Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા પોર્ટ પર સ્કેનર બંધ થયું કે, ડિઝલ દાણચોર ટોળકી અમિત- ભ્રષ્ટ PI  નો છાનો ખેલ? તરેહ-તરેહના સવાલો

30 October



આયાત માલની તપાસમાં વિલંબ, વધારાના ખર્ચથી વેપાર ધંધા પર અસર : સ્કેનર બંધ હોવાથી વેપારીઓને એક સ્કેનર દીઠ ૧પ હજારથી વધુનો આર્થિક ધુમ્બો વેઠવાનો આવે છે વારો : વેળાસર જ સ્કેનર ચાલુ થાય તે 
વેપાર-ધંધા અને દેશના રેવેન્યુને માટે પણ કહેવાશે અતી જરૂરી : મોબાઈલ સ્કેનીંગને કેમ કાર્યરત નથી કરવામા આવતુ? વૈકલ્પીક વ્યવસ્થા તરીકે મોબાઈલ સ્કેનીંગ ચાલુ કરવું જોઈએ


મુંદરા કસ્ટમ કમિશનર પદે જયારથી શ્રી નીતીન શૈની મુકાયા છે ત્યારથી દાણચોર ટોળકીઓની બકરી ડબ્બામાં અને પુછડી બહારનો થઈ ગયો છે તાલ, મુંદરામાં મહાકાય વેશલ્સ અટકાવવા, એમએચઓના નામે ડીઝલ મંગાવનારના પ૦૦થી વધુ કન્ટેઈનરોના ખડકલા થઈ જવા, તેની લીંકમાં જ અન્યત્ર કંડલા-પીપાવાવ-હજીરા સહિતમાં જહાજના જહાજ અટકી જવાની સર્જાયેલી સ્થિતીએ કયાંક ને કયાંક અમિત જેવા સાતીર્ગ દીમાગ ધરાવતી ટોળકીએ સ્કેનરને જ બાયપાસ કરી દેવાની દીશામાં કોઈ ગોઠવણો તો નથી કરી લીધી ને? : જાણકારોમાથી ઉઠતી ચર્ચા


ગાંધીધામ : કચ્છમાં કાર્યરત તથા જેના થકી કચ્છ જિલ્લાની વૈશ્વીક છબી ઉભી થવા પામી છે તેવા મુંદરા પોર્ટ પર સ્કેનર હાલના સમયે બંધ થવા પામી ગયો છે. એજન્સી કહી રહી છે કે પાર્ટસમાં ક્ષતી છે, જવાબદારોનું ધ્યાન દોરી દેવાયું છે, ઝડપભેર સ્કેનર ચાલુ કરી દેવામા આવશે, પરંતુ બીજીતરફ કેટલાક પ્રબુદ્ધવર્ગ અહી મોટા સવાલો ઉભા કરતા કહી રહ્યા છે કે, અહી સ્કેનર બંધ થયું કે પછી કરાવી દેવાયું છે? મુંદરા બંદર પર સ્કેનીંગ, ૧૦૦ ટકા એકઝામિનેશન સહિતના પ્રશ્નો અને માંગ સતત ઉઠતી જ રહેતી હોય છે તે વચ્ચે રેન્ડમલી સ્કેનીંગ કરવમા આવતુ હતુ તે પણ બંધ થઈ ગયું હોવાની સ્થિતી ઉભી થતા આ રીતના તરેહ તરેહના સવાલો ઉભા થવા પામી રહ્યા છે. આ અંગે સૌ પ્રથમ અહી સર્જાયેલી સ્થિતીની જો વાત માંડીએ તો ભોગગ્રસ્ત વર્ગ કચવાટ વરસાવતા કહી રહ્યો છે કે, મુંદરા બંદરે છેલ્લા એક મહિના થી કન્ટેનર સ્કેનર ખામીગ્રસ્ત બનતા વિદેશથી આવતાં આયાતી માલની તપાસની પ્રક્રિયા ઠપ થઈ ગઈ છે. સ્કેનર બગડેલા હોવાના કારણે કન્ટેનર તપાસ માટે વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી વેપારીઓને વધારાનો સમય અને ખર્ચ બંને સહન કરવો પડી રહ્યો છે. કસ્ટમ વિભાગની માર્ગદર્શિકા અનુસાર સિસ્ટમ દ્વારા તપાસ માટે પસંદ કરાયેલા કન્ટેનરને પ્રથમ સ્કેનરમાંથી પસાર કરવું જરૂરી છે. જો રિપોર્ટ ક્લીયર આવે તો કન્ટેનરને ખોલવાની જરૂર રહેતી નથી. પરંતુ હાલ સ્કેનર કાર્યરત ન હોવાથી દરેક કન્ટેનરને સી.એફ.એસ. લઈ જઈ ખોલીને ચેક કરવું ફરજિયાત બન્યું છે.
આ વધારાની પ્રક્રિયામાં એક કન્ટેનર દીઠ આશરે રૂા. ૮,૦૦૦ થી રૂા. ૧૫,૦૦૦ જેટલો ખર્ચ થાય છે અને સાતથી આઠ દિવસ જેટલો સમયગાળો પણ વેડફાય છે. પરિણામે આયાતકારોને 
પોતાના માલની ડિલિવરીમાં વિલંબ સાથે વેપારિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેડ વર્ગના સૂત્રોનો આક્ષેપ છે કે કેટલાક ખાનગી સી.એફ.એસ. સંચાલકો આ પરિસ્થિતિનો લાભ લઈ કન્ટેનરો પોર્ટ ટર્મિનલથી લાવવામાં વિલંબ કરે છે, જેથી ડિટેન્શન અને ડેમરેજનો લાભ મેળવી શકાય. આ કારણે 
વેપારીઓમાં અસંતોષ અને તણાવ વધી રહ્યો છે.કસ્ટમ વિભાગની વાત માનીએ તો  સ્કેનરનું જાળવણી કાર્ય રેપિસ્કેન સિસ્ટમ પ્રા.લિ. - મુંબઈ દ્વારા થાય છે અને જે પાર્ટ ખરાબ થઈ છે તે વિદેશથી મગાવવામાં આવી રહી છે. તંત્રએ ખાતરી આપી છે કે ટુંકમાં જ સ્કેનર પુનઃ કાર્યરત થશે. તે ઉપરાંત કસ્ટમ વિભાગે સ્પષ્ટતા કરી છે કે જો કોઈ સી.એફ.એસ. સંચાલક વિલંબ કરે તો વેપારીઓ સીધા પ્રિન્સિપલ કમિશનર ઓફ કસ્ટમ્સ, મુંદરા નો સંપર્ક કરી શકે છે, અને તાત્કાલિક પગલાં લેવામાં આવશે. પરંતુ બીજીતરફ વ્યાપારી વર્ગે ચિંતાવ્યક્ત કરતાં કહ્યું કે મુંદરા પોર્ટ દેશના સૌથી મોટા બંદરોમાંનો એક છે, જ્યાં દરરોજ લાખો કન્ટેનરનું આવનજાવન થાય છે. આવી સ્થિતિમાં ફક્ત એક જ સ્કેનર પર આધાર રાખવો યોગ્ય નથી. સરકાર અને પોર્ટ તંત્રએ તાત્કાલિક વિકલ્પ સ્કેનર સ્થાપિત કરવું જોઈએ.
ભોગગ્રસ્ત વર્ગ કહી રહ્યો છે કે, લાંબા ગાળે જો આ પ્રકારની તકનીકી ખામીઓ ચાલુ રહેશે તો કચ્છના ઉદ્યોગ અને વેપારની સ્પર્ધાત્મકતા પર પણ અસર થશે. સ્કેનર ખામીનો સીધો ફટકો હવે આયાતકારો પર પડી રહ્યો છે“માલ અટકે, તો ધંધો અટકે,” એવો ઉદગાર વેપારીઓએ વ્યક્ત કર્યો હતો. જો કે બીજીતરફ જાણકારો એવો પણ સવાલ કરી રહ્યા છે કે, મુંદરા બંદર પર જયારથી કસ્ટમ કમિશ્નર પદે શ્રી સૈની મુકાયા છે ત્યારથી કઈક દાણચોરોની બકરી ડબ્બામાં આવી ગઈ છે. તેઓએ સરકાર હિતમાં કડકાઈથી કાર્યવાહી શરૂ કરી અને આવતા વેંત જ ઐતિહાસીક કહી શકાય તે રીતે પરવાનાઓ રદ કરી અને સોપો જ પાડી દીધો હતો જે બાદ એમએચઓની આડમાં ડિજલની દાણચોરી કરનારી આખેઆખી અમિત તથા ભ્રષ્ટ પીઆઈ આણી ટોળકી સાણસામાં જ આવી હોય તેમ મુંદરા બંદર, અને તે બાદ કંડલા, પીપાવાવ-હજીરા સહિતના પોર્ટમાં પણ ડિજલ દાણચોરોનો જથ્થો મોટા પ્રમાણમાં પકડાઈ રહ્યો છે. આ એક મોટુ નેટવર્ક અને સિન્ડીકેટ જ આખાય કચ્છમાં વકરી જવા પામી હતી જે લાખો-કરોડોની નહી પણ અરબોના ડીઝલચોરીના કૌભાંડો બિનધાસ્ત રીતે આચરતી રહી હતી. આ ટોળકી સાણસામાં આવી જતાકયાંક ને કયાંક સ્કેનર મામલે સેટીંગ કરાવી અને ડીજલના કન્ટેઈનરો સીએફએસમાં લઈ જઈ ત્યાથી ડીટીએ કરાવી ઈન્ડ્રસ્ટ્રીયલ ઓઈલના નામે પ્યોર ડિજલ જ ઠાલવી દેવાની કોઈ ગોઠવણીઓ તો નથી કરાઈ ને? આ બાબતે પણ એજન્સીઓ અને કસ્ટક કમિશ્નરશ્રીએ ચોકકસથી ગંભીરતા દાખવી જ ઘટે.

Comments

COMMENT / REPLY FROM