Trending News
સ્થાનિક સમાચાર

ધોળાવીરાના ખારોડના કરોડોના જમીન કૌભાંડમાં કાર્યવાહીના ભણકારાં : કલેકટરશ્રી ખુદ છે એકશનમાં.!

28 October



જાગૃત લોકોએ કરેલી ધારદાર અરજી-ફરીયાદ બાદ જિલ્લા વહીવટીતંત્ર-સમાહર્તાશ્રી ખુદ સુઓમોટો  લઈ અને આ પ્રકરણની કરી રહ્યા છે તપાસ : કલેકટરશ્રી કક્ષાએ તબક્કાવાર ચાલી રહી છે સુનાવણી

તલાટી-મામલતદાર, સર્કલ ઓફીસર, પ્રાંત અધિકારી સહિતનાઓની ભુમિકાઓ સામે આ પ્રકરણમાં થયા છે મોટા અંગુલીનિર્દેશ

ખાટલે મોટી ખોટ : આ કેસમાં સર્કલ ઓફીસરે આપેલો અભિપ્રાય જ ઘણુ કહી જવા પુરતો છે, કારણ કે, જે ર૦૦૦ની સાલનો સમયકાળમાં જમીનના સાધનીક આધારો ઉભા કરાયા છે તે બાદ ર૦૦૧ના ભુકંપમાં તો તમામ દસ્તાવેજો નાશ કરી દેવાયા હતા, તો પછી સર્કલ ઓફીસરનો આ એક માત્ર અભિપ્રાય વાળો કાગળ-ફાઈલ જીવંત રહ્યા કેવી રીતે? : આ અભિપ્રાય બનાવટી છે તે અહી જ પુરવાર થઈ જાય છે..! : ઉપરાંત ડેપ્યુટી કલેક્ટરશ્રીએ ૨૨/૦૯/૨૦૨૫ સુધી પોતાનો આદેશ કેમ ન કર્યો અપલોડ? આ ઇરાદાપૂર્વકનો વિલંબ જાહેર જનતાથી બનાવટી વ્યવહારને છુપાવવા માટે કરવામાં આવ્યો હોય તેવું નથી લાગતું?

જાગૃત ગ્રામજનોએ રજુઆત કરી તે જ દીવસે જિલ્લા સમાહર્તાએ આ ૧૦૦ એકરથી વધુનીજમીન પર લે-વેંચને થંભજાવનો આપી દીધો છે આદેશ’


ગાંધીધામ : ગુજરાતના મહેસુલ વિભાગમાં ભ્રષ્ટચારન સડ્ડો કેટલી કક્ષાએ વકરી જવા પામ્યો છે તેનો વધુ એક વરવો ચિત્તાર રજુ કરતી ઘટના સરહદી છેવાડાના કચ્છ જિલ્લામાં પણ તાજેતરમાં જ બહુ ગાજેલા ધોળાવીરાના ખારોડ ગામના ૧૩૦ કરોડના જમીન કૌભાંડની ફરીયાદ પરથી સામે આવવા પામી રહ્યું છે. આ બાબતે જાગૃત લોકોએ કરેલી રજુઆતો બાદ હવે તે પ્રકરણમાં ખુદ જિલ્લા સમાહર્તા જ એકશનમાં આવ્યા છે અને તેઓએ ખુદ સુઓમોાટે લઈ અને આ કેસની ગંભીરતા સમજી તપાસ હાથ ધરી છે. સ્થાનિક મહેસુલ વિભાગથી માંડી અને મામલતદાર, સર્કલ ઓફીસર, પ્રાંત અધિકારી સહિતનાઓની ભુમિકાઓ સામે આ પ્રકરણમાં મોટા અંગુલીનિર્દેશ થવા પામ્યા છે અને હવે કલેકટરશ્રી કક્ષાએ ચાલી રહેલી હીયરીંગની પ્રક્રીયા બાદ કોઈ મોટા ખુલાસાઓ થાય, કઈક મોટા માથાઓના પગ તળે પણ રેલો લંબાય તેવી વકી સેવાઈ રહી છે. અંતરંગ વર્તેુળોમાં ચર્ચાતી વિગતો અનુસાર એવું ચર્ચાવવા પામી  રહ્યું છે કે કચ્છ જિલ્લાના ભચાઉ પ્રાંતમાં, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને કેટલાક મહેસૂલ કર્મચારીઓએ સંયુક્ત રીતે ૦૪/૦૫/૨૦૦૨ ના રોજનો બનાવટી ઓર્ડર અને અન્ય ૯ ઓર્ડર તૈયાર કર્યા છે, જે અગાઉના મામલતદારની ખોટી સહીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હોવાનુ મનાય છે. આ બનાવટી ઓર્ડર ધોળાવીરા નજીક ખારોડા ગામમાં આવેલી આશરે ૧૩૦ એકર સરકારી જમીનના ગેરકાયદેસર ટ્રાન્સફરને કેટલાક ખાનગી જમીન કબજે કરનારાઓના 
પક્ષમાં સંબંધિત છે. આ બનાવટી દસ્તાવેજોમાં, ૦૬/૧૨/૨૦૦૦ ના રોજનો સર્કલ ઓફિસ અભિપ્રાયનો ઉલ્લેખ છે. જો કે, ૨૬/૦૧/૨૦૦૧ ના પ્રચંડ ભૂકંપ પછી, ભચાઉમાં તમામ સરકારી રેકોર્ડ તોડી પાડવામાં આવ્યા હતા અને નાશ કરવામાં આવ્યા હતા, જેના કારણે આવા કોઈપણ સર્કલ અભિપ્રાયનું અસ્તિત્વ અશક્ય બન્યું હતું. આ સ્પષ્ટપણે સાબિત કરે છે કે ઉલ્લેખિત અભિપ્રાય અને સહાયક કાગળો બનાવટી અને બનાવટી છે. એ નોંધવું પણ મહત્વપૂર્ણ છે કે ડેપ્યુટી કલેક્ટરે ૨૨/૦૯/૨૦૨૫ સુધી પોતાનો આદેશ અપલોડ કર્યો ન હતો. આ ઇરાદાપૂર્વકનો વિલંબ જાહેર જનતાથી બનાવટી વ્યવહારને છુપાવવા માટે કરવામાં આવ્યો હોય તેવું લાગે છે.  
આરોપો સામે આવ્યા પછી જ ડેપ્યુટી કલેક્ટરે ઓર્ડર અપલોડ કર્યો, જેમાં જમીન ટ્રાન્સફરમાં થયેલા ભ્રષ્ટાચાર અને બનાવટીનો 
પર્દાફાશ થયો.વધુમાં, ભચાઉના મામલતદાર આ ગુનામાં સીધા કે પરોક્ષ રીતે સંડોવાયેલા હોય તેવી પણ ચર્ચા થવા પામી રહી છે.  અગાઉના મામલતદારના આદેશની સત્યતા ચકાસ્યા વિના તેમના 
પોતાના કાર્યાલયનો આદેશ. ખોટા કામથી સંપૂર્ણપણે વાકેફ હોવા છતાં, ગેરકાયદેસર ટ્રાન્સફરને જાણી જોઈને સમર્થન આપ્યું. આ બનાવટી કામ અને ભ્રષ્ટાચાર પ્રક્રિયામાં તેમની સક્રિય ભાગીદારી અને સંડોવણી હોવાની પણ ચાડી ખાઈ રહી છે.વિવાદિત જમીન ધોળાવીરા નજીક આવેલી છે, જેને તાજેતરમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે, જેના કારણે જમીનના બજાર મૂલ્યમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સ્પષ્ટપણે સંડોવાયેલા અધિકારીઓ અને ખાનગી વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર જમીન કબજે કરવા અને ભ્રષ્ટાચાર માટે એક મજબૂત હેતુ સ્થાપિત કરે છે.આ હકીકતોને ધ્યાનમાં રાખીને, કલકેટરશ્રી ખુદ આ કેસમાં જો 
જીણવટભરી તપાસ કરે તો ભચાઉ તાલુકાના ખારોડા ગામમાં ૧૩૦ એકર સરકારી જમીનનું ગેરકાયદેસર ટ્રાન્સફર - ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને મહેસૂલ સ્ટાફ દ્વારા બનાવટી હુકમ, ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂક થયા હોવાનુ સામે આવવા પામી શકે તેમ છે. કલેટકરશ્રી આ ગુનાની ગંભીરતા સમજી અને સબંધિત કેસમાં સુઓમોટો લઈ ખુદ તપાસ કરી રહ્યા છે. હીયરીંગનો તબક્કો ચાલી રહ્યો છે., જે પૂર્ણ થયા બાદ, તમામ પક્ષકારોને સાંભળ્યા પછી કાર્યવાહી થવાના ભણકારા ગાજી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM