વરસામેડીમાં પાંચ લાખના હેરોઈન સાથે યુવક પકડાયો
ગાંધીધામ - કચ્છ ઉદય : તહેવારના દિવસોમાં પૂર્વ કચ્છ એસઓજી દ્વારા હેરોઈન સાથે યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. આ બાબતે મળતી વિગતો મુજબ અંજાર-ભીમાસર રોડ પર આવેલ વરસામેડી ગામની સામે બસ સ્ટોપ પર એક ઈસમ પ્રભજીતસિંગ અનોપસિંગ મજબી હેરોઈન સાથે હોવાની અને માદક પદાર્થ વેચતો હોવાની બાતમી મળતા એસઓજીની ટીમે જઈને આરોપીને ઝડપી લીધો હતો. મૂળ અમૃતસરનો પ્રભજીતસિંગ વરસામેડી ઝુપડામાં રહે છે અને તેણે અમૃતસરના લખબીરસિંગ ઉર્ફે સાજન બીટ્ટુસિંગ મજબી પાસેથી માલ લીધો હતો. પ.૦પ લાખની કિંમતનું ૧૦.૧૦ ગ્રામ હેરોઈન, પેન્સિલ સેલ વજન કાંટો, મોબાઈલ, રોકડા, આધારકાર્ડ, પાનકાર્ડ, પાકિટ, ટ્રેનની ટિકિટ કબજે કરવામાં આવી હતી. પીઆઈ ડી.ડી.ઝાલા અને ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. આરોપીને અંજાર પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

Comments