ગાંધીધામ અમિત ગેંગની ડિઝલચોરી પર હવે ચેન્નઈની એજન્સી પણ ત્રાટકી : મુંદરામાં આદરાઈ છાનબીન..!
ભ્રષ્ટ પીઆઈનો પણ બકરી ડબ્બામાં ને પુછડી બહારનો થયો છે તાલ
પીપાવાવ-કંડલા-મુંદરામાં અમિત સહિતનાઓના એમએચઓની આડમાં આવેલા ડીઝલ પર તો બ્રેક જ લાગી ગયો છે, ત્યારે હવે આ જ ટોળકીના આળતીયા-મળતીયાઓ દ્વારા ચેન્નઈમાં પણ અજમાઈશ કરાઈ હોવાથી ડીઆરઆઈના ટોંચના અધિકારી મુંદરાની લટાર મારી ગયાની ચર્ચા
પીપાવાવ ઉપરાંત હજીરામાં પણ એમએચઓના એક વેશલ્સ પર થંભજાવનો ઓર્ડર થઈ ગયો : વધુ ખુલાસાઓ થવાની આશંકા
ગાંધીધામ : માઈક્રો હાઈડ્રા કાર્બન દર્શાવી અને તેની આડમાં ગેરકાયદેસર રીતે ડિજલની મોટાપ્રમાણમાં દાણચોરીયુકત આયાત કરવામા આવી રહી હોવાની વાત લાંબા સમયથી સામે આવવા પામી જ રહી છે. કચ્છમાં પહેલા મુંદરા બંદર પર, તે બાદ પીપાવાવ પોૃટ પર અને તે પછી કંડલા બંદર પર પણ આવા ડિઝલના નેટવર્કની ચાડી ખાતા કીસ્સાઓ સામે આવવા પામી જ ચૂકયાછે. દિલ્હી ડીઆરઆઈ જ સીધેસીધી આવા નેટવર્ક પર ત્રાટકી અને પહેલા મુંદરામાં ર૦૦થી વધુ જેટલા કન્ટેઈનરો અટકાવાયા, તે બાદ પીપાવાવ બંદર પર આખેઆખું વેશલ્સ અટકાવી સેમ્પલીંગ કરવામા આવતા સેમ્પલ ફેલ થવા પામ્યા હતા અને તે બાદ અન્ય એક પાર્ટિનુ વેશલ્સ પણ વિશાખાપટટનમ લેબ રીપોર્ટમાં પ્રતિબંધિત કાગો જ હોવાનુ ખુલતા અટકાવી અને તપાસ ચાલી રહી છે. અહી દિલ્હી ડીઆરઆઈ સહિતનાઓ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવામા આવી રહી છે અને તેમાં અમિત આણી ગેંગનો જ ફરી ફરીને હાથ હોવાની ચર્ચનાઓ સામે આવવા પામી રહી છે. અમિતની ડીઝલ દાણચોરી અને તેની સાથે ભ્રષ્ટ પીઆઈની ટોળકી મુંદરા-ગાંધીધામ-પીપાવાવ સહિતના વિસ્તારોમાં તો એજન્સીની ઝપ્ટે ચડી જ જવા પામી ચુકી છે, તે વચ્ચે જ મળતી માહીતી પ્રમાણે એમએચઓની આડમાં ડીઝલ દાણચોરીનો પ્રયાસ કયાંક ને કયાંક તમિલનાડું દરીાયઈ કાંઠે પણ કરાયો હોય તેમ કડીબદ્ધ રીતે તેની તપાસનો રેલો મુંદરા સુધી ફંટાયો હોવાનુ પણ મનાય છે. કહેવાય છે કે, મુંદરામાં એમએચઓની આડમાં ડીઝલ ઠલવાયાુ તેની કોઈને કોઈ કડી ચેન્નઈ સુધી પણ પહોચવા પામી અને મુળ પંજાબના રહેવાસી એવા ડીઆરઆઈના ઉચ્ચ અધિકારીની એક ટુકડી પાછલા અમુક સમયથી મુંદરામાં રૂબરૂ આવી અને તપાસ -છાનબીન કરી ગઈ હોવાનુ મનાય છે. તો વળી સમાંતર રીતે જ હજીરા પોર્ટ પર પણ એમએચઓ ડીકલેર કરી અને પ્રતિબંધિત લીકવીડ કાર્ગો જ ઠલવાયો હોવાની આશંકાએ તપાસ આદરવામાં આવી હોવાનુ પણ ચર્ચાય છે. એમએચઓની આડમાં પ્યોર ડિઝલ લાવનાર ટોળકી તો હવે સરખી સાણસામં આવી હોવાનો વર્તારો પણ તેના પરથી જ જોવા મળી આવે છે.

Comments