાર સંભાળતાની સાથે જ શહેરને સ્વચ્છ અને દબાણમુકત બનાવવાનીદીશામાં પરિણામ લક્ષી કાર્યવાહી શરૂ કરી દીધી છે. જેમાં પાછલા કેટલાક સમયથી શહેરમાં વરસોથી થયેલા આડેધડ દબાણોને તેઓ દુર કરવાની અવીરત ધાક બેસાડતી કાર્યવાહી કરી રહ્યા છે અને દબાણો શહેરના બજાર વિસ્તારોમાં દુર કરતી વખતે કમીશ્નરશ્રીએ  કહ્ય ુહતુ કે, આ દબાણોનુ દુર કરી અને ટ્રાફીકની સમસ્યાઓ પણ હળવી થાય તે રીતે અહી પાર્કીંગ પ્લોટ બનાવી દેવામા આવશે.
આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર શહેરના ચાવલા ચોક વિસ્તામાં મેઈન બજારનીપાછળના ભાગમાં વરસોથી અગાઉ જે પાર્કીંગ પ્લોટ તરીકે જ ફાળવાયેલા હતા તે ધીરે ધીરે દબાણગ્રસ્ત બની ગયા હતા. અને આ દબાણો દુર કરવાની પછી કોઈએ તસ્દી જ ન લીધી હોય તેમ આફતરૂપ જ બની રહ્યા હતા. પરંતુ શ્રી ગુરવાણીની ટીમે આ દબાણો દુર કરી અને અહી પાર્કીંગ પ્લોટ બનાવી દીધા છે અને હવે આ પાર્કીગ પ્લોટનું આવતીકાલે કમિશ્નરશ્રિ દ્વારા લોકાર્પિત કરવામા આવી રહ્યા હોવાનુ સામે આવ્યું છે. એટલે વેપારીઓ અને શહેર સંકુલના લોકોની સુવિધામાં મનપા કમીશ્નરશ્રીનું આ પ્રથમ પગલું જોવા મળી રહ્યુ છે અને તેનાથી લાભાન્વિત વર્ગમાં પણ ખુશીની લહેર ફરી વળી છે.



 

Comments

COMMENT / REPLY FROM