ગાંધીધામ રેલવે સ્ટેશનની સામે ટેન્કર નીચે કચડાઈ જતાં મહિલાનું કરૂણ મોત
અમદાવાદનો પરિવાર રિક્ષામાં બેસી રેલવે સ્ટેશનની બહાર નિકળ્યો અને રિક્ષા પલટતાં સૌ રોડ પર પટકાયા, પાછળથી આવતા ટેન્કરના ટાયરમાં આવી જતા મહિલાનું દર્દનાક મોત થયું
સિંધી સમાજના મહિલાનું મોત થતા ગાંધીધામના સ્થાનિક આગેવાનો મદદે દોડી આવ્યા : દરમ્યાન આ બનાવમાં મૃત્યુ પામેલા મહિલા અમદાવાદના સિંધી પરિવારના હોવાનું જાણવા મળ્યું હતું.બનાવની જાણ થતા ગાંધીધામના સ્થાનિક આગેવાનો જીતુભાઈ ભાનુશાલી,કમલેશ પરિયાણી સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહિલાને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને સાથે રહેલા પરિવારને મદદરૂપ બન્યા હતા
ગાંધીધામ -કચ્છઉદયઃ શહેરમાં રેલવે સ્ટેશનના ગેટની સામે આજે ગુરૂવારે બપોરે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટેન્કર નીચે કચડાઈ જતાં મહિલાનું દર્દનાક મોત થયું હતું. આ બાબતે મળતી વિગતો મુજબ અમદાવાદના પરિવારના ૭ મહિલા અને ૩ બાળકો ગાંધીધામ આવ્યા હતા. સ્ટેશનથી રિક્ષામાં બેસી તેઓ જતા હતા. ત્યારે રેલવે સ્ટેશનની બહાર રિક્ષા પલટી જતાં તેમાં સવાર મુસાફરો નીચે પટકાયા હતા. આ દરમિયાન ટેન્કર આવ્યું અને તેના પાછળના ટાયરના જોટામાં આવી જતાં મહિલાનું ગંભીર ઈજાઓથી ઘટના સ્થળે જ મોત થયું હતું. હતભાગી મહિલા પ૮ વર્ષિય કવિતાબેન પ્રકાશભાઈ હોવાનું સ્થળ પરથી જાણવા મળ્યું હતું. બનાવના પગલે લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. ભચાઉ તરફથી આવતા ભારે વાહનો રેલવે પુલિયા નીચેથી પસાર થાય છે. આ રોડ પર આગળ રોંગ સાઈડમાં બસ સ્ટેશન છે. ત્યાં અવાર નવાર અકસ્માતમાં નિર્દોષ લોકોના મોત થયા છે. હવે રેલવે સ્ટેશનના
ગેટની સામે અકસ્માતનો આ બનાવ સામે આવ્યો છે. જેથી અરેરાટી સાથે શહેરમાં ભારે વાહનો પર પ્રવેશબંધીની માંગ ઉઠી રહી છે.

Comments