Trending News
સ્થાનિક સમાચાર

મુંબઈમાં ઈન્ડીયા મેરીટાઈમ વીકનો દબદબાભેર આરંભ : ડીપીએ-કંડલાના પ્રકલ્પો-ભાવિ વિકાસકામો પર મંંથન

27 October




ડીપીએ કંડલાના ચેરમેનશ્રી સુશીલકુમાર ટીમની ઉપસ્થિતિ

મુંબઈ : ભારત સરકારના પોર્ટ, શીપિંગ અને વોટરવેઝ મંત્રાલયના આયોજન હેઠળ મુંબઈ ખાતે આજથી ત્રણ દિવસીય ઈન્ડિયા મેરિટાઇમ વીક ૨૦૨૫ નો ભવ્ય પ્રારંભ થયો છે. દેશના વિવિધ 
પોટ્‌ર્સ, શિપિંગ કંપનીઓ અને સમુદ્રી ક્ષેત્ર સાથે જોડાયેલી સંસ્થાઓની 
ઉપસ્થિતિ વચ્ચે આ મહોત્સવનો આરંભ કરવામાં આવ્યો.ડીપીએ  કંડલા ના ચેરમેન શ્રી સુશીલકુમાર તથા તેમની ટીમે આ મેરિટાઇમ વીકમાં સક્રિય ભાગ લીધો છે. તેમની સાથે પોર્ટના અધિકારીઓ અને પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ મેરિટાઇમ વીક દરમિયાન ડીપીએની વિવિધ સિદ્ધિઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સ, 
પોર્ટ મૉડર્નાઇઝેશન અને 
પર્યાવરણલક્ષી કામગીરી અંગે વિશેષ પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવશે. સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરે   કંડલાને અગ્રણી પોર્ટ તરીકે સ્થાન મળે તે માટેના વિઝન અને યોજનાઓ અંગે પણ ચર્ચા યોજાશે.મેરિટાઇમ સેક્ટરના વિવિધ વિષયો જેમ કે 
પોર્ટ ડિજિટલાઇઝેશન, બ્લૂ ઇકોનોમી, કોસ્ટલ શિપિંગ, ઇનલેન્ડ વોટરવેઝ અને સસ્ટેનેબલ 
ડેવલપમેન્ટ જેવા મુદ્દાઓ પર પણ વિવિધ સત્રોમાં મંત્રણાઓ યોજાવાની છે.આ અવસરે ભારતના તેમજ વિદેશના અનેક પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ, મેરિટાઇમ નિષ્ણાતો અને ઉદ્યોગજગતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ત્રણ દિવસ સુધી ચાલનારા આ ઈવેન્ટનો ઉદ્દેશ ભારતને વૈશ્વિક મેરિટાઇમ શક્તિ તરીકે વધુ મજબૂત બનાવવાનો છે.
મુંબઈ મધ્યે શરૂ થયેલી મેરીટાઈમ વીકમાં ડીપીએ કંડલાના ચેરમેનશ્રી સુશીલકુમારસિંગ, ડેપ્યુટી ચેરમેનશ્રી નીલાભ્ર દાસગુપ્તા, બીરત્નશેખર રાવ(ટ્રાફિક મેનેજર), અનંત વી પી છોડનેકર(એફએ એન્ડ સીએઓ), શ્રી હરીશચંદ્રન(ઓએસડી)શ્રી મુનીબ અંસારી(એકઈએન સી), શ્રી સંદીપ પરમાર(જે.ઈ.)સી, શ્રીમતી લત્તાબેન ખટાના(સિનીયર કન્સલટન્ટ)સહિતનાઓ હાજર રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM