Trending News
સ્થાનિક સમાચાર

રાપરમાં આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી 

17 October



ભુજ કચ્છઉદય - રાપર તાલુકામાં દરેક ગ્રામ પંચાયત અને નગરપાલિકા વિસ્તારમાં દરેક વોર્ડ દીઠ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં જે બાળક કુપોષિતમાંથી સુપોષિત થયેલું છે તે વાલીને સન્માનિત કરવા સાથે બાળકને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કીટ આપવામાં આવી હતી. દાતા તરફથી કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મિલેટ્‌સ અને ટીએચઆરમાંથી બનેલી વાનગી નિર્દેશન કરવામાં આવ્યું હતું. હાજર રહેલા લાભાર્થીને બાળ શક્તિ કાર્ડ, પોષણ સંગમ કાર્ડ વિશે જરૂરી સમજ આપવામાં આવી હતી.
---

Comments

COMMENT / REPLY FROM