ભારતના દરીયાઈ વિકાસમા ડીપીએ-કંડલા સહિત ગુજરાતની મોટી ભુમિકા : શ્રી એસ કે સિંગ(ચેરમેન)
ભારતના દરિયાઈ ક્ષેત્રના સર્વાંગી વિકાસને સમર્પિત ઇન્ડિયા મેરિટાઇમ વીક - ૨૦૨૫ દરમિયાન યોજાયેલ “ગુજરાત સેશન”માં દીન દયાલ પોર્ટ-કંડલા પોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ શ્રી સુશીલકુમાર સિંહ, ૈંઇજીસ્ઈએ ભાગ લીધો
ગાંધીધામ : ભારતના દરિયાઈ ક્ષેત્રના સર્વાંગી વિકાસને સમર્પિત ઇન્ડિયા મેરિટાઇમ વીક - ૨૦૨૫ દરમિયાન યોજાયેલ “ગુજરાત સેશન”માં દીન દયાલ પોર્ટ-કંડલા
પોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ શ્રી સુશીલકુમાર સિંહ, ૈંઇજીસ્ઈ એ ભાગ લીધો હતો.આ પ્રસંગે તેમણે ગુજરાત રાજ્યની ભછારતના દરિયાઈ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત આજે દેશના મેરિટાઇમ ક્ષેત્રમાં અગ્રીમ સ્થાન ધરાવે છે અને ભારતના મ્ઙ્મેી ઈર્ષ્ઠર્હદ્બઅને આકાર
આપવામાં ગુજરાતની ભૂમિકા નિર્ણાયક રહી છે.શ્રી સિંહે ગુજરાતના આધુનિક બંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તટવર્તી ઉદ્યોગો અને લોજિસ્ટિક્સ નેટવર્કના માધ્યમે સમગ્ર રાષ્ટ્રના આર્થિક વિકાસમાં ગુજરાતના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો.આ કાર્યક્રમ દરમિયાન વિવિધ રાજ્યના પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ તથા મેરિટાઇમ ક્ષેત્રના નિષ્ણાતોએ ભારતના દરિયાઈ ક્ષેત્રના ભવિષ્ય અને સહયોગી વિકાસ પર ચર્ચા કરી હતી.

Comments