ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંંત્રીપદે ત્રિકમભાઈ છાંગા આજથી એકશનમાં
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ જગતમાં શું થઈ રહ્યુ હતુ? શું થાય છે? શું કરવુ જોઈએે?ના બાબતે મારા વીભાગમાં આજથી સમીક્ષાઓ શરૂ કરી, તેના પર જરૂરી પ્રાથમિકતાના ધોરણે કામો હાથ પર લેવાશે : સચિવાલય ખાતે વિભાગની કમાન આજથી સંભાળ્યાની સાથે જ ત્રિકમભાઈ છાંગાએ વ્યકત કરી સંકલપબદ્ધતા : સૌને સાથે લઈને ઉચ્ચ-ટેકિનકલ શિક્ષણ ક્ષેત્રમાં જરૂરી વિકાસકાર્યોને આગળ ધપાવવા માસ્તરથી મંત્રીપદથી સફળ ખેરનાર અંજારના ધારાસભ્ય અને કચ્છને રાજયમંત્રીમંડળમાં ગૌરવભેર સ્થાન અપાવનાર ત્રિકમભાઈએ વ્યકત કર્યો વિશ્વાસ
ગાંધીધામ : ગુજરાત રાજયમાં ભુપેન્દ્ર પટેલ સરકારનું કેબીનેટમાં તાજેતરમાં જ ધરખમ ફેરફારો કરવામા આવ્યા છે. રાજય મંત્રીમંડળમાં ર૬ સભ્યોનો સમાવેશ કરાયો છે. જેમાં કચ્છે પણ અંજારના ધારાસભ્ય ત્રીકમભાઈ બીજલભાઈ છાંગાના સ્વરૂપે ગૌરવભેર સ્થાન મળવા પામી ગયું છે. સ્વાભાવે સાલસ, સાદગી જેમનો પરિચય અને શિક્ષક તરીકેની દિર્ધ કારર્કીદી ધરાવનારા ત્રિકમભાઈની સેવા-સમર્પણ ભાવનાની પક્ષ તથા પક્ષના હાઈકમાન્ડે કદર કરી અને તેમને રાજયમંત્રી પદે આરૂઢ કરવામા આવ્યા છે. ત્રીકમભાઈ છાંગાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ ફાળવવામા આવ્યો છે.મંત્રીમંડળ વિસ્તરણ બાદ મળેલી કેબીનેટ બેઠકમાં વિભાગો ફાળવાઈ ગયા પછી બીજા જ દીવસે શાસ્ત્રોકત વિધીવિધાન અનુસાર રાજય સરકારના નવનિયુકત મંત્રીઓ દ્વારા પુજા-પાઠ સાથે કાર્યભાર સંભાળ્યો હતો. જે બાદ દિવાળી-નુતનવર્ષા અભિનંદન આવી જવાથી સચિવાલયમાં આજથી કાર્યવાહીનો મહદઅંશે ધમધમાટ શરૂ થવા પામી રહયો છે. દરમયાન જ રાજયના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રીકમ છાંગા આજથી એકશનમાં આવી જવા પામ્યા છે. તેઓએ આજ રોજ તેમના વિભાગની કમાન ગાંધીનગર ખાતે સંભાળી લીધી હોવાથી રાજયના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગમાં હવે ચોકકસથી વાયબ્રન્ટ ગતિ જોવા મળી આવશે. તેઓ આજથી એકશનમાં આવી જવા પામ્યા છે. કચ્છઉદય સાથેની કરેલી વાતચીતમાં તેમણે જણાવ્યુ હતુ કે, આજથી મે મારા વિભાગનો કાર્યભાર સંભાળી લીધો છે. રાજયના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગમાં અત્યાર સુધી શું થતુ હતું? હાલમાં શું ચાલી રહ્યુ છે? અને હવે શું કરવાની જરૂરીયાત જણાઈ રહી છે? તે તમામ વિષયોની આજથી જરૂરી જીણવટભરી સમીક્ષાઓ હાથ ધરાવમા આવશે અને તે બાદ કાર્યની રૂપરેખા નકકી કરી અને રાજયના ઉચ્ચ અને શિક્ષણ વિભાગને વધુને વધુ વિકસીત તથા ઉચ્ચ ગુણવત્તાયુકત અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અહીના ઉચ્ચ શિક્ષણ વિભાગ-ટેકનિકલ વિભાગનો વિદ્યાથી શિક્ષણ મેળવતો થાય તેવા સક્ષમ પ્રયાસો એક ટીમ રૂપ બનીને આગામી સમયમાં કરવામાં આવશે તેવો વિશ્વાસજનક ઉદગાર ત્રિકમભાઈ છાંગાએ કર્યો હતો.

Comments