Trending News
સ્થાનિક સમાચાર

વિધાસહાયક સામાન્ય ભરતી ધો. ૬ થી ૮ ગણિત વિજ્ઞાન વિષયનું પ્રથમ તબક્કાનું ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર 

30 October


૧૦ અને ૧૧ નવેમ્બરે ગાંધીનગર ખાતે જિલ્લા પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન 

ભુજ - કચ્છઉદય :  વિદ્યાસહાયક ભરતી - ૨૦૨૪ (ધોરણ - ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) તા.૧/૧૧/૨૦૨૪ની જાહેરાતના ઉમેદવારો માટે સુધારા-વધારા સાથેની નવી ફાઈનલ મેરીટયાદી જાહેર કરવામાં આવી છે તથા ઉમેદવારોને કોલ-લેટર મેળવવા માટે સૂચના આપવામાં આવી છે. 
આ બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલ યાદીને ટાંકીને વિશેષ માહિતી આપતા રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર ગણિત વિજ્ઞાન વિષયની સુધારા-વધારા સાથેની નવી ફાઈનલ મેરીટયાદી  પ્રસિધ્ધ કરવામાં આવી  છે તથા મેરીટમાં આવતાં ઉમેદવારો પોતાના કોલ લેટર વેબસાઇટ ઉપરથી તા.૬/૧૧ના રોજ ૧૮ કલાકથી ઓનલાઈન મેળવી લેવાના રહેશે.  વિધાસહાયક ભરતી -૨૦૨૪ (ધો. ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) માં ગણિત વિજ્ઞાન વિષયના અનામત /બિન અનામત કેટેગરીમાં ૭૪.૬૨૩૬ ટકા મેરીટ સુધીના ઉમેદવારો ઓન-લાઇન કોલ-લેટર મેળવી શકશે. આ ઉમેદવારોને તા.૧૦/૧૧/૨૦૨૫ થી તા.૧૧/૧૧/૨૦૨૫ દરમ્યાન જિલ્લા પસંદગી માટે ગાંધીનગર ખાતે બોલાવેલ છે. જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારના કોલલેટરમાં દર્શાવેલ છે. જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓન-લાઈન કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઇ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ તથા ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિધાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોવા સૂચના આપવામાં આવી છે. 
-------

Comments

COMMENT / REPLY FROM