ગાંધીધામ બી ડીવિઝન વિસ્તારમા મીઠીરોહરમાં દેશી દારૂના સૌથી મોટા અડ્ડા પર SMC ત્રાટકી
નવા વર્ષનું વિજિલન્સની ટુકડીએ પૂર્વ કચ્છમાં ખાતું ખોલ્યું
ગુલામ-સિકલા સહિતના દેશીના બુટલેગરો પર તવાઈ : સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ શ્રી જાડેજાનો સપાટો : ૬૦૦ લીટરનો દેશીદારૂના જથ્થા સાથે બેથી વધુ શખ્સો દબોચાયા : બુટલેગરોમાં ફફડાટ
ર બાઈક, ૧ અલ્ટો કાર અને ૩ આરાપીઓ સાથે ૬૪૦ લીટર દેશીદારૂનો જથ્થો ઝડપાયો
ગાંધીધામ : નવા વર્ષનું સ્ટેટ મોનીરટીંગ સેલ દ્વારા જાણે કે ખાતુ ખોલાવી દીધુ હોય તેમ ગાંધીધામ બી ડીવીઝન વિસ્તારમાં આવતા મીઠીરોહરમાં દેશીદારૂની સૌથી મોટી ભઠ્ઠી-અડ્ડા પર સફળ સપાટો બોલાવી દીધો છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર ગાંધીધામ બી ડીવીજન પોલીસ મથકના વિસ્તારમાં વિજિલન્સ ટીમ દ્વરા અચાનક દરોડો પાડી તપાસ હાથ ધરવામા આવી હતી. આ દરમ્યાન મીઠીરોહર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર રેેડ કરાતા બુટલેગરો અને મુદામાલ પણ ઝડપાયો છે.
તપાસ દરમ્યાન ભઠીમાંથી અંદાજે ૬૦૦ લીટરથી વધુ દેશીદારૂ તથા ભઠ્ઠી બનાવવા માટેના સામાન મળી આવ્યો હતો. આ સ્થળ પરથી એેકથી વધુ આરોપીઓને પણ પકડી પાડવામા આવ્યા છે. પોલીસ દ્વારા વધુ પુછપછર હાથ ધરવામ આવી રહી છે. વિજિલન્સની ટીમની આ કાર્યવાહથી વિસ્તારના ગેરકાયદેસર દારૂના ધંધાર્થીઓમાં ખળભળાટી મચી જવા પામ્યો છે. પોલસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
..........
ઝડપાયેલા શખ્સોના કોલ ડીટેલ્સ ચેક કરો?
કયા ભ્રષ્ટ ખાખીધારીઓના હતા ચાર હાથ?
ગાંધીધામઃ એસએમસી દ્વારા દરોડો પાડી મીઠીરોહર વિસ્તારમાથી દેશીદારૂની ભઠ્ઠી પર રેઈડ કરવામા આવી છે તે સૌથી મોટી ભઠ્ઠી હોવાનુ મનાય છે. એસએમસી ત્રાટકી ગઈ તો સ્થાનિકે કેમ આટઆટલી મોટી ભઠ્ઠીની કોઈ ગંધ શુદ્ધા પણ ન અવી? જાણકારો કહી રહ્યા છે કે ઝડપાયેલા શખ્સોના મોબાઈલના કોલ ડીટેલ્સની ચકાસણીઓ કરવાની જરૂરીયાત છે, જો તેની ચકાસણીઓ કરવામા આવશે તો કયા ભ્રષ્ટ ખાખીધારીઓની રહેમનજરથી આ ભઠ્ઠી ચાલતી હતી તે સહિતના કઈક ખુલાસાઓ થવાની શકયતાઓ સેવાઈ રહી છે.
..............
આખાય કંડલાને ગુલામ-સીકલાની આ ભઠ્ઠી દેશીદારૂનો કરે છે સપ્લાય
અકાડી પણ બેઠો ભાગ વસુલે છે, તે કેમ રહી ગયો આબાદ?
ગાંધીધામ : સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડી દ્વાર ગાંધીધામ બી ડીવીઝન વિસ્તારમાં જે દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામા આવ્યો છે, તે ગુલામ અને સીકલા સંચાલિત ભઠ્ઠી હોવાનુ મનાઈ રહ્યુ છે અને કહેવાય છે કે આ ભઠ્ઠી આખાય કંડલાને દેશીદારૂ સપ્લાય કરી હતી એટલી મોટી હતી. ગુલામ તેનો મુખ્ય સંચાલક છે પરંતુ તે માધ્યમોમાં ચમકી જતા તેણે સિકલાને આગળ કરી અને આ ભઠ્ઠી ચાલુ રાખી હતી. એટલુ માત્ર નહી પણ અકાડી નામનો બુટલેગર પણ આ બન્ને પાસેથી બેઠો ભાગ પડાવતો હતો.
...............
વિજિલન્સ ત્રાટકી, હવે કોનો ચડશે તપેલો?
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ બી ડીવીઝન વિસ્તારમાં નવા વર્ષના ઉગડતા દીવસોમાં જ દેશીદારૂની મોટી ભઠ્ઠી પર તવાઈબોલાવી દીધી છે. ક્રોસ રેઈડ અહી થવા પામી છે ત્યારે હવે જાણકારો કહી રહ્યા છે કે, સ્થાનિકેથી કોનો તપેલો હવે ચડવા પામી જશે? તે જોવાનુ રહ્યુ..? એસએમસી રેઈડ કરી જાય એટલે સ્થાનિકની લાપરવાહી તો સામે આવી જ જાય છે.

Comments