ગાંધીધામમાં એટીએમમાં પૈસા જમા ન કરાવી બેન્ક કર્મચારીએ ૧૧.ર૭ લાખની કરી ઉચાપત
છેલ્લા પાંચ મહિના દરમિયાન સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની રિલાયન્સ સર્કલ શાખા ખાતે બન્યો બનાવ
ગાંધીધામ - કચ્છ ઉદય : પચરંગી સંકુલ ગાંધીધામમાં એટીએમમાં પૈસા જમા ન કરાવી બેન્ક કર્મચારીએ ૧૧.ર૭ લાખની ઉચાપત કરી હોવાનો મામલો સામે આવ્યો છે. આ બાબતે મૂળ પંજાબના હાલે ગાંધીધામમાં રહેતા અમરદીપસિંગ અંગ્રેજસિંગના જણાવ્યા પ્રમાણે આરોપી રાજસ્થાનના ખુશાલ હીરાલાલ ગજરા કે જેઓ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા રિલાયન્સ સર્કલ શાખાના અગાઉના કેશ ઈન્ચાર્જ હતા. તેઓએ પોતાની કાયદેસરની સરકારી નોકરીની ફરજ દરમિયાન એટીએમમાં રૂપિયા જમા કરવાના હતા પરંતુ આ રૂપિયા એટીએમમાં જમા ન કરાવી ઠગાઈ કરી હતી. ગત તા.પ/પ/ર૦રપ થી ૭/૧૦/ર૦રપ દરમિયાન અલગ અલગ દિવસે એટીએમમાં જમા કરાવાના ૧૧,ર૭,૪૦૦ રૂપિયા પોતે ઉચાપત કરતા તપાસ કર્યા બાદ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

Comments