Trending News
સ્થાનિક સમાચાર

જમીન માપણી વધારાનો બોગસ હુકમ બનાવનાર  કલેક્ટર કચેરીનો તત્કાલિન કલાર્ક પકડાયો

27 October



કલેક્ટરના ચીટનીશની ખોટી સહીંવાળો પત્ર બનાવી  બે લાખ સરકારી તીજોરીમાં કરાવ્યા હતા જમા : રતિયાની જમીન મામલે મામલતદાર દ્વારા ખરાઈ કરાતા ભોપાળું આવ્યું હતું સામે : દોઢ મહિના પહેલા ફરિયાદ થઈ અને વતન બનાસકાંઠામાંથી આરોપી પકડાયો 
’

ભુજ - કચ્છ ઉદય : જમીન માપણી વધારા માટે કલેક્ટરના ચીટનીશની ખોટી સહીં સાથેનો પત્ર બનાવી ઠગાઈ કરવાના બનાવમાં તત્કાલિન કલાર્કની ધરપકડ કરવામાં આવી છે. 
આ અંગે મળતી વિગતો મુજબ ગત ૧૮ સપ્ટેમ્બરના ભુજના ગ્રામ્ય મામલતદાર અરૂણ નાગરમલ શર્માએ ભુજ એ-ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ અરજદાર નીતાબેન લક્ષ્મણ રાઘવાણીએ અરજી કરી ભુજ તાલુકાના રતિયાની સર્વે નંબર ર૦૬ વાળી જમીનમાં રહેલા એકર ર-૩૧ ગુંઠા માપણી વધારો નિયમિત થવા રજૂઆત કરી હતી. આ માટે કલેકટર કચેરીના જમીન માપણી વધારાનો તા. ૧૭-૪-ર૦રપનો ચીટનીશ ટુ ધી કલેકટરની સહિવાળો પત્ર અને જમીન માપણી વધારાની રકમ ર,પ૮,૬૦૬ ભરપાઈ કરી હોવાનો પત્ર જોડ્યો હતો. જોકે, ઈ-સરકારની ફાઈલમાં તપાસ કરતા આ પત્ર ઓનલાઈન અપલોડ થયો ન હતો. તેમજ બનાવટી હોવાનું જણાઈ આવ્યું હતું. કલેક્ટર કચેરીની મહેસૂલ શાખામાં તત્કાલિન કલાર્ક તરીકે ફરજ બજાવતા એ.બી.કરણે કોઈ પણ જાતના પુરાવા વિના આ પત્ર બનાવી આપ્યો હોવાનું સામે આવ્યું હતું. ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી ગુનો કર્યો હતો જેથી એ-ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ બનાવમાં આરોપી ફરાર હતો. ભુજ એલસીબીએ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના લાલાવાડા ગામમાં રહેતા આરોપી અનિલકુમાર ભીખાભાઈ કરણને તેના ગામમાં દુધ ઉત્પાદક  સહકારી મંડળી પાસેથી પકડી એ-ડિવિઝનના હવાલે કર્યો હતો. 

 

Comments

COMMENT / REPLY FROM