મીઠીરોહરમાં એસએમસી ત્રાટકી? ગુલામ-સિકલો-અકાડી જેવા બુટલેગરોની મિલ્કતો-ગેરકાયદેસ સંપત્તી પર બુલડોઝર કયારે?
સ્ટેટ મોનીટરીંગ સેલને આવીને ત્રાટકવાની ફરજ પડી રહી છે, તેના પરથી જ અંદાજ આવી જાય છે કે
આ બુટલેગરો કેટલા ફાટીને ફુલેકે ગયા હશે?
મીઠીરોહર તળાવને અડીને અવેલા વિસ્તારમાં ગુલામની લાંબા સમયથી ચાલતી હતી દેશની ભઠ્ઠી : ગુલામ અને સીકલો તથા બેઠા ભાગમાં અકાડી આ ભઠ્ઠીના સંચાલનમાં કરે છે ભાગબટાઈ : ભ્રષ્ટ ખાખીધારીઓ-વહીવટદારોને પણ ખુલ્લા પાડવા જરૂરી : સટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી જાય તો સ્થાનિકે લાગુ પડતા પોલીસ મથકના કમચરાીઓ કેમ અંધારામાં રહી જાય..?
ગાંધીધામ : ગુજરાત સરકાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુનેગાર તત્વોને કડક રીતે નશ્યત કરવામાં તેમની આર્થિક કમર જ તોડવાની લાલઆંખભરી બુલડોઝર વાળી કાર્યવાહી કરવામાં આવી રહી છે. કચ્છમાં પણ વાગડથી લઈ અને અલગ અલગ સ્થાળએ આ કાર્યવાહી થવા પામી છે ત્યારે હવે ગાંધીધામ સંકુલમાં દેશીના સૌથી મોટા જયારે ત્રાટકી ચુકી છે ત્યારે હવે આવા ફાટીને ફુલેકે ચડેલા બુટલેગરોની પણ બેનામી સંપત્તી પર બુલડોઝરવાળી કેમ કરવામાં નથી આવતી? અથવા તો કયારે કરવામાં આવશે? વાત સહેજ વિગતે કરીએ તો ગાંધીધામનામીઠીરોહર વિસ્તારમાથી તાજેતરમાં જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા સફળ દરોડો પાડી અને ૬૦૦ લીટરથી વધુનો દેશી દારૂનો જથ્થો અને તેની સાથે ત્રણ શખ્સોને પકડી પાડવામા આવ્યા છે. જાણકારો કહી રહ્યા છે કે, આ ભઠ્ઠી લાંબા સમયથી અહી ધમધમી રહી છે. આખાય કંડલાને દેશી દારૂનો જથ્થો સૌથી વધારે આ ભઠ્ઠીમાથી જ સપ્લાય કરવામા આવતો હતો. અહી ગુલામનું નામ ભઠ્ઠી સંચાલકમાં ચર્ચામાં આવતુ હતુ એટલે ગુલામે સાયલન્ટ પાર્ટનર તરીકે રહી અને સિકલાને ભઠ્ઠી ચલાવવા ભાગીદારીમાં આપી દીધી હતી. તો વળી બેઠો ભાગ અકાડી પણ આ ભઠ્ઠીમાથી ખાતો હોવાનુ સામે આવી રહ્યુ છે. આવા સમયે જાણકારોમાં એવી પણ વાત સામે આવી રહી છે કે, આ બુટલેગરો દારૂના ધંધામાથી બેનામી ગેરકાયદેસર જમીનો પર કબ્જો કરી સંપત્તીઓ પણ વાળીને બેસી ગયા છે?
આવા બુટલેગરોનીકેડ ભાંગવામાં કેમ નથી આવતી? તેમના બેનામી દબાણો-ગેરકાયદેસર જમીનો પર કબ્જા કરીને બેઠા છે તેના પર બુલડોઝર હજુ સુધી કેમ નથી ફેરવાતુ? શા માટે આ જમીનો દબાણમુકત કરાવમાં નથી આવતી? જો આવી ભઠ્ઠીઓ બંધ કરાવી હોય તો બુટલેગરોના ગેરકાયદેસર જમીન અડીંગાઓ પર ત્રાટકવુ જ પડશે. કારણ કે, આ ભઠ્ઠી પર સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી શકે છે તો પછી સ્થાનિકનાઓને ખબર ન હોય તેવુ બને ખરૂ? એટલે આ બુટલેગરો અમુક ભ્રષ્ટ ખાખીધારીઓની રહેમ નજર અને ભાગબટાઈથી જ ફાટીને ફુલેકે ચડયા હોય તેમ માનવુ પણ વધારે પડતું કહી શકાય તેમ નથી.

Comments