Trending News
સ્થાનિક સમાચાર

ગરીબોના જઠરાગ્નિ ઠારવા અપાતું મફત અનાજ ભ્રષ્ટાચારરૂપી ‘ધનેડા’ કરી જાય છે ઓહિંયા

17 October

લેભાગુ પુંજીપતિઓનું ક્યારે ભરાશે પેટ ?


સરકારની ગરીબ કલ્યાણણકારી યોજનાનો પૂરતો લાભ નથી મળતો સાચા લાભાર્થીઓનેઃ કચ્છની સરકારી સમાજ વિતરણની પ્રણાલિમાં વ્યાપક છીંડાઃ વિતરણમાં હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ અમલી થયા છતાં સિસ્ટમમાંથી દૂર નથી થયો ભ્રષ્ટાચાર


ફરજ નિષ્ઠ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને ઈમાનદાર પુરવઠા અધિકારી શ્રી હાશ્મી તંત્રમાં પેસી ગયેલા ભ્રષ્ટાચારી લેભાગુઓને દૂર કરવા કરે લાલ આંખ



કચ્છ ઉદય ભુજ : સ્વ. રાજીવ ગાંધી જ્યારે દેશના વડાપ્રધાન હતા ત્યારે એક જાહેર કાર્યક્રમમા ંતેમણે કહ્યું હતું કે, દિલ્હીથી ગરીબોના કલ્યાણ માટે નીકળેલ ૧ રૂપિયો ગરીબ સુધી પહોંચતા પહોંચતા માત્ર ૧પ પૈસા રહી જાય છે. ભારતની સરકારી રાહે થતી ભ્રષ્ટ કામગીરીનું આ વાક્ય પ્રમાણ પરૂં પાડે છે. દાયકાઓ વિતવા છતાં સ્થિતિમાં હજુ સુધી કોઈ ખાસ સુધાર થયો નથી. સરકારી તંત્ર માટે જાણે ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર બની ગયો હોય તેમ મોટા ભાગના વિભાગોમાં અરજદારો જ્યાં સુધી ‘પ્રસાદી’ ન ધરે ત્યાં સુધી કોઈ કામકાજ થતાં નથી. 
બીજી તરફ ગરીબોના કલ્યાણ માટે ચાલતી રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓમાં પણ ભ્રષ્ટાચાર દૂર થયો નથી. ગરીબોને અપાતા મફત કે રાહતદરના અનાજની યોજનામાં હજુય ક્યાંકને ક્યાંક ચોરી થતી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર કચ્છમાં બીપીએલ કાર્ડધારકોને દર મહિને રાશનરૂપી સહાય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. મફત કે તદ્દન રાહત ભાવે અપાતા અનાજનો લાભ સાચા લાભાર્થીઓ સુધી પહોંચવાના બદલે માલેતુજાર ભ્રષ્ટાચારી તત્ત્વો પડાવી જતા હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકાર દ્વારા દર મહિને રિલીઝ કરાતા અનાજનો પૂરેપૂરો જથ્થો ગરીબોના ઘર સુધી પહોંચતો જ નથી. 
સરકારી ગોડાઉન (એફસીઆઈ સહિતના ગોડાઉન)થી પુરવઠા તંત્રના ગોડાઉન અને પુરવઠાના ગોડાઉનથી સસ્તા અનાજની દુકાનો સુધી ગરીબોનું અનાજ પહોંચતા પહોંચતા ઓછું થઈ જાય છે. જ્યારે સૌથી નીચલા સ્તરે એટલે કે સસ્તા અનાજની દુકાનથી લાભાર્થીના ઘર સુધી પણ પૂરતો જથ્થો પહોંચતો નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકરી અનાજ વિતરણની પ્રણાલિને હાઈટેક કરવામાં આવી છે. કાર્ડધારકના અંગૂઠા લેવાની બાયોમેટ્રિક પદ્ધતિ અમલી બન્યા બાદ પણ સિસ્ટમમાંથી ભ્રષ્ટાચારનો સડો દૂર થયો નથી. ગરીબ અને અભણ કાર્ડધારકોને ઉંઠા ભણાવી નીચેથી ઉપર સુધીના તંત્ર વાહકો સરકારી અનાજને ઓપન માર્કેટમાં વેંચી દઈ પોતાની તિજોરીઓ ભરી રહ્યા છે. 
બીપીએલ કાર્ડ ધારકોને ઓછા અનાજ આપી અને તમારા પાસે ઘર છે કાર છે તેવો ડરાવીને ઓછું અનાથ આપી ચાલતા ચલક ચલાણું વધ્યું છે. કચ્છ જિલ્લામાં પુરવઠા તંત્ર દ્વારા અવાર નવાર સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક તપાસ કરી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. 
જિલ્લા વહિવટી તંત્રના મુખિયા તરીકે હાલ કલેક્ટર આનંદ પટેલ જેવા નિષ્ઠાવાન અધિકારી છે. જ્યારે પુરવઠા તંત્રની કમાન શ્રી હાશ્મી જેવા બહાદુર અને ઈમાનદાર અધિકારી પાસે છે ત્યારે સસ્તા અનાજની વિતરણ પ્રણાલિમાં જોવા મળી રહેલો ભ્રષ્ટાચાર રૂપી સડો વહેલી તકે દૂર કરવામાં આવે  તેવી આશા ગરીબ કાર્ડધારકો રાખી રહ્યા છે. 
ગરીબોના પેટના જઠરાગ્નિ ઠારવા સરકાર દ્વારા અપાતું અનાજ લેભાગુ ભ્રષ્ટ ધનેડાઓ ઓહિંયા કરી જાય છે ત્યારે આવા નિષ્ઠાવાન તંત્રવાહકો લાલ આંખ કરે તે ઈચ્છનીય છે.


............

કચ્છ જિલ્લામાં ર૮ હજાર શંકાસ્પદ રેશનકાર્ડ રદ્દ થયા ’

ભુજ : કચ્છમાં જાહેર વિતરણ વ્યવસ્થામાં વ્યાપક ગેરરીતિનું પ્રમાણ તાજેતરમાં રેશનકાર્ડની વેરીફિકેશનની કામગીરી દરમ્યાન મળી આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલ સૂચના અન્વયે કચ્છ જિલ્લામાં શંકાસ્પદ રેશનકાર્ડની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં ૧.ર૮ લાખ શંકાસ્પદ રેશનકાર્ડની ચકાસણી તાલુકા લેવલે હાથ ધરવામાં આવી હતી. સપ્ટેમ્બર માસના અંતે કામગીરીની ડેડલાઈન પૂર્ણ થઈ ત્યાં સુધી કચ્છમાં બે માસની ચકાસણી દરમ્યાન પ૯.૯૩ ટકા કામગીરી પૂર્ણ થઈ હતી. વેરીફાઈ કરાયેલા ૭૬,૯૩૬ રેશનકાર્ડ પૈકી ર૮,૯૪૬ રેશનકાર્ડ રદ્દ કરવામાં આવ્યા હતા. 
કચ્છમાં શંકાસ્પદ રેશનકાર્ડની ચકાસણીમાં સૌથી વધુ રેશનકાર્ડ પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહેલા કિસાનોના રદ્દ થયા હતા, જેની સંખ્યા ૧૭,ર૮૦ હતી. સરકાર દ્વારા નિયત કરાયેલા ધારાધોરણ અનુસાર પીએમ કિસાન યોજનાનો લાભ લેતા ખેડૂતોના રેશનકાર્ડ એનએફએસએસમાંથી નોનએનએસએફએ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક વર્ષ સુધી સાયલન્ટ રહેલા ૧ર,૩૭૮ અને છ માસથી સાયલન્ટ ૬,૧૧૭ કાર્ડ રદ થયા હતા. રપ લાખથી વધુ જીએસટી ટર્નઓવર ધરાવતા ૪,ર૪૯ કાર્ડની કેટેગરી પણ બદલવામાં 
આવી હતી.

Comments

COMMENT / REPLY FROM