Trending News
સ્થાનિક સમાચાર

૧૦૦ ગ્રામ સોનાનું બિસ્કિટ બતાવી ભચાઉના ચાંદી કામના કારીગર સાથે જ ૧ર લાખની ઠગાઈ 

27 October



ભુજ, સુખપર, ખરોડાના પાંચ ઈસમો સામે ભુજ એ-ડિવિઝનમાં નોંધાયો ગુનો : રોકડા મેળવી લીધા બાદ સોનું આપવા માટે વાયદા અને બાદમાં કસ્ટમનું ચેકિંગ હોવાનું કહીં હાથ ખંખેરી લેવાયા 

ભુજ - કચ્છ ઉદય : સસ્તા સોનાના નામે ઠગાઈ કરતી ચીટર ગેંગ સક્રિય છે ત્યારે હવે ભચાઉમાં રહેતા ચાંદી કામના કારીગર સાથે ૧ર લાખની ઠગાઈ કરવામાં આવી હતી. જે અંગે પાંચ ઈસમો સામે ભુજ એ-ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 
આ બાબતે મળતી વિગતો મુજબ ભચાઉમાં રહેતા અને ચાંદીના દાગીનાનું લેબોરેટરી ટેસ્ટિંગ કરતા ચંદ્રકાંત ક્રિષ્નાદેવ ગાયકવાડના જણાવ્યા પ્રમાણે ભુજમાં સસ્તામાં સોનું મળતું હોવાની જાણ થતા મે મહિનામાં સંપર્ક કેળવાયો હતો. ગોવિંદભાઈ મારવાડી નામના શખ્સ સામે પરીચય થયો અને તેણે ર૦૦ ગ્રામ સોનું લેવું પડશે તેના ૧ર લાખ થશે તેમ વાત જણાવી હતી. બાદમાં અશોક પટેલ નામના વ્યક્તિએ ફોન કરી માલ આવી ગયાની જાણ કરી હતી. ૩૦ તારીખે ફરિયાદી ભુજ આવ્યા અને આરટીઓ સર્કલ પાસે એક ગાડી લેવા આવી બાદમાં એરપોર્ટ લઈ ગયા હતા અને અશોક પટેલના પાર્ટનર તરીકેની ઓળખ આપી ૧૦૦ ગ્રામનું સાચુ બિસ્કિટ બતાવ્યું હતું અને ૧ર લાખ રોકડા મેળવી લીધા હતા. બાદમાં આરોપીઓએ કહ્યું કે, કસ્ટમ વાળા આપણી પાછળ પડ્યા છે. ભુજમાં સોનું આપી શકાય તેમ નથી. શેખપીર બોલાવ્યા હતા. શેખપરી પાસે ઊભા રહ્યા ત્યારે કહ્યું કે, કસ્ટમવાળા પાછળ આવે છે. ગાડી ઊભી રાખતા નહીં. તેમ કહીં ભચાઉ પહોંચી ગયા, ભચાઉ પહોંચ્યા બાદ કહ્યું કે, તમને માલ એક-બે દિવસમાં આપી દેશું. જોકે, બાદમાં ફોન ન ઉપડ્યા અને રૂપીયા પણ ન મળ્યા. ભુજમાં આવી તપાસ કરતા સામે આવ્યું કે, ગોવિંદ મારવાડીને ઓળખ આપનાર શખ્સ સુખપરમાં રહેતો ગૌતમ કેશારામ રાવ હતો. તેમજ અશોક પટેલનું ખરૂ નામ મામદ સિધિક ફકીર અને તે લખપતના ખરોડાનો રહેવાસી હતો. આ સાથે અન્ય આરોપીઓ તરીકે મુસ્તફા નગરના ઈજાજ ઉર્ફે લાખો સિધિક હીંગોરજા, મદીના નગર -ર ના સોયબ મામદ કકલ, સુખપરના ઉરસ ઈલિયાસ સોઢા તરીકે થઈ હતી. પાંચેય ઈસમો સામે ભુજ એ-ડિવિઝનમાં ૧ર લાખની ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી. 

Comments

COMMENT / REPLY FROM