Trending News
સ્થાનિક સમાચાર

 રાજ્ય શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા એ પદભાર સંભાળ્યો

18 October



 ગાંધીનગર :  રાજ્યના મંત્રીમંડળમાં કચ્છ જિલ્લાના અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા નો રાજ્ય કક્ષાના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવતા આજે રાજ્યના શિક્ષણ
મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ૧૨ઃ૩૯ ના શુભ મુહૂર્તમાં રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે પૂજા વિધિ કરી પોતાના નવા કાર્યાલયમાં પ્રવેશ કરીને પદભાર સંભાળ્યો હતો. કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના રતનાલ ગામના વતની અને વ્યવસાયે શિક્ષક અને સરળ સ્વભાવ અને સરળ વ્યક્તિત્વ ધરાવતા ત્રિકમભાઈ છાંગા ને ગત વિધાનસભા ચૂંટણીમાં અંજાર વિધાનસભા બેઠક પરથી ભાજપે ટિકિટ આપતા અંજાર વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળનું ગઈકાલે કરવામાં આવેલ વિસ્તરણમાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ની રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા ને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ખાતું ફાળવવામાં આવતા આજે ત્રિકમભાઈ છાંગા એ રાજ્ય કક્ષાના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી તરીકે સ્વર્ણિમ સંકુલ -૨ ખાતે તેમના કાર્યાલયમાં પદ ભાર સંભાળ્યો હતો.

 

Comments

COMMENT / REPLY FROM