Trending News
સ્થાનિક સમાચાર

કંડલા બંદર પર પાકિસ્તાનથી પ્રતિબંધિત છુઆરાના ૭૦થી વધુ કન્ટેઈનર ખડકાયા : એજન્સી કોમામાં.!

19 October

ધીરે ધીરે બોલ કોઈ સુનના લે..!



પુલવામાં હુમલા બાદ ભારત દ્વારા પાકીસ્તાનની આર્થીક કમર ભાંગવા નંખાયેલ તગડી ડયુટી બચાવવા ફરી દાણચોરોએ અજમાવ્યો નવો કીમીયો : તાજેતરમાં જ આવેલા ૭પ જેટલા કન્ટેઈનરોની ચકાસણી કરવામાં આવશે તો મોટુ કન્ટ્રી ઓફ ઓરીજીનનું કૌભાંડ ખુલશે : તગડી કસ્ટમ ડયુટીચોરીનો થશે પર્દાફાશ


ગાંધીધામ : કાશ્મીરના પુલવામામાં નાપાક આતંકવાદીઓ દ્વારા ભારતના જાબાંજ જવાનો પર કાયરતાપૂર્વક આતંકી હુમલો કર્યો અને ૪૦ ભારતીય સપુતો શહીદ થવા પામ્યા હતા જેનો વળતો વાર ભારતની મોદી સરકાર દ્વારા પાકીસ્તાનથી આયાત કરવામાં આવતી વસ્તુઓ પર ર૦૦ ટકાની ડયુટી ફટકારી તેની નિકાસ ઘટાડી અર્થતંત્રને પાડી દેવાનુ મોટુ વ્યુહાત્મક પગલુ લીધુ હતુ. જેની અસર દરીયાઈ વેપાર વાણીજય પર પણ મેાટી થવા પામી હતી. જો કે, સરકાર દ્વારા આ મુજબની લાગુ કરાયેલી નીતીઓને કેટલાક દાણચોરતત્વોની સિન્ડીકેટ અને ટોળકી ધરાવનારાઓને કોઈ જ ફર્ક ન પડયો હોય તેમ હજુ પણ નીતનવા પ્રયાસો, નીતીઓ, કીમીયાઓ અજમાવી અને પાકીસ્તાનની વસ્તુઓ મોટા પ્રમાણમાં આયાત કરી રહ્યા છે. 
દરમ્યાન જ મળતી વિગતો અનુસાર આ જ રીતે પાકીસ્તાનની ડ્રાયડેટસ-ખજર જેને છુઆરા તરીકે પણ ઓળખવામા આવે છે તે કાસેઝમાંથી તો મંગાવી જ બેન કરતો પરિપત્ર કરી દીધો હતો પરંતુ તેમ છતા પણ હજુય કેટલાક ભેજાબાજો ફરીથી છુઆરા આયાત કરી રહ્યા હોવાની ચર્ચા સામે આવી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, મુળ પાકીસ્તાનથી નીકળેલા કન્ટેઈનરોને દુબઈમાં સ્વીચ કરી અને તેને ભારતના કચ્છના કંડલા બંદર પર ઠાલવી દીધા હોવાનુ મનાય છે. અંદાજીત ૭૦થી વધુ જેટલા કન્ટેનઈરો પાછલા એકાદ સપ્તાહમાં કંડલા બંદરે ખડકાઈ ગયા હોવાની ચર્ચા થવા પામી રહી છે. જે રીતે રોકસોલ્ટમાં ખેલ પડાતો હોય છે તે જ રીતે ખજુરમાં પણ કન્ટ્રી ઓફ ઓરીજીનનો મોટો ખેલ પાડી અને તગડી કસ્ટમ ડયુટીચોરી આ ષડયંત્ર પાછળ રહેલી હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. કચ્છમાં સેવારત એજન્સીઓ કેમ આવા ષડયંત્રને ઓખળવામાં અંધારામાં રહી ગઈ ? તેવા તર્ક પણ ઉભા થવા પામી રહ્યા છે. ખજુરા જો આવી ગયા છે તો ઈમ્પોર્ટસ તરીકે કોણ છે? સીએચએની ભુમિકામાં કોણ છે? આ મુખ્ય માથાઓની સાથે કોણ કોણ અન્યો સંકળાયેલા છે? તે સહિતની વિગતો જો ઉંડાણપૂર્વકની તપાસ થશે તો બહાર આવવા પામી શકે છે તેમ જાણકારો કહી રહ્યા છે.



.......................



દાણચોરોએ અજમાવ્યો નવો હથકંડો : દુબઈમાં કન્ટેઈનરો જ પલટી મારી દીધાં.!

એજન્સીઓએ પકડવુ હશે તો કશમકશ વધારે કરવી પડશે

સામાન્ય રીતે કન્ટ્રી ઓફ ઓરીજીનમાં ડોકયુમેન્ટસ જ સ્વીચ થતા, આ વખતે ડ્રાયડેટસ-છુઆરાની આયાતમાં તો કન્ટેઈનરો જ દુબઈમાં બદલી દેવાયાની છે ચર્ચા : હવે આ મોડસ ઓપરેન્ડીથી કન્ટ્રી ઓફ ઓરીજીનના ચાલે છે કૌભાંડો : કચ્છમાં કાર્યરત બંદરો પરની એજન્સીઓ સતર્ક રહે


ગાંધીધામ : કન્ટ્રી ઓફ ઓરીજીનના કૌભાંડો તો લાંબા સમયથી ચાલી જ રહ્યા છે, તેમાં વધુ ડયુટીવાળી કન્ટ્રીથી ટ્રાન્જિસ્ટ પોઈન્ટ પર કાગળો સ્વીચ કરી લેવામા આવતા હોવાની પદ્વતી અપનાવાતી હતી. પરંતુ આ વખતે છુઆરા-ખજુર લાવવામાં તો દાણચોર ટોળકીએ નવો જ હથકંડો અજમાવી લીધો છે. અને પાકીસ્તાનથી એક ચોટ ખજુર લાવી તેને દુબઈમાં વેરહાઉસમાં રાખી, કન્ટેઈનરો જ બદલાવી દીધા, ભારતના વેશલ્સમાં ગયેલાકન્ટેઈનરો ત્યાં ખાલીક રી અને તેમાં જ આ ખજુર ભરી અને કંડલા બંદરે ડમ્પ કરવામા આવી હોવાનુ મનાય છે. એટલે હવે એજન્સીને બેઠા બેઠા ડોકયુમેનટ્‌સથી ક્રોસ વેરીફીકેશન કરવુ કપરૂ બની રહેશે.


 

Comments

COMMENT / REPLY FROM