Trending News
સ્થાનિક સમાચાર

પાલનપુરથી ભુજ આવતી માલગાડીના ડબ્બા એકાએક છૂટા પડયા : સદ્‌ભાગ્યે મોટી દુર્ઘટના અટકી

31 October


રેલ્વેની રીંગ અલગ થતા બની હતી ઘટના : રેલ્વે પાયલોટની તકેદારી કામે લાગી

ભુજ-કચ્છઉદય : પાલનપુરથી ભુજ આવી રહેલી માલવાહક ટ્રેનના ડબ્બા એકાએક છુટા પડયા હતા. જો કે ટ્રેનના પાયલોટની તકેદારી અને ત્વરીત નિર્ણય શક્તિના કારણે મોટી દુર્ઘટના થતી અટકાવી શકાઈ હતી. 
આ અંગેની વિગતો મુજબ દિયોદર તાલુકાના ધનકવાડા પાસે ગત સાંજે પાલનપુર થી ભુજ તરફ આવી રહેલી માલવાહક ટ્રેનના ડબ્બા એકાએક છૂટા પડી જતા મોટી દુર્ઘટના થતી અટકી હતી જેમાં રેલ્વે પાઇલોટે તકેદારી રાખી ટ્રેન રોકી દીધી હતી. ધનકવાડા રેલવે ફાટક નંબર ૫૪ પાસે ગુરુવારે સાંજે પાલનપુર થી ભુજ તરફ જતી રેલ્વેને અકસ્માત થતો અટક્યો હતો. જેમાં દિયોદર તાલુકાના ધનકવાડા પાસે ફાટક નંબર ૫૪ પાસે રેલ્વેની રિંગ અલગ થઈ જવાથી એકાએક ડબ્બા અલગ થઈ ગયા હતા. જેમાં ઘટનાના પગલે રેલ્વે ટ્રેનના પાયલોટે સૂચકતા દાખવી ટ્રેનને રોકી દેતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. જેમાં ફરી રેલ્વે ટ્રેનના ડબ્બા જોઇન્ટ કરી રેલ્વે ભુજ તરફ રવાના કરાઈ હતી. 

Comments

COMMENT / REPLY FROM