Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના પશુ આરોગ્ય માળખાની સુવિધામાં વધારો : રર જેટલા પશુદવાખાનાઓની સરકાર દ્વારા મંજુરી

18 October



રાજયભરમાં ૧પ૦માં સૌથી વધુ પશુ દવાખાનાની કચ્છને ફાળવણી કરાઈ : રાપર-અંજાર-અબડાસા-લખપત, સહિતના તાલુકામાં પશુ દવાખાનાઓ ફાળવયાા

(પ્રતિનિધિ દ્વારા) 
ગાંધીધામ : ગુજરાત સરકારના પશુપાલન વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા રાજયના પશુ આરોગ્ય ક્ષેત્રમાં સુવિધાઓમાં વધારા રૂપ નિર્ણય તેમના કાર્યકાળ દરમ્યાન લીધો છે. 
આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર વર્ષ ર૦રપ-ર૬ દરમ્યાન રાજયના બિનઆદીજાતી વિસ્તારમાં જિલ્લા પંચાયત હસ્તક મંજુરથયેલ નવી ૧પ૦સ્થાયી પશુ દવાખાના સ્થાપવાને મંજુરી આપવામા આવી છે. 
કૃષિ-ખેડુતકલ્યાણ અને સહકાર વિભાગના અધિકારી દ્વારા જાહેર કરવામા આવેલાઓમા અંજાર તાલુકામાં માથક, વરસામેડી, ભલોઠ, ટપર, મીંદીયાળા, ભુજમાં પદ્વર, અબડાસામાં જખૌ,વાયોર, સુથરી, વિંઝાણ, મોથાળા, નરેડી, લખપણમાં નારાયણ સરોવર રાપરમાં રવ મોટી, વ્રજવાણી, નાગપુર લોદ્રાણી, નખત્રાણામાં વિથોણ, ભચાઉમાં કુંભારડી, મુંદરશા રામાણીયા, પત્રી, માંડવીમાં ગુંદયાણળી, દરશડી,નો સમાવેશ થવા પામી રહ્યો છે. સૌથી વધુ કચ્છ જિલ્લામાં રર પશુ દવાખાનાઓની ફાળવણી કરવામા આવી છે. 

Comments

COMMENT / REPLY FROM