કચ્છ જિલ્લા પંચાયતની ૧૮ સહિત રાજયમાં ૩૫૦ સહાયક ઇજનેર સિવિલની કરાશે ભરતી
૬ નવેમ્બર સુધી બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન અરજી
કરી શકાશે : ભરતી માટે ૨૦૦ માર્ક્સની પરીક્ષા લેવાશે
શૈક્ષણિક યોગ્યતા
• ડિપ્લોમા ઈન સિવિલ એન્ડ રૂરલ એન્જિનિયરિંગ
• ડિપ્લોમા ઈન સિવિલ (કન્સ્ટ્રક્શન)
• ડિપ્લોમા ઈન કન્સ્ટ્રશન ટેકનોલોજી
• ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનિયરિંગ (પબ્લિક હેલ્થ,
એન્વાયર્મેન્ટલ, પોલ્યુશન કન્ટ્રોલ, રૂરલ)
• ટ્રાન્સપોર્ટેશન, એન્વાયાર્મેન્ટલ એન્જિનિયરિંગ
ભુજ-કચ્છઉદય : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ વર્ગ-૩ની ૩૫૦ જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે. જેમાં કચ્છ જિલ્લા પંચાયતની ૧૮ જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગેની વિગતો મુજબ કચ્છ સહિત રાજ્યની જુદી જુદી જિલ્લા પંચાયતોમાં સહાયક ઈજનેર સિવિલની ખાલી પડેલી વર્ગ - ૩ ની જગ્યા ભરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ વિવિધ પંચાયતોમાં એન્જિનિયરની ૩૫૦ જગ્યા પર ભરતી માટે ૬ નવેમ્બર રાત્રે ૧૧.૫૯ સુધી બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાશે.જનરલ કેટેગરીના ઉમેદવારો માટે એપ્લિકેશન ફી રૂ.૧૦૦ સર્વિસ ચાર્જ ઓનલાઇન ભરી શકાશે.
ધ ગુજરાત પંચાયત સર્વિસ સિલેકશન બોર્ડ (જીપીએસએસબી), ગાંધીનગર દ્વારા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિર સિવિલ-ક્લાસ-૩ની ૩૫૦ પોસ્ટની ભરતી માટે ૨૦૦ માર્ક્સની એક્ઝામ લેવાશે. જેમાં જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના ૩૫, ગુજરાતી ગ્રામરના ૨૦, અંગ્રેજી ભાષા અને ગ્રામરના ૨૦,મેથ્સ, રીઝનિંગ,ડેટા ઈન્ટરપ્રિટેશનના ૨૫, ટેકનિકલ-સબ્જેક્ટ નોલેજ (સિવિલ એન્જિનિયરિંગ)ના ૧૦૦ મળી કુલ ૨૦૦ માર્ક્સની એક્ઝામ લેવાશે.

Comments